જલ્સા કરોને જેંતીલાલ

કપિલ શર્માની દીકરી ફોઇના ખોળામાં બેસીને કરવા લાગી ખીલખીલાટ, જોઇ લો સુપર ક્યૂટ તસવીરો

કપિલ શર્માની લાડકી દીકરીની તસ્વીરો થઈ વાયરલ – ફોઈના ખોળામાં ખીલખીલાટ કરતી જોવા મળી અનાયરા

image source

કોમેડિયન કપિલ શર્મા થોડા સમય પહેલાં જ એક દીકરીનો પિતા બન્યો છે. તેણે તેના સમાચાર પણ વહેલી સવારે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા પોતાના ફેન્સને આપ્યા હતા. અને તે માટે તેને ઢગલાબંધ શુભેચ્છાઓ પણ ફેન્સ તેમજ તેના સાથી કલાકારો તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો દ્વારા પાઠવવામાં આવી હતી.

image source

કપિલે પોતાની લાડકીનું નામ અનાયરા રાખ્યું છે. જો કે તે પોતાની દીકરીની વધારે તસ્વીરો શેર નથી કરતો પણ તેની દીકરીને રમાડવા અત્યાર સુધીમાં ઘણા બધા સ્ટાર્સ પહોચી ગયા છે. સ્ટાર કીડ્સની ટોળકીમાં હવે કપીલની અનાયરાનો પણ સમાવેશ થઈ ગયો છે અને તેની એક ઝલક જોવા ફેન્સ આતુર રહે છે. તેની પ્રથમ તસ્વીરો જ્યારે સોશિયલ મિડિયા પર શેર થઈ તે વખતે તે ખૂબ વાયરલ થઈ હતી.

image source

હવે ફરી એકવાર કપીલની લાડકીની તસ્વીરો સોશિયલ મિડયા પર વાયરલ થઈ રહી છે. કપિલની દીકરીને રિયા તિવારીએ પોતાના ખોલામાં લીધી છે. આ તસ્વીરોમાં અનાયરા અત્યંત ક્યૂટ લાગી રહી છે. અનાયરાએ ચેક્સનું શર્ટ અને ગુલાબી રંગની લેંઘી પહેરી છે. અને પગમાં સુંદર ફ્લાવરવાળા સૉક્સ પહેર્યા છે. અને સુંદર મજાની હેર બેન્ડ પણ પહેરી છે. તમને જણાવી દઈએ કે રિયા તિવારી કપિલને પોતાનો ભાઈ માને છે. તે કપિલના શોમાં પણ ઘણીવાર આવી ગઈ છે. કપિલના સેટ પરથી રિયાએ ઘણી બધી તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

image source

રિયાએ કપિલની દીકરી અનાયરા સાથેની જે તસ્વીરો શેર કરી છે તેમાં તેણીએ કેપ્શન લખ્યું છે – ‘મારી નાનકડી અનાયરા. તને ખૂબ ખૂબ પ્રેમ બેબી. કપિલ ભાઈ અને ગિન્ની ભાભીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’

આ પહેલાં સિંગર રુચા શર્મા અને સુદેશ લહેરી પણ કપિલની દીકરીને રમાડવા પહોંચી ગયા હતા. તે દરમિયાનની પણ કેટલીક તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી.

કપિલે દેશને અવ્વલ દરજાનો કોમેડિયન માનવામાં આવે છે. તેની પત્ની ગિન્ની ચતરથે થોડા સમય પહેલાં જ સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. કપિલે પોતે પણ થોડા સમય પહેલાં દીકરી અને પત્ની સાથેની પોતાની કેટલીક તસ્વીરો શેર કરી હતી અને તે વખતે તેણે પોતાની દીકરીના નામનો ખુલાસો કર્યો હતો. કપિલે તસ્વીર શેર કરતાં લખ્યું હતું, ‘મળો અમારા કાળજાના કટકા ‘અનાયરા’ શર્મા ને.’

image source

કપિલ શર્મા અને ગિન્ની ચતરથે 12મી ડિસેમ્બર 2018ના રોજ જાલંધરમાં લગ્ન કર્યા હતા. જો કે તેણે મુંબઈ ખાતે લગ્નની રિસેપ્શન પાર્ટી આપી હતી. લગ્નને એક વર્ષ થાય તેના બે જ દિવસ પહેલાં 10 ડિસેમ્બર 2019ના રોજ ગિન્નીએ બાળકીને જન્મ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version