બહુ ઓછા લોકોને ખબર હશે આ વાત… તમે આજ સુધી શું માનતા હતા કેમ આપવામાં આવે છે આ એક્સ્ટ્રા કાપડનો ટુકડો…

ગરમીની મોસમ દસ્તક આપી ચૂકી છે. આવામાં લોકોનું નવુ શોપિંગ લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે. એવું પણ થઈ શકે છે કે, તમે આવતીકાલે જ શોપિંગ કરવા નીકળી પડો. જેમાં ખાસ કરીને કપડાની ખરીદી કરવાની હોય.


કેમ સાચું છે ને. પણ અહીં મુદ્દો શોપિંગ નથી, પરંતુ નવા કપડા સાથે મળનારું કપડાનું એકસ્ટ્રા પીસનો છે.


તમે જ્યારે પણ કોઈ નવો શર્ટ, નવી પેન્ટ, કુર્તો કે ટોપ વગેરે ખરીદો છો, તો તેની સાથે તમને એકસ્ટ્રા બનટની સાથે સાથે તે કપડાનું એક નાનકડું પીસ પણ લગાવેલું મળે છે.


ઘણા લોકો આ કાપડનું પીસ કેમ અપાય છે તે વિશે અજાણ હોય છે. તો કેટલાક એવા તુક્કા લગાવે છે કે, કદાચ જરૂરતના સમયે રફૂ કરવા માટે તે આપવામાં આવે છે. જો તમે આવું વિચારો છો, તો તમે ખોટા છો.


હકીકતમાં, નવા કપડામાં લાગેલુ એકસ્ટ્રા પીસ એટલા માટે આપવામાં આવે છે કે, જેથી તમે તેને ધોઈને એ જાણી શકો કે કાપડ કેવા પ્રકારનું છે.


એટલે કે, ધોવાથી ક્યાંક તેનો રંગ તો નથી નીકળી રહ્યો ને, અથવા તો કાપડને ક્યાંક બ્લીચની જરૂર તો નથી ને. કપડાની સાથે મળનારો એકસ્ટ્રા પીસનો ઉપયોગ કરીને તમે નવા કપડાને ખરાબ થવાથી બચાવી શકો છો.


તો હવે તમને ખબર પડી ગઈ ને કે નવા કપડાની સાથે ફ્રીમાં મળતા એકસ્ટ્રા પીસનું શું કરવાનું છે. તો હવે તેને ફેંકી ન દેતા. હવે બટનનો શું ઉપયોગ એ ના પૂછતાં… થોડો સા.બુ વાપરો…

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ