કપિલ શર્માએ શેર કરેલી તેની દીકરીની આ તસવીર પરથી નહિં હટે તમારી નજર, એટલી સુપર છે આ તસવીર

કપિલ શર્માએ શેર કરેલી તેની દીકરીની આ તસવીર પરથી નહિં હટે તમારી નજર, એટલી સુપર છે આ તસવીર

image source

કપિલ શર્માએ દીકરીની પ્રથમ તસ્વીર કરી શેર, સંસ્કૃતમાં રાખ્યું નામ

કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથે તાજેતરમાં જ એક વાહલુડી દીકરીને જન્મ આપ્યો છે. કપીલની લાડકી ઢીંગલીની તસ્વીરની એક ઝલક જોવા તેના ફેન્સ છેલ્લા ઘણા સમયથી આતુર હતા.

કપીલે પોતીને ત્યાં દીકરીના જન્મની જાહેરાત તો વહેલી સવારે પોતાના ટ્વીટર અકાઉન્ટથી કરી દીધી હતી પણ હજુ સુધી તેની તસ્વીર શેર નહોતી કરી અને માટે જ લોકો તેની તસ્વીર જોવા આતુર હતા.

પણ તાજેતરમાં તેણે પહેલીવાર પોતાની દીકરી સાથેની તસ્વીર શેર કરી છે અને તેની સાથે સાથે તેણીનું નામ પણ જાહેર કર્યું છે. કપીલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરીની બે સુંદર તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરમાં કપિલ પોતાની પત્ની ગિન્ની અને દીકરી સાથે જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

તસ્વીરમાં તમે જોઈ શકો છો કે કપિલે પોતાની દીકરીને ખોળામાં લીધી છે અને તેને વહાલભરી નજરે જોઈ રહ્યો છે. તેણે આ તસ્વીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, ‘અમારા હૃદયના ટુકડાને મળો, અનાયરા શર્મા’ હા કપીલે પોતાની દીકરીનું નામ રાખ્યું છે અનાયરા.

તમને જણાવી દઈએ કે અનાયરા નામનો અર્થ થાય આનંદ (હેપીનેસ). આ એક સંસ્કૃત શબ્દ છે. અને તેના નામ પ્રમાણે જ અનાયરા કપીલ અને ગિન્નીના જીવનમાં આનંદ લઈને આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

તો બીજી તસ્વીરમાં તેણે પોતાની દીકરીની સોલો તસ્વીર શેર કરી છે. બાળકીએ સુંદર વ્હાઇટ સ્ટાર પ્રિન્ટેડ વસ્ત્રો પહેર્યા છે અને સાથે કેપ પણ પહેરી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કપીલની આ તસ્વીરને 21 લાખ કરતાં પણ વધારે વાર પસંદ કરવામાં આવી છે.

આ તસ્વિર પર ઘણી સેલિબ્રિટિએ કમેન્ટ કરી છે. કપીલની સાથી કલાકાર અર્ચના પુરણ સિંહે. દીકરીને આશિર્વાદ આપ્યા છે અને તેણીના નામના વખાણ કરતાં તેણીને સુંદર ગણાવી છે. અને વહાલ ભર્યા ઇમોજીઝ પણ શેર કર્યા છે.

image source

તો વળી જાણીતી ગાયિકા નેહા કક્કરે પણ તેણીને સુંદર ગણાવી છે. અને નજર ન લાગે તે માટે ઇંગ્લીશમાં ‘ટચવૂડ!’ પણ લખ્યું છે અને તેણી તેને નજીકના જ સમયમાં જોવા જશે તેવું પણ લખ્યું છે.

તો રણવીર સિંઘે પણ હાર્ટ ઇમોજીઝ તેમજ ‘ઓયે યાર કપલ..’ કરીને કમેન્ટ કરી છે. આ ઉપરાંત કેટલીક ટેલિવિઝન સેલિબ્રિટીએ પણ તેણીની દીકરીને હાર્ટ ઇમોજીઝ સાથે વહાલ આપ્યું છે.

image source

તમને જણાવી દઈ કે કપિલશર્માએ 12 ડિસેમ્બર 2018ના રોજ જલંધરમાં લગ્ન કર્યા હતા. અને તેમના લગ્નની પ્રથમ એનિવર્સરી પહેલાં જ એટલે કે 10 ડિસેમ્બર 2019ના રોજ દીકરીનો જન્મ થયો હતો.

અને તે દિવસે તેણે વહેલી સવારે ટ્વીટ કરીને પોતાની દીકરીના જન્મની જાહેરાત કરી હતી અને પોતાને ત્યાં દીકરીના જન્મથી તે ધન્ય થઈ ગયો હતો તેવું પણ તેણે લખ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ