કરમનદા સંભારો – આ સિઝનમાં એકવાર આ સંભારો બનાવો, રસ, રોટલી ને શાક સાથે ખુબ જ સરસ લાગશે…..

કરમનદા સંભારો

સામગ્રી:-

  • કરમન્દા (૧ વાટકી),
  • તેલ(૩ ચમચી),
  • રાઈ (૧ ચમચી),
  • હિંગ(ચપટી),
  • પાણી(૧/૨ કપ),
  • ગોળ(૩ ચમચી),
  • લાલ મરચું પાવડર (૧ ચમચી).

રીત : 

કરમન્દાનો સંભારો બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં તેલ મૂકવું.ત્યારબાદ તેમાં હિંગ ને રાઈ મૂકી વઘાર કરો…હવે તેમાં કરમન્દા નાખી મિક્સ કરો..થોડું પાણી નાખી ઉકળવા દયો..

કરમન્દા નો કલર બદલાય જાય ત્યા સુધી ચડવા દો..તમે જોશો કે કરમન્દા નો કલર પીળો થાઇ ગ્યો છેહવે તેમાં ગોળ ઉમેરી મિક્સ કરી ૨મી. ચડવા દો…

હવે ઉપર થી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરો ઠંડું થાય પછી એક બાઉલ માં લઈ સર્વ કરો… તો તૈયાર છે એક દમ easily બનતી ટેસ્ટ માં ખાટો મીઠો સ્વાદ વાલો કરમન્દા નો સંભારો..

નોંધ – કરમન્દા ના સંભારા ને કાચ ની બોટલ માં ભરી ફ્રીઝ માં ૬ મહિના સુધી સ્ટોર કરી શકો છો…

રસોઈની રાણી : મયુરી ઉનડકટ ( જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી