કપિલ અને ગિન્ની વિદેશમાં માણી રહ્યાં છે, બેબીમૂન… લાગે છે, હવે શરૂ થશે નવો ટ્રેન્ડ…

લો, આ નવું આવ્યું ! સોશિયલ મીડિયામાં તેના ગિટાર વગાડતા અને સાંજના સમયે હાથ પકડીને વોક કરતા વિડીયોઝ અને ફોટોઝ થયા વાઈરલ, ફેન્સે કહ્યું માણી રહ્યાં છે, બેબીમૂન… કપિલ અને ગિન્ની વિદેશમાં માણી રહ્યાં છે, બેબીમૂન… લાગે છે, હવે શરૂ થશે નવો ટ્રેન્ડ…


કોમેડી કિંગનું બિરુદ લઈને સૌને પેટ પકડીને હસાવી લેતો કપિલ આજકાલ એક જવાબદારીવાળા પતિ તરીકે સગર્ભા પત્નીની ખૂબ જ કાળજી લેતો દેખાઈ રહ્યો છે. હાલ, થોડા સમય પહેલાં જ તેની પત્ની ગિન્નીએ સારા સમાચાર આપ્યાનું સાંભળવા મળ્યું હતું ત્યારે કોઈ સત્તાવાર જાહેરાત નહોતી થઈ. હાલ, કપિલના ઓફિશીલ ઇન્સ્ટાગ્રામ ઉપર તેમના રોમાન્ટિક પોઝમાં એકબીજાનો હાથ ઝાલીને ચાલતા હોય તેવો ફોટો અને ગિટાર વગાડતો કપિલનો ફોટો ખૂબ જ શેર અને પસંદ કરાઈ રહ્યો છે. તેમના ફેન્સ કપિલના આ અંદાઝના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. પ્રેગનેન્સી વખતે બેબી શાવર એટલે કે સીમંતના પ્રસંગનો તો રિવાજ હવે એક પાર્ટીની જેમ સૌ કોઈ મનાવવાનો ટ્રેન્ડ છે જ, પરંતુ ખુશ રહેવા માટે અને કોઈ અલગ પ્રકારનો માહોલ માણવા માટે બેબીમૂન પણ એક નવો ટેન્ડ બની રહેશે એવું લાગે છે.


હજુ તો તેમણે વર્ષ ૨૦૧૮ની ડિસેમ્બરમાં પ્રભુતામાં પગલાં માંડ્યા. એટલે કે લગ્ન કર્યા તો હવે હનિમૂન બાદ ખૂબ જલ્દી બેબીમૂન માણવાનો પણ આ કપલે સમય કાઢી લીધો છે. કહેવાય છે કે દરેકના બધા દિવસો સરખા નથી હોતા તેમ જ દરેકના સારા દિવસો આવે જ છે અને ખરાબ સમય પણ જલ્દી જ નીકળી જાય છે.

એક સમયે ગિન્નીએ કપિલને કપરા સમયમાં આપ્યો હતો ખૂબ જ સાથ…


કપિલ જ્યારે કોમેડી શો જીતીને સેલિબ્રિટીનો દરજ્જો મેળવી ચૂક્યો હતો ત્યારે ગિન્ની રીયાલીટી શો માટે ઓડિશનમાં જજ તરીકે કપિલ સાથે મુલાકાત થઈ હતી. એ પછી તેમની ઓળખાણ ફેન્ડશીપમાં ફેરવાઈ અને ઘણાં સમય બાદ તેઓ પ્રેમ સંબંધે બંધાયા હતાં. એ અવસરમાં કપિલના કેરિયરમાં ઘણાં ઉતાર – ચડાવ આવ્યા ત્યારે ગિન્નીએ તેને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. ગિન્ની કપિલના ડિપ્રેસનના સમયમાં ખૂબ જ સાથ આપ્યો હતો. ત્યારે તેમણે લગ્ન સંબંધે બંધાવવાનું નક્કી કર્યું હતું.

મે મહિનામાં આવ્યા હતા ખુશ ખબર…


કપિલનો નવો શો અને તેના લગ્ન બંને ખુશી એક સાથે જ તેના જીવનમાં ગત ડિસેમ્બરમાં આવી. તેનો શો લાંબી રાહ જોવરાવ્યા બાદ હિટ થતો ગયો અને ટોપ ફાઈવ ટી.આર.પી. લીસ્ટમાં પણ આવી ગયો. એવા જ સમયે તેના ફેન્સ લોકોને નવા ખુશ ખબર મળ્યા હતા. મેં મહિનાના અંતમાં તેના અંગત મિત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ગિન્ની પ્રેગનેન્ટ છે અને તે સમાચાર બાદ કપિલ અને તેનો આખો સ્ટાફ અને મિત્રો ગિન્નીની શોના સેટ ઉપર અને ઘરમાં પણ ખૂબ જ ખ્યાલ રાખવા લાગ્યા હતા.

કપિલ અને ગિન્ની કેનેડામાં માણી રહ્યાં છે બંને બેબીમૂન…


કેનેડાના કોલંબિયામાં ખુશનુમા વાતાવરણમાં બંનેની એક તસ્વીર ખૂબ વાઈરલ થઈ રહી છે. જે કપિલના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી શેર કરાઈ છે. જેમાં લખ્યું છે, “યુ એન્ડ આઈ, ઇન ધીસ બ્યુટીફૂલ વર્લ્ડ.” તેઓ બેબીમૂન મનાવવા ખાસ વિદેશ ફરવા ગયાં છે. આ તસ્વીરમાં તેઓ હાથમાં હાથ નાખીને ચાલતાં દેખાઈ રહ્યાં છે. આ કપલ ખૂબ જ ક્યુટ લાગી રહ્યું છે એકબીજા સાથે.

ગિટારના સૂર છેડ્યા કપિલે…


કેનેડામાં રોમાંટિક અંદાઝમાં બેબીમૂન માણી રહેલાં કપિલ અને ગિન્ની એકબીજાં સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે. ત્યારે કપિલે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગિટાર વગાડી રહ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, “ગિટાર સૂરમાં નથી વાગી રહ્યું, પણ મને આ સૂર ગમે છે!” ગર્ભવતી પત્નીને ખુશ કરવા માટે એક રીતે ફ્લર્ટી તરીકે જાણીતો કપિલ આવા અંદાઝમાં પણ જોવા મળે તે તેના ફેન્સ માટે વધારે મજાની વાત થઈ.

બેબીમૂન નવો ટ્રેન્ડ થશે શરૂ…


પતિ – પત્ની વચ્ચેનો આ સમય ખૂબ સુંદર અનુભવોવાળો હોય જ્યારે પહેલીવાર પત્ની માતા બનવાની હોય. એકબીજાની સાથે સારો સમય વીતાવવો અને એકબીજાને સમજવું એ ખૂબ જ જરૂરી થઈ જાય છે. આવનાર ભવિષ્યની ચિંતા અને ચર્ચા કરવી, સ્વપ્નો જોવાં પણ ખૂબ આનંદનો સમય બની રહે છે. વ્યસ્ત જીવનમાં દંપતી કોઈ ખુશનુમા વાતાવરણમાં ફરવા જઈ આવે અને સરસ તેમજ યાદગાર સમય વીતાવે, તો આવનાર બાળક ઉપર પણ તેની સકારાત્મક અસર જરૂર થાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ