જલ્સા કરોને જેંતીલાલ

કપિલ શર્માની સ્ટાર કીડ્સ સાથેની તસ્વીર થઈ રહી છે વાયરલ, ઓળખો છો તમે?

કપીલ શર્માની સ્ટાર કીડની સાથેની તસ્વીર થઈ રહી છે વાયરલ – શું તમે ઓળખી શકો છો આ સ્ટાર કીડ ને ?

image source

કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસના લૉકડાઉનને લંબાવીને 3જી મે સુધી કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર દેશના લોકો કે જેઓ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા નથી તેમને ઘરે જ રહેવાનો વારો આવ્યો છે. જેમાં બોલીવૂડ સ્ટાર્સ કે પછી ટેલીવીઝન સેલેબ્રીટીઝનો પણ સમાવેશ થઈ જાય છે. અને આ દરમિયાન આ સેલેબ્રીટીઝ સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે. થ્રો બેક થર્સડે વિષે તો તમે જાણતા જ હશો. આ દિવસે લોકો પોતાની જૂની તસ્વીરો શેર કરતા હોય છે. સેલેબ્રીટીઝ પણ કરે છે. તાજેતરમાં કોમેડિયન કપિલ શર્માનીએ એક જૂની તસ્વીર વાયરલ થઈ રહી છે.

આ તસ્વીર એટલા માટે વાયરલ થઈ રહી છે કારણ કે તેમાં એક સ્ટારકીડ પણ છે. આ તસ્વીર સૈફ અલીના દીકરા ઇબ્રાહિમ અલી ખાન પટૌડીના ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવી છે. આ તસ્વીર તેની કિશોરાવસ્થા દરમિયાનની હોય તેવું લાગી રહ્યું છે. આ તસ્વિર કોમેડી નાઇટ્સ વિથ કપિલના સેટ પર લેવામાં આવી હતી. ઇબ્રાહીમ સાથે તેનો એક મિત્ર પણ તસ્વીરમાં છે. આ શોનું પ્રસારણ 2013થી 2016 દરમિયાન કરવામાં આવતું હતું.

સૈફ અલીનો દીકરો હજુ ફિલ્મોમા આવ્યો પણ નથી કે તેના ફેન્સ પણ બહોળી સંખ્યામાં વધી રહ્યા છે. ઇબ્રાહીમ અલી પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ધરાવે છે. જેના પર તે અવારનવાર તસ્વીરો શેર કરતો રહે છે. તમને જણાવી દઈએ કે તેણે પોતાનો અભ્યાસ યુ.કેમાં કર્યો છે અને તેને ફૂટબોલ રવાનો પણ શોખ છે. થોડા સમય પહેલાં તેણે ફૂટબોલ જર્સીમાં પોતાના મિત્ર સાથેની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

ઇબ્રાહીમ અલી ખાનમાં તેના પિતાની ઝલક સ્પષ્ટ પણે જોઈ શકાય છે. અને તે બોલીવૂડમાં આવવાની તૈયારી પણ કરી રહ્યો છે તેવું લાગી રહ્યું કારણ કે તેણે પણ અન્ય બોલીવૂડ સ્ટાર્સની જેમ આકર્ષક બોડી બનાવી છે.

સામાન્ય રીતે તો ઇબ્રાહીમ જાહેરમાં બહુ જોવા નથી મળતો પણ તેની બહેન એટલે કે નવોદીત સ્ટાર સારા અલી ખાન પોતાન ભાઈ તેમજે માતા સાથેની તસ્વીરો તેમજ વિડિયો અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે. તે જોઈને કોઈને પણ આ બન્ને ભાઈ – બહેન વચ્ચેના ઉંડાં બોન્ડીંગનો ખ્યાલ આવી જાય છે.

તાજેતરમાં સારા અલિ ખાને પોતાની માતા અને ભાઈ સાથેની એક વિડિયો શેર કરી છે જેમાં કોણ સૌથી વધારે પોપ્યુલર છે, કોણે શાળામાં સૌથી વધારે ગ્રેડ લાવ્યા હતા, કોણ સૌથી વધારે ક્રિઝી છે, વિગેરે પ્રશ્નોના જવાબ તેમણે આપ્યા હતા. હાલ સોશિયલ મિડિયા પર આ પ્રકારની વિડિયો અપલોડ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં જાહ્નવી કપૂર અને તેની બહેન ખૂશી કપૂરે પણ આ પ્રકારની વિડિયો શેર કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version