કપૂર ખાનદાનનો આ દીકરો પડદા પર રહ્યો સાવ ફ્લોપ, જેમને આજે એક્ટિંગ છોડીને બધાને પાડી દીધા પાછળ

કપૂર ખાનદાનનો એ દીકરો જે પડદા પર થયો ફ્લોપ, આજે એક્ટિંગ છોડીને આ કામથી દુનિયાભરમાં કમાઈ રહ્યો છે નામ.

બોલીવુડમાં કપૂર ખાનદાનનો શરૂઆતથી જ ઘણો રુઆબ છે. પૃથ્વીરાજ કપૂરની ફિલ્મોમાં એન્ટ્રી પછીથી જ આ ખાનદાનના દીકરા ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગની સાથે સાથે પોતાના ગુડ લુકના કારણે પણ હંમેશા ફેમસ રહ્યા છે. પછી ભલે એ ઋષિ હોય, રણધીર હોય, શશી હોય કે પછી શમી કપૂર.

image source

ઋષિ કપૂરના દીકરા રણબીર કપૂર તો પોતાની એક્ટિંગ અને ગુડ લુકસથી બધાને પોતાના દીવાના બનાવી ચુક્યા છે. જો કે શશી કપૂરના દીકરા કરણ કપૂરને ક્યારેય ફેન્સનો સ્પોર્ટ ન મળ્યો. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે શશી કપૂરના દીકરા કરણ વિશે જે ફિલ્મોમાં આવીને પણ હિટ ન થઈ શક્યા.

image source

શશી કપૂરે વર્ષ 1958માં જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા હતા. શશી અને જેનિફરના ત્રણ બાળકો છે કુણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર. શશી બોલિવુડના સુપરહિટ હીરો હતા. એમની એક્ટિંગ અનેં એમનો ચાર્મ બધાને એમના દીવાના બનાવી દેતા હતા. જો કે એમના ત્રણેય બાળકોએ પોતાના માટે અલગ રસ્તો પસંદ કર્યો. એમના દીકરા કરણે ફિલ્મોમાં એન્ટ્રી પણ કરી પણ પોતાના ખાનદાનના બાકી સભ્યોની જેમ એ નામ ન કમાઈ શક્યા અને પછી એમને પોતાની એક અલગ ઓળખ બનાવી.

image source

શશી કપૂરે ઘણા સપના સાથે પોતાના દીકરાને ફિલનોમાં લોન્ચ કરવાનું મન બનાવ્યું હતું પણ કિસ્મતે એમનો સાથ ન આપ્યો. શ્યામ બેનેગલની ફિલ્મ જુનુંનમાં કરણને પોતાની એક્ટિંગ પ્રતિભા બતાવવાનો મોકો પણ મળ્યો પણ કઈ વાત ન બની. જો કે પિતાના સ્ટારડમના દમ પર એમને ફિલ્મો મળતી રહી. ફિલ્મ સલતનત દ્વારા કરણ કપૂરે મનસ્ટ્રીમ સિનેમામાં એન્ટ્રી કરી પણ એ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ

image source

એવું નથી કે કરણ કપૂરનો લુક એકટર જેવો નહોતો પણ એક્ટિંગની બાબતમાં કિસ્મત એમના પર મહેરબાન ન થઈ અને પછી કરણ કપૂરે ફિલ્મો છોડી દીધી. પોતાના ફ્લોપ ક્રિયરના કારણે કરણ કપૂર નિરાશ ન થયા. એમને પોતાની પ્રતિભાને ઓળખી અને ફોટોગ્રાફર બની ગયા. આજે કરણ કપૂરની ગણતરી વિશ્વના નામચીન ફોટોગ્રાફરમાં થાય છે. કરણ પોતાના ફોટાઓનું પ્રદર્શન પણ કરે છે. ટાઈમ એન્ડ ટાઇડના નામથી કરણે ગયા વર્ષે મુંબઈમાં પ્રદર્શન કર્યું હતું. આજે કરણની ફોટોગ્રાફીની ચારેબાજુ ચર્ચા છે.

image source

કરણ કપૂરનું ફિલ્મોમાં ફ્લોપ થવું એ ક્યાંક ને ક્યારે એ વાતને પણ સાબિત કરે છે કે સ્ટાર માતા પિતા હોવાના કારણે ફિલ્મો જરૂર મળી શકી છે પણ હિટ થવા માટે તો દર્શકોનો પ્રેમ મળવો જરૂરી છે. કરણે પણ જલ્દી આ વાતને સમજી લીધી અને પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો. આજે એક ફોટોગ્રાફર તરીકે એ જેટલા સફળ છે એવા એ એકટર તરીકે ક્યારેય સફળ નહોતા થઈ શક્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ