જલ્સા કરોને જેંતીલાલ

કપિલ શર્માએ ઉજવ્યો જીવનનો પહેલો Daughter’s દિવસ, શેર કરી દીકરીની ક્યૂટ તસવીરો…

ભારતમાં એવું ભાગ્યે જ બને કે કોઈ લોકો કપલિ શર્મા શોને ન જાણતા હોય. લોકોની એક કલાક કપિલે બૂક કરી લીધી એવું કહીએ તો કંઈ ખોટું ન પડે. ત્યારે ડોટર્સ ડે ના રોજ કપિલે પોતાની દીકરી સાથે ફોટો શેર કર્યો હતો અને દીકરીને કહ્યું હતું કે તારો ખુબ આભાર કે અમારા પરિવારને વધારે અને વધારે સુંદર બનાવ્યો. ત્યારે કપિલે આા પોસ્ટ ફેસબુક પર કરી હતી અને લોકોએ લાઈક્સ તેમજ કોમેન્ટોનો વરસાદ વરસાવ્યો હતો. લોકોએ કોમેન્ટમાં પોતાની દીકરી સાથેના ફોટો પણ અપલોડ કર્યા હતા.

આ જ વર્ષે કપિલે શેર કર્યો હતો પુત્રીનો ફોટો

 

કોમેડીનો બાદશાહ કપિલ શર્માએ પોતાની શૈલીથી લોકોને ખૂબ હસાવ્યા છે. કપિલ શર્મા સોશિયલ મીડિયા પર પણ એટલો જ એક્ટિવ રહે છે. આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં કપિલ શર્માના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે તેની પુત્રીને ખોળામાં લઇને જોવા મળી રહ્યો હતો.

image source

કપિલ શર્માના આ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. ખાસ વાત એ છે કે ફોટોમાં કપિલ શર્માની દીકરી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી, સાથે જ ફોટોમાં પિતા-પુત્રી બંને એકબીજાને જોઈ રહ્યા હોય એ રીતે પોજ આપ્યો હતો.

image source

કપિલ શર્માની આ તસવીરો તેના ફેનપેજ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી. આ ફોટો કોમેડી કિંગની માતાના જન્મદિવસની ઉજવણીનો હતો, જેમાં દરેક લોકો જન્મદિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા, જ્યારે કપિલ શર્મા તેની નાની દીકરીને ખોળામાં લઈને રમાડી રહ્યો હતો. ફોટો ઉપરાંત કપિલ શર્માનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. તો આ રીતે કપિલ શર્મા તેની દીકરી સાથે અવાર નવાર ફોટો શેર કરતો રહે છે.

ડિસેમ્બર 2019માં બન્યો હતો પિતા

કોમેડિયન અને એક્ટર કપિલ શર્માના ઘરે 10 ડિસેમ્બર 2019ના રોજ દીકરીનો જન્મ થયો હતો. અને કપિલ તથા ગિન્ની માતા-પિતા બની ગયા હતા. કપિલ શર્માએ પોતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. કપિલ ટ્વિટ કર્યું છે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને બધાના આશિષની જરૂર છે.

image source

કપિલની આ ટ્વિટ પછી તેને શુભેચ્છાના સંદેશ મળી રહ્યા હતા. કપિલ અને ગિન્નીના લગ્ન ગયા વર્ષે 2018ના ડિસેમ્બરમાં જ થયા હતા. થોડા સમય પહેલાં કપિલે બેબી શાવર પાર્ટી પણ રાખી હતી. કપિલ અને ગિન્ની બેબીમૂન માટે કેનેડા પણ ગયા હતા.

આ છે કપિલ શર્માની સંઘર્ષ કહાની

કપિલ શર્મા વર્તમાનમાં ભારતનો નંબર 1 કોમેડિયન છે. પરંતુ કપિલે આટલી સફળતા અને લોકપ્રિયતા મેળવવા માટે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. 2 એપ્રિલ 1981ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલા કપિલનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. કપિલના પિતા પોલીસમાં હતા. જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે કપિલના ઘરની આર્થિક સ્થિતિ હચમચી ઉઠી હતી. એક સમય એવો પણ હતો જ્યારે કપિલ ટેલિફોન બૂથ પર કામ કરતો હતો. કપિલ શરૂઆતમાં ગાયક બનવા માંગતો હતો, હાસ્ય કલાકાર નહીં. જો કે, તેમના નસીબથી તેમને આવી તકો મળી કે તે ગાયક કરતાં દેશના શ્રેષ્ઠ કોમેડિયન બની ગયો હતો, અને આજે એ કયા લેવલ પર છે તે સૌ કોઈ જાણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version