જલ્સા કરોને જેંતીલાલ

કાનપુરથી અમદાવાદ આવી રહેલી બસને નડ્યો ભયંકર અકસ્માત, 17નાં ઘટનાસ્થળે મોત, ઘાયલો માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં મંગળવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો તો. અહીંના કિસાન નગરમાં હાઇવે પર એસી બસ અને ટેમ્પોની ટક્કર થઈ હતી. આમાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘાયલોની સંખ્યા 30 થી વધુ હોવાનું કહેવાય છે. તેમાંથી 10 ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તેમને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી.

ઘટના બાદ ઉતાવળમાં બચાવ ટીમ અને પોલીસે ઘણા ઇજાગ્રસ્તોને લોડર મારફત હેલેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. DCMનો ચાલક હાઈવે પર બસને ઓવરટેક કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તે દરમિયાન ટેમ્પો બંને વચ્ચે અટવાઈ ગયો હતો.

તમામ મૃતક એક જ ગામના

અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ટેમ્પોમાં હતા. તેમાં લગભગ 18-19 લોકો હતા. બધા કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારના લાલ્હેપુર ગામના રહેવાસી હતા. કહેવાય છે કે આ લોકો બિસ્કીટ ફેક્ટરીમાં કામ કરતા હતા. નાઇટ શિફ્ટમાં કામ માટે કારખાનામાં જઇ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત બાદ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને પીડિતોને મદદ કરવા જણાવ્યું હતું. તેમજ અકસ્માત અંગે તપાસના આદેશ પણ અપાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે અકસ્માત અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાને મૃત્યુ પામેલા લોકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. ઇજાગ્રસ્તોને 50,000 ની સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે પણ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

બસ કાનપુરથી અમદાવાદ જઈ રહી હતી

મળતી માહિતી મુજબ, જય અંબે ટ્રાવેલ્સની સ્લીપર બસ કાનપુરથી અમદાવાદ જઈ રહી હતી. તેમાં લગભગ 115 લોકો સવાર હતા. કાનપુરથી 15 કિલોમીટર દૂર કિસાન નગર પાસે બસ પહોંચતાં જ પાછળથી ડીસીએમએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સામે આવતો ટેમ્પો વચ્ચેથી અટવાઈ ગયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યા છે. આ ઉપરાંત બસમાં સવાર ઘણા લોકોના પણ મોત થયા છે.

લોડર એક સાથે 7 મૃતદેહો સાથે હોસ્પિટલ પહોંચ્યો

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ સિવાય ઘણા શબને લોડરમાં ભરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 7-7 મૃતદેહોને લોડરમાં હેલેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દુખદાયક દ્રશ્ય જોઈને બધા જ ચોંકી ગયા. હેલેટ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ડોકટરો અને મેડિકલ સ્ટાફને ઘરેથી પાછા બોલાવવામાં આવ્યા છે.

અકસ્માતના સમાચાર મળતાની સાથે જ બસ અને ટેમ્પોમાં મુસાફરી કરતા મુસાફરોના સબંધીઓ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એક વૃદ્ધ મહિલા સ્ટ્રેચર પર પોતાના પુત્રનો મૃતદેહ જોઇને બેહોશ થઈ ગઈ હતી. વારંવાર વૃદ્ધા ડોક્ટરને પૂછતી રહી કે મારો દીકરો ઠીક તો થઈ જશે ને. જ્યારે ડોક્ટરો હિંમત આપી તો માતા પુત્રના કપાળ પર ચુંબન કરવા લાગી. આ દ્રશ્ય જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ.

મૃતકોનાં નામ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version