કરીનાના ભાઇના લગ્નમાં ઐશ્વર્યા ગઇ મસ્ત તૈયાર થઇને, તેની આગળ બધા લાગ્યા સાવ ઝાંખા, PICS

કપૂર ખાનદાનના દીકરાના લગ્નમાં ઉમટ્યું બોલીવૂડ, જુઓ તસ્વીરો

હાલ કપૂર ખાનદાન દીકરાના લગ્નની ઉજવણી કરી રહ્યું છે એક પછી એક સેરેમની થઈ રહી છે અને સોશિયલ મિડિયા પર તેની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

image source

રાજકપૂરની દીકરીનો દીકરો અર્માન જૈન પોતાની ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રા સાથે પ્રભુતામાં પગલા પાડી રહ્યો છે. રવિવારે તેમની મહેંદી અને સંગીત સેરેમની કરવામાં આવી હતી જેની પણ ઘણી બધી તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

image source

ગઈ કાલે મુંબઈમાં અરમાન અને અનીસાના ભવ્ય લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં બોલીવૂડના મોટા મોટા સિતારાઓએ હાજરી આપી હતી. અને દરેકે દરેક એક એકથી ચડિયાતા ટ્રેડીશનલ અવતારમાં જોવા મળ્યા હતા. ચાલો તમને બતાવીએ લગ્નની તસ્વીરો.

image source

કરીના કપૂર અરમાનની કઝીન સિસ્ટર છે તેણીએ યેલો સાડી પહેરી હતી. જેનો પાલવ લહેરીયા હતો અને ઓવરઓલ પોલકાડોટ હતા. પણ તેણીના સેક્સી ગોલ્ડન બ્લાઉઝે તેના લૂકને બોલ્ડ કરી મુક્યો હતો.

image source

તેણીએ વાળ છુટ્ટા નહીં રાખીને અંબોડો ઓળ્યો હતો અને તેને ગજરાથી સજાવ્યો હતો. તેણીએ જુલરીમાં માત્ર લોંગ ઇયરીંગ્સ જ પહેર્યા હતા અને એક હાથમાં ગોલ્ડન કડુ પહેર્યું હતું તો હાથમાં એક ગોલ્ડન બટવો રાખ્યો હતો.

image source

બેહન કરિશ્માની વાત કરીએ તો કરિશ્મા કપૂર ગુલાબી સિલ્કની સાડીમાં અત્યંત એલિગન્ટ લાગી રહી હતી. તેણીએ પોતાનો બ્લાઉઝ પણ ખુબ જ સિંપલ રાખ્યો હતો. કરિશ્માનો આ લૂક જોઈને તમને તેની ફિલ્મ ઝુબૈદાનો લૂક યાદ આવી જશે.

કરિશ્મા આ લૂકમાં સિમ્પલ છતાં રોયલ લાગી રહી છે. તેણીએ ગળામાં શોર્ટ અને લોંગ બે નેકલેસ પહેર્યા છે અને તેના જ મેચિંગની ઇયરિંગ પહેરી છે.

image source

કરિશ્માની સાથે તેની દીકરી સમાયરા પણ જોવા મળી હતી અને કેમ ન હોય મામાના લગ્નમાં તો આવવું જ પડે ને. સમાયરાએ લાઇટ પિંક ચણિયા ચોળી પહેર્યા હતા જેમાં સિલ્વર રંગનું વર્ક કરવામાં આવ્યું હતું. તેણીએ જુલરીમાં ડાયમન્ડનો સેટ અને મેચિંગ ઇયરિંગ્સ પહેર્યા હતા.

કરિશ્માના મહેંદી અને સંગીત સેરેમનીના લૂકની વાત કરીએ તો અહીં પણ કરિશ્મા હંમેશની જેમ એલિગન્ટ લાગી રહી હતી. એક સેરેમનીમાં તેણી લાલ કુર્તામાં જોવા મળી હતી તો બીજામાં તેણી મહેંદી રંગના કુર્તા અને લહેંઘામાં જોવા મળી હતી.

image source

કિયારા અડવાણીએ પણ અરમાનના લગ્નમાં હાજરી આપી હતી તેણી હંમેશાની જેમ સુંદર લાગી રહી હતી. તેણીએ લાઇટ બ્લૂ રંગના ચણિયા ચોળી પહેર્યા હતા. તેમાં ઓવરઓલ વર્ક કરવામાં આવ્યું હતું. બ્લાઉઝ અને ચણિયો સરખા હતા તેની ઓઢળી બ્લૂ રંગની હતી.

image source

કિયારા અડવાણી એ સંગીત સેરેમનીમાં પણ હાજરી આપી હતી અને તેણીએ સુંદર સરારા ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ અર્પિતા મેહતા દ્વારા ડિઝાઈ કરવામાં આવ્યો હતો. આ ડ્રેમાં સુંદર મિરર વર્ક કરવામા આવ્યું હતું. કિયારાનો આ લૂક બોલ્ડ અને હટકે હતો.

image source

લગ્નમાં અભિષેક અને ઐશ્વર્યા પણ દીકરી આરાધ્યા સાથે ટ્રેડિશ્નલ લૂકમાં જોવા મળ્યા હતા. ઐશ્વર્યાએ સુંદર સિલ્વર ગાઉન પહેર્યો હતો જેમાં વ્હાઇટ થ્રેડ વર્ક કરવામા આવ્યું હતું. તો આરાધ્યાની વાત કરીએ તો તેણીએ લાલ ગાઉન પહેર્યો હતો જેમા સિલ્વર વર્ક કરવામાં આવ્યું હતું. અભિષેક સિલ્કના બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો.

image source

તારા સુતરિયા એ આ ફંક્શનમાં પિંક લહેંગો પહેરીને હાજરી આપી હતી. તેણે પોતાના વાળ બાંધેલા રાખ્યા હતા. પિંક લહેંગા પર સિલ્વર વર્ક કરવામાં આવ્યુ હતું. આ લગ્નમાં મોટા ભાગની મહિલાઓએ પોતાના વસ્ત્રોમાં ક્યાંકને ક્યાંક પિંક રંગને જગ્યા આપી છે.

તારાની જ્વેલરીની વાત કરીએ તો તેણીએ ટાઇટ ચોકોર નેકલેસ પહેર્યો હતો. અને તેના મેચિંગની ઇયરિંગ પહેરી હતી. અને હાથમાં બટવો રાખ્યો હતો.

image source

આ લગ્નમાં અંબાણી ફેમિલીએ પણ હાજરી આપી હતી. અનિલ અંબાણી પત્ની ટીના મુનિમ સાથે ટ્રેડીશનલ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ટીનાએ સંગીતમાં લીલા રંગનો સિલ્કનો કુર્તો પહેર્યો હતો.

સોનાલી બેન્દ્રે પણ પતિ સાથે લગ્નમાં પહોંચી હતી. તેણીએ પણ એક અલગ પ્રકારનો લહેંગો પહેર્યો હતો. તેનો ચણિયો સ્કર્ટ જેવો હતો તો તેની ચોલી કોઈ શ્રગ જેવી લાગી રહી હતી. તેના પર કલરફુલ વર્ક પણ કરવામાં આવેલું હતું.

image source

અનન્યા વ્હાઇટ એન્ડ સિલ્વર ચણિયા ચોળીમાં જોવા મળી હતી. તેણીની ચોલીએ તેને બોલ્ડ લૂક આપ્યો હતો. તેણીએ ગળામા કોઈ જ જ્વેલરી નહોતી પહેરી. માત્ર લોંગ ઇયરીંગ્સ અને હાથમાં કડા પહેર્યા હતા.

ટ્વિંકલ ખન્ના માતા ડિંપલ કાપડિયા સાથે સાડીમાં જોવા મળી હતી. તે બન્નેએ સિલ્ક સાડી પહેરવાનું પસંદ કર્યુ હતું.

image source

નીતૂ અને રનબીર કપૂર રહ્યા ગેરહાજર

થોડા સમય પહેલાં ઋષિ કપૂરની તબિયત લથડતાં તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને નીતૂ કપૂર હાલ તેમની સંભાળ લઈ રહી છે માટે લગ્નમાં હાજરી નહોતી આપી શકી. અને રનબીર પણ લગ્નમાં હાજરી આપી શક્યો નહોતો. પણ નીતૂ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા તે બન્નેને ભરપૂર આશિર્વાદ આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

તેણી અનીસાનું કુટુંબમા સ્વાગત કરતાં આ પ્રમાણે પોસ્ટ લખી છે, ‘કુટુંબમાં સ્વાગત છે અનીસા મલ્હોત્રા, પ્રેમ ખૂબ બધા આશિર્વાદ.’ આ શુભેચ્છા સાથે તેણીએ નવપરણિતની લગ્નના જોડાવાળી તસ્વીર શેર કરી છે.

image source

અનિલ કપૂરે કર્યો ભરપૂર ડાન્સ

 

View this post on Instagram

 

A post shared by FatimaZahra& Malika (@bollywoodarab.fc) on

આ લગ્નની એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં અનિલ કપૂર બિનદાસ પોતાના અંદાજમાં ડાન્સ કરતા જેવા મળી રહ્યા છે. અનિલ કપૂર પોતાની ફિલ્મ રામ લખનના ગીત વન ટુ કા ફોર પર નાચી રહ્યા છે. લોકોને આ વિડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ