જલ્સા કરોને જેંતીલાલ

કપાલભાતિ પ્રાણાયામના ફાયદા, નુકશાન અને શું રાખશો તકેદારી જાણવા માટે વાંચો…

લાંબા દિવસનું કામ તમને ઝાંખા અને નિર્જિવ બનાવી મુકે છે. તેમાં પાછો ગરમી અને પ્રદૂષણનો ઉમેરો થાય છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે, તમારી પાસે શાંત જગ્યાએ જઈ પોતાની જાતને પુનઃ જીવંત કરવાનો સમય નથી હોતો. તો પછી તમે જ્યાં છો ત્યાં જ રહીને તમારે તમારી ઊર્જાને ડીટોક્સીફાઈ કરવા માટે તેમજ સંતુલન જાળવવા તમારે શું કરવું જોઈએ ? એક રસ્તો છે, જેને આપણે કપાલભાતી પ્રાણાયામ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો તેને કરવાની રીત તેમજ તેના ફાયદાઓ વિષે આ લેખમાં જાણીએ.

કપાલભાતી પ્રાણાયામ શું છે ?

પ્રાચિન સમયમાં, શ્વસનની આ ટેક્નિકોને લોકોના સ્વસ્થ જીવન માટે શોધવામાં આવી હતી. જેને યોગિક બ્રિથ કહેવામાં આવે છે, અને તે યોગાભ્યાસનું એક મહત્ત્વનું પાસુ પણ છે. કપાલભાતી પ્રાણાયામ તેમાંનું જ એક છે, અને તેનાથી લોકો સદીઓથી સ્વસ્થ તેમજ શુદ્ધ રહેતાં આવ્યા છે.

‘કપાલ’ એટલે કપાળ, ‘ભાતિ’ એટલે ચમકતું, અને ‘પ્રાણાયામ’ એટલે શ્વાસોચ્છ્વાસની ટેક્નિક. કપાલભાતિ પ્રાણાયામ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ચમકતા કપાળ માટેની શ્વાસોચ્છ્વાસની ટેક્નિક. તેનું આ નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે તેના નિયમિત અભ્યાસથી તમારું કપાળ ચમકે છે અને તમારી બુદ્ધિ પણ તેજસ્વિ બને છે.

આ પ્રાણાયામ ખુબ જ સરળ છે તેમ છતાં તેના ફાયદાઓ અદ્ભુત છે. આ એક શત્ ક્રિયા પદ્ધતિ છે જેના દ્વારા ઝેરી વાયુ તમારા શરીરમાંથી બહાર ફેંકાય જાય છે, અને તમારી અંદરનો વાયુ શુદ્ધ બની જાય છે. અને આ શુદ્ધતા સાથે તમને કેટલાક માનસિક તેમજ શારીરિક ફાયદાઓ પણ થાય છે. કપાલભાતિમાં તમારે યોગની અવસ્થામાં બેસવાનું છે અને શ્વાસ લેવાનો હોય છે. યોગ આસન કરતાં વધારે આ આસન શ્વાસોચ્છ્વાસનું છે. ઋષિ પતંજલી દ્વારા સંકલિત કરવામાં આવેલા યોગ શાશ્ત્રમાંના આઠ યોગ અંગોમાંનું આ એક છે. કપાલભાતિનો નિયમિત અભ્યાસ કરવાથી તમારું મન, મસ્તિષ્ક અને શરીર સ્વસ્થ રહે છે.

હવે આપણે કપાલ ભાતિનો વિશિષ્ટ સ્વભાવ તો જાણી ગયા, તો હવે તેને કેવી રીતે કરવું તે જાણીએ.

કપાલભાતિ પ્રાણાયામ કેવી રીતે કરવું

1. યોગ્ય રીતે બેસો

2. વ્યવસ્થિત રીતે શ્વાસ અંદર લો.

3. શ્વાસ બહાર કાઢો

4. શાંત થાઓ

1. યોગ્ય રીતે બેસવું

સુખાસનની સ્થિતિમાં આરામદાયક રીતે બેસવું. તમારી હથેળીઓને તમારા ગોઠણ પર મુકો. એ ધ્યાન રાખો કે હથેળી ઉપરની તરફ રહે. તમારી એકાગ્રતા તેમજ ધ્યાનને તમારા પેટના ભાગ પર નિર્દેશિત કરો.

2. વ્યવસ્થિત રીતે શ્વાસ અંદર લો

તમારા બન્ને નસરકોરા વડે ઊંડો શ્વાસ લો, તમારા બન્ને ફેંફસાને હવાથી ભરી લો. તમારો શ્વાસ ધીમો તેમજ નિયમિત હોવો જોઈએ, હવાના વહેણ અને શ્વાસોચ્છ્વાસ પર ઠંડકથી કેન્દ્રિત થાઓ.

3. ઝડપથી શ્વાસને બહાર કાઢો

તમારા પેટને તમારી પીઠ તરફ ખેંચો. તમારી નાભિને બને તેટલું તમારી કરોડ તરફ લાવો. તમારો જમણો હાથ તમારી નાભિ પર લાવો જેથી કરીને તમે તમારા પેટના સ્નાયુઓના સંકોચનને અનુભવિ શકો. રીલેક્ષ થવા માટે ઝડપથી અંદર લીધેલો શ્વાસ બહાર કાઢો. શ્વાસ બહાર કાઢતી વખતે, એક હીસ.. કરતો અવાજ આવશે. તે સમયે તમને એવું લાગશે કે તમારા શરીરમાંની બધી જ ખરાબી બહાર આવી છે. જેવું તમે તમારા પેટને છુટ્ટું કરશો તમારા ફેફસામાં હવા ભરાઈ જવાનો તમને અનુભવ થશે.

4. શાંત થાઓ

આ રીતે 20 વખત શ્વાસ અંદર લઈ બહાર કાઢવો. આ રીતે કપાલભાતિનો એક રાઉન્ડ પુરો થશે. આ એક રાઉન્ટ પુરો કર્યા બાદ શાંત ચિત્તે સુખાસનની સ્થિતિમાં બેસી રહો, તમારી આંખ બંધ કરો અને તમે તમારા શરીરમાં ઉભી થતી ઉત્તેજનાને અનુભવશો.

કપાલભાતિ પ્રાણાયામના પ્રકારો

ત્રણ પ્રકારના કપાલભાતિ પ્રાણાયામ હોય છે. જે આ પ્રમાણે છેઃ

– વતક્રમા કપાલભાતિ – આપણે હમણા ઉપર જે કપાલભાતિની વાત કરી તે જ આ છે, જેમાં શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા સક્રિય હોય છે અને શ્વાસ અંદર લેવાની ક્રિયા ગૌણ હોય છે.

– વ્યત્ક્રમા કપાલભાતિ – આ પ્રાણાયામમાં તમારે પાણીની અંદર રહી તમારા નસકોરાઓ વડે સુંઘવાનું હોય છે, અને તમારા મોઢા વડે તે શ્વાસ તમારે બહાર કાડવાનો હોય છે એટલે કે તમારા હોઠો વડે તમારે તેને બહાર થુંકવાનો હોય છે.

– શિત્ક્રમા કપાલભાતિ – આ વ્યુત્ક્રમા કપાલભાતિનું ત્તદ્દન વિરુદ્ધ છે, જેમાં તમારે પાણીમાં રહીને મોઢેથી શ્વાસ લેવાનો હોય છે અને નાક વડે શ્વાસ બહાર કાઢવાનો હોય છે.

કપાલભાતિ પ્રાણાયામના ફાયદાઓઃ


– કપાલભાતિ પ્રાણાયામ તમારા શરીરમાં ગરમી ઉભી કરે છે, અને શરીરમાંના ઝેર તેમજ અન્ય કચરાને ઓગાળે છે.

– તે તમારી કીડની તેમજ લીવરની કામગીરીને સુધારે છે.

– તે તમારી આંખનો થાક તેમજ આંખ આસપાસના કાળા કુંડાળા દૂર કરે છે.

– તે તમારું પાચન અને રક્ત પરિભ્રમણ વધારે છે.

– કપાલભાતિ કરવાથી તમારો મેટાબોલિક રેટ વધે છે અને તેના કારણે તમારું વજન પણ ઘટે છે.

– તે તમારા પેટના અંગોને ઉત્તેજિત કરે છે જે ડાયાબિટિક દર્દીઓ માટે લાભપ્રદ છે.

– તે તમારા મગજને યુવાન બનાવે છે અને તમારા ચેતાતંત્રને ઉર્જામય બનાવે છે.

– આ પ્રક્રિયા તમને શાંત પાડે છે અને તમારા મગજનું ઉત્થાન કરે છે.

– તે તમને સંતુલનની સમજ તેમજ સંવેદનશીલતા આપે છે, જે તમને શુદ્ધ હોવાનો તેમજ હળવાશનો અનુભવ કરાવે છે.

– કપાલભાતિથી એસિડિટિ અને ગેસ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

– કપાલભાતિનો નિયમિત અભ્યાસ તમને એક્ટિવેટ કરશે અને તમારા ચહેરા પર કાંતિ લાવશે.

– તે તમારી યાદશક્તિ તેમજ એકાગ્રતામાં સુધારો લાવશે.

– કપાલભાતિનો અભ્યાસ તમારા શરીરમાંના ચક્રો એક્ટિવેટ કરશે અને તેને સ્પષ્ટ કરશે.

– તે તમને અસ્થમા, સાઇનસ, અને વાળ ઉતરવાની સમસ્યામાં મદદ કરશે.

– ડિપ્રેશનને તમારાથી જોજનો દૂર રાખશે અને તમને હંમેશા હકારાત્મકતાનો અનુભવ કરાવશે.

કપાલભાતિની આડ અસરો

– કપાલભાતિ તમને ઉચ્ચ રક્તચાપ તેમજ સારણગાંઠ તરફ દોરી જઈ શકે છે.

– તેનાથી તમને ચક્કર આવવા તેમજ માથાનો દુઃખાવો થઈ શકે.

– તમને કદાચ ઉલટીની ફિલિંગ થવા લાગે.

– તમારું મોઢું કોરુ થઈ જાય

– તમને બની શકે કે વધારે પડતો પરસેવો અથવા થુક આવવાનો અનુભવ થાય.

ધ્યાન રાખવા જેવી બાબતો

– હૃદય રોગીએ કપાલભાતિ કરતી વખતે શ્વાસ ધીમે બહાર કાઢવો જોઈએ.

– સવારે ખાલી પેટે કપાલભાતિનો અભ્યાસ કરવો જોઈએ.

– જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય તેમણે કપાલભાતિનું પ્રમાણ ઘટાડવું જોઈએ.

– કોઈ પ્રશિક્ષિત યોગા શીક્ષક સાથે જ કપાલભાતિ શીખવું જોઈએ. અને તે કરતાં પહેલાં તમારે તમારા સ્વાસ્થ્યનું ચેકઅપ પણ કરાવી લેવું જોઈએ.

– ગર્ભાવસ્થા તેમજ માસિક દરમિયાન કપાલભાતિ કરવું જોઈએ નહીં.

– જો તમારી ઢાંકણી ખસી ગઈ હોય અથવા તમે સ્ટેન્ટ નખાવ્યું હોય તો તમારે કપાલભાતી કરવું જોઈએ નહીં.

– જો તમને અલ્સર હોય તો કપાલભાતિ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.

– કપાલભાતિ એક અધ્યતન શ્વાસોછ્વાસની પ્રક્રિયા છે. બેસિક લેવલના પ્રાણાયામમાં નિપુણ બન્યાબાદ જ તમારે તેનો અભ્યાસ કરવો જોઈએ.

– કપાલભાતિ કરતી વખતે તમારે તમારી મર્યાદાઓને ધ્યાનમાં રાખવાની છે.

– જો તમને અસ્થમાં ઉપરાંત શ્વાસની કોઈ બિમારી હોય તો તમારે પ્રાણાયામ જેવા શ્વોસોચ્છ્વાસના યોગ દરમિયાન ખુબ કાળજી રાખવી જોઈએ.

હવે આપણે એ જાણી લીધું છે કે કપાલ ભારતી કેવી રીતે કરવું જોઈ, તેના ફાયદાઓ શું અને તેની આડઅસરો શું છે. તો આળસ છોડો અને પ્રશિક્ષિત વ્યક્તિ પાસે કપાલભાતિ શીખી તેનો પ્રારંભ કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવા અનેક પ્રાણાયામ અને યોગ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version