ટૂંક સમયમાં ફરી શરૂ થશે ધ કપિલ શર્મા શો, આ ખાસ જોડીનો જામશે રંગ, જાણી લો કોની થશે એન્ટ્રી

દેશભરમાં લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેમનો રાહ જોવાનો સમય પૂરો થવાનો છે. ફેબ્રુઆરીમાં તેનો શો અચાનક બંધ થતાં ચાહકો ખૂબ નિરાશ થયા હતા. ‘કપિલ શર્મા શો’ ટૂંક સમયમાં પ્રસારણમાં આવનાર છે. કપિલ શર્મા થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર તેના શોની ટીમની 3 તસવીરો શેર કરી છે. તેમણે આ ફોટોના કેપ્શનમાં લખ્યું- ‘બધા જૂના ચહેરાઓ સાથે નવી શરૂઆત’. આ પછી, તેણે હેશટેગમાં બ્લેશિંગ્સ, ગ્રેટિટ્યૂડ અને કમિંગ સૂન લખ્યું છે.

image soucre

કપિલ શર્મા સાથે શોના જૂના કલાકારો ભારતી સિંહ, કિકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને કૃષ્ણ અભિષેક પણ પહેલાની જેમ આ શોમાં રહેશે. આ સિવાય સુદેશ લહિરી પણ આ તલવીરમાં જોવા મળે છે. કપિલ શર્મા પહેલા સુદેશ સાથે કામ કરી ચૂક્યો છે અને કૃષ્ણ સાથે સુદેશની બોન્ડિંગ કોણ ભૂલી શકે

image soucre

. તો કપિલ શર્માએ શેર કરેલી આ નવીનતમ તસ્વીરો સાબિત કરી રહી છે કે આ વખતે કપિલ શર્મા શો કોમેડી સર્કસના રિયૂનિયન સાથે પરત ફરી રહ્યો છે. આ શોને નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ધ કપિલ શર્મા શો’ 21 ઓગસ્ટથી ટીવી પર શરૂ થવા જઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

રસપ્રદ વાત એ છે કે કોમેડી સર્કસમાં અર્ચના સિંહ પણ જજની ભૂમિકામાં જોવા મળી હતી અને ધ કપિલ શર્મા શોમાં તે એક ખાસ ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે. ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે અર્ચના સિંહ ધ કપિલ શર્મા શોમાં ભાગ નહીં લે. પરંતુ થોડા સમય પહેલા અભિનેત્રીએ આ અફવાઓને નકારી હતી અને ચાહકોને ખાતરી આપી હતી કે તે ચાહકો સાથે જોડાયેલી રહેશે.

image source

હાસ્ય કલાકાર કપિલ શર્મા શોના ચાહકો દેશના ખુણે ખૂણામાં ફેલાયેલા છે. કપિલ શર્માએ પણ પોતાની મહેનતથી ચાહકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તેનો શો દર વીકએન્ડમાં લોકોને હસાવવાનું કામ કરી રહ્યો હતો. કપિલ શર્માએ આ સિઝનમાં તેની ફીમાં ઘણો વધારો કર્યો છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલ શર્મા ગત સીઝન સુધી શોના હોસ્ટિંગ માટે એપિસોડ દીઠ 30 લાખ રૂપિયા વસૂલતો હતો. હવે તેણે એક એપિસોડ માટેની તેની ફી વધારીને 50 લાખ કરી દીધી છે. બીજા શબ્દોમાં કહીએ તો પહેલાં કપિલ એક અઠવાડિયા માટે 60 લાખ રૂપિયા લેતો હતો, હવે તે એક અઠવાડિયા માટે 1 કરોડ રૂપિયા લેશે. આ શો ઘણા સમયથી શનિવાર અને રવિવારે અઠવાડિયાના 2 દિવસ દર્શકોને હસાવતો રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong