જલ્સા કરોને જેંતીલાલ

કપિલ શર્માનો ગુસ્સો કાબુ બહાર ગયો, આ કારણે કેમેરામેનને આપી દીધી ગાળ, બોડીગાર્ડે કહ્યું-એ ભાઈ વીડિયો ડિલીટ કરી નાંખજે

કોમેડિયન કપિલ શર્મા હાલમાં ભારે ચર્ચાઈ રહ્યો છે. જો કે આમ પણ કપિલ અને વિવાદ બન્ને સમાનાર્થી કહીએ તો પણ એમાં ખોટું ના પડે. કારણ કે તેના વિવાદના રેકોર્ડ જ એટલા છે. પણ હાલમાં જે વિવાદ સામે આવ્યો એમાં એણે ફરીથી પોતાની જીભ પરનો કાબૂ ગુમાવ્યો છે અને મનફાવે તેની ગાળો ભાંડી છે. તે હાલમાં જ બીજી વખત પિતા બન્યો છે.

પરંતુ સોમવારે કપિલને મુંબઇ એરપોર્ટ પર વ્હીલચેર પર સ્પોટ કરવામાં આવ્યો હતો. કપિલની તબિયત સારી નથી એવું લાગી રહ્યું છે, જો કે તેને શું થયું તે જાણી શકાયું નથી. પરંતુ એરપોર્ટ પર મીડિયા કેમેરા જોઈ કપિલ પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. કેમેરામેનને તેનાથી દૂર રહેવાનું કહ્યું અને કપિલે તેને ગાળો પણ આપી હતી.

image source

તે જ સમયે કપિલના મેનેજર મીડિયા ફોટોગ્રાફરોને તેની હાલત જોવા અને અપશબ્દો બોલતો વીડિયો કાઢી નાખવા માટે કહેતો જોવા મળ્યો હતો. કેમેરામેન વીરેન્દ્ર ચાવલાએ કપિલનો વીડિયો શેર કર્યો છે અને એરપોર્ટ પર આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. હવે કપિલ શર્મા પર તેના ફેન્સ પણ ફિટકાર વરસાવી રહ્યા છે અને તેની આ હરકત પર થૂંકી રહ્યાં છે.

image source

વીરેન્દ્ર ચાવલાએ તેમની પોસ્ટમાં લખ્યું છે કે, જ્યારે અમે કપિલનો ફોટો લેવા આગળ વધ્યા ત્યારે તેમના બોડીગાર્ડએ અમને ટકોર મારી હતી. ફોટોગ્રાફરોએ કહ્યું કે,કપિલ સાથે વાત કરવા માંગે છે. તો કપિલે જાતે જ ફોટોગ્રાફરોને દૂર રહેવાનું કહ્યું હતું. કપિલના આ ગુસ્સાનો હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પણ હવે લાગી રહ્યું છે કે કપિલ શર્માનો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. આ પહેલાં પણ કપિલે આ રીતે એક ન્યૂઝ મીડિયા કર્મીને ગાળો આપી હતી. મળતી માહિતી પ્રમાણે તેમણે સ્પોટબોયના એડિટર વિક્કી લાલવાનીને ફોન પર ગંદી ગાળો આપી હતી.

કપિલ અને વિક્કી વચ્ચે થયેલી વાતચિતની ટેપ પણ રિલીઝ કરી હતી. જેમાં કપિલ વિક્કી અને તેની દિકરીને અપશબ્દ કહેતો સાંભળવા મળી રહ્યો હતો. કપિલ શર્માએ ફોન પર એવી એવી ગાળો આપી છે કે જે લખી પણ ન શકાય. કપિલે કહ્યું તારી દિકરી મારી સાથે સુવા માગે છે.

image source

વધારે વિગતે વાત કરીએ તો કપિલે વિક્કીને ગાળો આપતા કહ્યું કે તેઓ તેના વિરૂદ્ધ ખોટી ખબરો છાપે છે. અને કપિલે એડિટર પર આરોપ લગાવ્યો છે કે તેઓ પૈસા માટે આવી અફવાઓ છાપે છે. કપિલે આટલું જ નહિં પરંતુ એડિટરના માતા અને બહેન વિરૂદ્ધ પણ ગંદી ગંદી ગાળો આપી હતી. અને કહ્યું કે એવુ લખને કે તારી દિકરી મારી સાથે સુવા માગે છે. અને પોતાની દિકરીને વેંચીને રઈસ બની જા.

image source

કપિલ શર્માના ટ્વિટર હેન્ડલ પરથી ગાળોનો વરસાદ પણ થયો. જેમાં તેને એવું લખ્યું હતું કે જે પણ લખું છું તે દિલથી લખુ છું. શુક્રવારે અચનાક કપિલ શર્માના ટ્વિટર હેન્ડલ પરથી એક પછી એક ટ્વીટ થવા માંડ્યા જેમાં મીડિયાને ગંદી ગાળો આપવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version