રાજ કુંદ્રા સમજીને કરણ કુંદ્રાને સંભળાવી દીધી મોટી વાતો, જુઓ શું થયો સીન

શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના અરેસ્ટ રહ્યા પછી એમનો આખો પરિવાર રોજે રોજ એક નવી મુસીબતનો સામનો કરી રહ્યો છે. પોર્નોગ્રાફીના આ આખા કેસમાં દરરોજ એક નવી કડી જોડાઈ રહી છે. તો પોલીસને પણ નવા પુરાવા મળી જાય છે. હાલમાં જ એમને રાજની ઓફિસમાં એક ખુફિયા અલમારી મળી એ પછી શિલ્પા શેટ્ટીની મુશ્કેલી પણ વધી શકે છે. એ બધાની વચ્ચે એકટર કરણ કુન્દ્રાને પણ ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.

IMAGE source

વાત જાણે એમ છે કે રાજ કુન્દ્રાના ધંધાનક ખુલાસો થયા પછી લોકો કરણ કુન્દ્રાને શિલ્પા શેટ્ટીના પતિ સમજી લીધા અને એમને ખરી ખોટી સંભળાવવા લાવ્યા. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરણ કુન્દ્રાએ આ તકલીફો વિશે જણાવ્યું અને લોકોની સામે પોતાની છબીને લઈને ચિંતા વ્યક્ત કરી. એમને સ્પષ્ટપણે કહ્યું કે એમને રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સાથે કોઈ લેવા દેવા નથી અને ના કોઈ સગા સંબંધી છે.

image soucre

આવું સરનેમ એક જેવી હોવાને કારણે થયું. લોકો કન્ફ્યુઝ થઈ ગયા અને રાજ કુન્દ્રાને બદલે કરણ કુન્દ્રાને ટ્રોલ કરવા લાગ્યા. એટલું જ નહીં ઘણી જગ્યાએ લોકોએ રાજના ફોટાને બદલે કરણ કુન્દ્રાના ફોટાનો ઉપયોગ કરી લીધો. એ પછી કરણ ખૂબ જ પરેશાન થઈ ગયા અને હવે એમને આ આખી બાબત પર પોતાની પ્રતિક્રિયા આપી છે

image socure

એક વાતચીત દરમિયાન કરણ કુન્દ્રાએ કહ્યું કે ન ફક્ત ફોટા અમુક લોકોએ તો મારા નામનો પણ ઉપયોગ કર્યો છે. જ્યારે હું સુઇને ઉઠ્યો અને મેં ટ્વીટર જોયું તો ઘણા બધા લોકોને લાગી રહ્યું હતું કે આ વિવાદમાં હું અરેસ્ટ થયો છું. લોકો મને ટેગ કરીને ટ્વીટ કરી રહ્યા હતા. આ બધું જોઈને મને એ સમજવામાં થોડો સમય લાગ્યો કે આખરે થયું શુ છે અને પછી મને ખબર પડી કે લોકો મને રાજ કુન્દ્રા સમજી રહ્યા છે.

image soucre

કરણ આગળ કહે છે કે અમુક તો સમજી ગયા હતા કે ભૂલમાં થયું છે અને અમુક તો ગાળો આપવાનું જ શરૂ કરી દીધું. એ લોકો મને ટેગ કરીને ગમે તેમ બોલવા લાગ્યા એ પછી મારા ફેન્સે એમને રીપ્લાય આપ્યો અને સાચી જાણકારી આપી. આવું પહેલા પણ થઈ ચૂક્યું છે જ્યારે મને શિલ્પા શેટ્ટીના પતિ કહ્યો હતો પણ ત્યારે મેં એને ગંભીર રીતે નહોતું લીધું. પણ આ વખતે આ મારા માટે ઘણું ફરસ્ટ્રેટીંગ થઈ ગયું હતું.

તમને જણાવી દઈએ કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટીના પતિ રાજને અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપમાં અરેસ્ટ કર્યા હતા એ પછી એમને 23 જુલાઈ સુધી હીરાસતમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ 27 જુલાઈએ આ હિરાસ્તનો સમય વધારી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સમગ્ર કેસ અંગે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. મળેલી માહિતી અનુસાર જ્યારે શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવામાં આવી ત્યારે એ ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી અને રડી પડી હતી.

image soucre

રાજ કુન્દ્રાની ૧૯ જુલાઈએ આઇપીસીની વિવિધ કલમ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાજ કુન્દ્રાની વધુ તપાસ માટે કસ્ટડી મેળવવાની માગણી મૅજિસ્ટ્રેટ કોર્ટમાં કરી હતી, પરંતુ કોર્ટે એ માન્ય નહોતી રાખી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong