કરણ જોહરના ટ્વિન્સ કર્યો મસ્ત ડાન્સ, વિડીયો જોઇને તમે બોલી ઉઠશો પિતા કરતા પણ છે ચડિયાતા

કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે જ્યારથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી મનોરંજનની આખી દુનિયા આવા સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી ગઈ છે. બધા જ બોલીવુડ સેલેબ્સ આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ સક્રિય જોવા મળી રહ્યા છે અને પોતાના ફેંસનું મનોરંજન કરવામાં લાગી ગયા છે. આવામાં સૌથી વધારે ચર્ચામાં છે પ્રસિદ્ધ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જૌહર. કરણ જૌહર લોકડાઉનના દિવસોમાં પોતના પરિવારની સાથે ખુબ એન્જોય કરી રહ્યા છે.

image source

કરણ જૌહર મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાના બાળકોનો વિડીયો શેર કરતા રહે છે. યશ જૌહર અને રુહી જૌહર કરણ જૌહરના જોડિયા બાળકો છે. જે અત્યારે લોકડાઉનના દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાઈ ગયા છે. હમણાં તાજેતરમાં જ કરણ જૌહરના બંને બાળકોનો એક અન્ય વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં બંને બાળકો યશ જૌહર અને રુહી જૌહર રણવીર સિંહ અને સારા અલી ખાનના ગીત પર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જૌહરએ પોતાના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં કરણ જૌહરના બંને બાળકો યશ જૌહર અને રુહી જૌહર ‘આંખ મારે’ ગીત પર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોની સાથે કેપ્શનમાં કરણ જૌહર લખે છે કે, ‘અમે અમારા દિવસની શરુઆત એક ડાંસ પર્ફોમન્સની સાથે કરી છે. મને ડાંસ ફ્લોર પર લઈ જતા જોવો.’

 

View this post on Instagram

 

Ok I have a new name now! #lockdownwiththejohars 🙈🙈🙈

A post shared by Karan Johar (@karanjohar) on

કરણ જૌહર દ્વારા શેર કરવામાં આવેલ આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. કરણ જૌહરના આ વિડીયો પર બધા બોલીવુડના સેલેબ્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ પોતપોતાના રીએક્શન આપી રહ્યા છે. કરણ જૌહર દ્વારા શેર કરવામાં આવેલ આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કરણના આ વિડીયોમાં કરણની માં હીરુ જૌહર પણ બાળકોની સાથે ડાંસ કરતા જોવા મળી રહી છે.

image source

ખાસ વાત એ છે કે, આવું પહેલી વાર નથી થયું કે, જયારે કરણ જૌહરએ પોતાના જોડિયા બાળકો યશ જૌહર અને રુહી જૌહરનો કોઈ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, ઉપરાંત કરણ જૌહર આવા પ્રકારના વિડીયો મોટાભાગે પોતાના ફેંસની સાથે શેર કરતા રહે છે. જોવા જઈએ તો હાલના દિવસોમાં કરણ જૌહરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંને બાળકોના વિડીયોથી ભરેલું છે. કરણ જૌહરના જોડિયા બાળકોના વિડિયોઝને સેલેબ્સ અને ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

Source: amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ