કરમદાનું મીઠું અથાણું – જમવામાં ટેસ્ટી એવું આ અથાણું ઘણા મહિનાઓ સુધી ખરાબ નથી થતું, તો ક્યારે બનાવો છો ???

કરમદાનું મીઠું અથાણું

કરમદા નું મીઠું અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.. તેમજ તેને મહિના સુધી સ્ટોર કરી શકાય છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી તેમજ ખૂબ જ ઓછા સમય માં બનતું અથાણું છે. કરમદા નું માત્ર અથાણું જ નહીં પરંતુ કાચા કરમદા બાળકો ને ખૂબ જ ભાવે છ. કરમદા ખાવા માં ખાટા લાગે છે..

કરમદા ના ફાયદાઓ:

કરમદામાં ખૂબ જ સારા પ્રમાણ માં વિટામિન C આવેલું હોય છે.

કરમદા ખાવા થી ભૂખ લાગે છે. જેમને પણ ભૂખ ના લાગતી હોય અને ભૂખ લાગવાની દવાઓ લેવી પડતી હોય તેના માટે કરમદા ખૂબ જ ફાયદારૂપ બને છે.

કરમદા માં હિમોગ્લોબિંગ સારી માત્રા માં રાહેલું હોય છે.

કરમદા થી કેટલી વસ્તુઓ બનાવી શકાય છે. અથાણું, ચટણી, જામ, જેલી...

સામગ્રી:

  • 50 ગ્રામ કરમદા,
  • 1 ચમચો ગોળ,
  • ½ ચમચી નમક,
  • ½ ચમચી હળદળ,
  • 1 ચમચી મરચું પાઉડર,
  • 1 ચમચી ધાણાજીરું.
  • 2 ચમચી તેલ,
  • ½ ચમચી જીરું,
  • 1 લાલ મરચું.
  • 3-4 પાન લીંબડો.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું કરમદા તેના પેહલા તેની દાડખીઓ કાપી અને તેને 10-15 મીનીટ સુધી પાણી માં પલાળી લેવી. જેથી તેનું ચીળ નિકડી જાય.કરમદા પલળી જાય ત્યાર બાદ તેને નિતારી લેવા. ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી તેમાં લીંબડો, જીરું અને લાલ મરચું ઉમેરો અને સાંતડી લો.હવે તેમાં લીલા કરમદા ઉમેરી સાંતડી લો. તેને બધી બાજુ પર ચમચા વડે ચલાવી સાંતડી લેવું.10-15 મિનિટ સુધી ચલાવતા રહો ત્યાર બાદ તેનો કલર પીડાશ પડતો થઈ જસે.ત્યાર બાદ તેમાં મસાલા ઉમેરીશું. નમક, મરચું પાઉડર, હળદળ અને ધાણાજીરું. અને તેને પ્રોપર મિક્સ કરી લો.હવે તેને સરખું સંતાડી લો અને ચમચાં વડે ચલાવતા રહો. અને તેમાં ગોળ ઉમેરો. કરમદા ખાંટા હોવાથી તેમાં ગોળ વધારે ઉમેરવો.હવે તેને ચલાવતા રહો. જેથી ગોળ બેસી ના જાય અને પ્રોપર મિક્સ થઈ જાય.ત્યાર બાદ પેન ને ઢાંકડા કે થાડી વડે ઢાંકી અને 10 મિનિટ સુધી રેહવા દેવું જેથી તેમાં બધા જ મસાલા અને ગોળ મિક્ષ થઈ જસે.કરમદા નું આઠણું બની જ્ઞ બાદ તેને જોઈ લેવું. ચેક કરવા માટે કરમદા ને હાથ વડે ધીમે થી દબાવી ને જોઈ લેવું. કરમદા પોચા પડી જ્ઞ હસે.હવે તેને એક બાઉલ માં કાઢી સેર્વ કરો. તો તૈયાર છે. કરમદા નું અથાણું. જે રોટલી, ભાખરી કે હોય પરોઠા બધા જ જોડે ખૂબ જ સરસ લાગે છે.

નોંધ: આ અથાણાં માં ગોળ ની જગ્યા પર ખાંડ પણ ઉમેરી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી