જલ્સા કરોને જેંતીલાલ

કપિલ દેવ જલદી સાજા થાય એ માટે ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના, જોઇ લો હોસ્પિટલમાં દાખલમાં કપિલ દેવની પહેલી તસવીર

ક્રિકેટર કપિલ દેવની હોસ્પિટલમાં એડમિટ થયા પછી પહેલો ફોટો સામે આવ્યો છે, ફેંસને દુઆઓ અને પ્રાર્થના કરવા માટે બધાને ધન્યવાદ કહ્યું.

ભારત દેશને પ્રથમ વિશ્વ કપ અપાવનાર કેપ્ટન કપિલ દેવના ફેંસ માટે ઘણા રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી સફળ રીતે પૂર્ણ થઈ છે અને આ મહાન ખિલાડી હવે સ્વસ્થ છે. હોસ્પિટલ માંથી કપિલ દેવની પ્રથમ ફોટો પણ સામે આવી છે જેમાં તેઓ એકદમ સ્વસ્થ જોવા મળી રહ્યા છે.

image source

શુક્રવારના રોજ કપિલ દેવને હોસ્પિટલમાં એડમિટ કર્યાની જાણકારી સામે આવી હતી. ત્યાર પછીથી જ કપિલ દેવના સ્વસ્થ થવા માટે તેમના ફેંસ પ્રાર્થના કરવા લાગ્યા છે. કપિલ દેવએ આ બધાની પ્રાર્થનાઓના જવાબ આપતા લખ્યું છે કે, ‘હું હવે સ્વસ્થ છું અને હવે સ્વસ્થ અનુભવ કરી રહ્યો છે. જલ્દીથી સ્વસ્થ થવાના અગ્રસર છું. હું ગોલ્ફ રમવા માટે રાહ નથી જોઈ શકી રહ્યો. આપ બધા મારો પરિવાર છો. ધન્યવાદ.’

આપને જણાવી દઈએ કે, કપિલ દેવને સાઉથ દિલ્લીમાં આવેલ ફોર્ટિસ એસ્કોટસ હોસ્પિટલમાં સફળ તાત્કાલિક કોરોનરી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. હોસ્પિટલ તરફથી શુક્રવારના રોજ એની પુષ્ટિ કરતા કહ્યું છે કે, ૬૧ વર્ષની ઉમર ધરાવતા કપિલ દેવને ગુરુવારના રોજ રાતના સમયે હાર્ટ એટેક આવ્યા પછી એડમિટ કરાવી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા આગળ જણાવતા કહે છે કે, કપિલ દેવનું સ્વાસ્થ્ય હવે સ્થિર છે અને આવનાર થોડાક દિવસોમાં જ તેમને રજા આપી દેવામાં આવશે.

કપિલ દેવના સાથી ખિલાડી ચેતન શર્માએ પૂર્વ ઓલરાઉન્ડરની હોસ્પિટલની ફોટો શેર કરી છે.

સાઉથ દિલ્લીમાં આવેલ ફોર્ટિસ એસ્કોર્ટસ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના નિર્દેશક ડૉ. અતુલ માથુરના જણાવ્યા મુજબ કપિલ દેવને મોડી રાતના ૧ વાગે એડમિટ કરાવવામાં આવ્યા હતા, જ્યાં પછીથી કપિલ દેવની ઈમરજન્સી કોરોનરી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી.

ભારતના સૌથી સફળ ઓલરાઉન્ડર છે કપિલ દેવ.:

કપિલ દેવ પોતાના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવનાર કપિલ દેવને વર્ષ ૧૯૯૪માં ટેસ્ટ ક્રિકેટ માંથી સંન્યાસ લઈ લીધો હતો. કપિલ દેવ ૬ વર્ષ સુધી સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયા હતા. કપિલ દેવ પછી ઇંગ્લેન્ડના કોર્ટની વાલ્શએ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો.

image source

કપિલ દેવની કેપ્ટનશિપ માં જ ભારતએ વર્ષ ૧૯૮૩માં પહેલીવાર વિશ્વ કપ જીત્યા હતા. કપિલ દેવએ ભારત માટે ૧૩૧ ટેસ્ટ મેચ અને ૨૨૫ વન ડે મેચ રમ્યા છે, જેમાં તેમણે ક્રમશઃ ૫૨૪૮ અને ૩૭૮૩ રન બનાવ્યા છે. કપિલ દેવએ એના સિવાય ૨૭૫ પ્રથમ શ્રેણી મેચ અને ૩૧૦ લિસ્ટ- એ મેચ પણ રમ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version