કાનપુરમાં મળી આવ્યા એ લોકો કરોડપતિ જેની તમે કલ્પના પણ ન કરી શકો, ચા-ભંગાર અને પાન વેચે છે

ઘણાં વેપારીઓ આવકવેરો અને જીએસટી ભરતા હોતા નથી અને કરોડોની સંપત્તિના માલિકોના આવા કિસ્સાઓ સામે આવ્યા છે. તેઓ હેન્ડકાર્ટનો બિઝનેસ આજે લગાવીને બેઠાં છે. કાનપુરમાં તપાસ દરમિયાન ઘણા કરોડપતિ લોકો પાન, સમોસા, ક્રિસ્પી વેચતા જોવા મળ્યા હતા જે અંગે હવે ખુલાસો થયો છે. જો કે તેમને કોઈ સામાન્ય રીતે કહે કે રસ્તામાં કાર્ટિગ ચા વેચનાર, સમોસા, પકોડા અને ચાટ વેચનારા કરોડપતિ છે તો તમે તે વાત પર વિશ્વાસ કરશો નહીં. પરંતુ આજે અહીં પુરાવા સાથે આ વાતો સામે આવી છે.

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ આવા કેસો સામે આવ્યા છે. આવકવેરા વિભાગે અહીં હેન્ડકાર્ટમાં પાન, ચા અને સમોસા વેચનારા પાસેથી કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ સિવાય ભંગાર વેચનાર પણ ઘણાં લોકો પણ સામેલ છે. તેમની પાસેથી અમૂલ્ય સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. બિગ ડેટા સોફ્ટવેર અને આવકવેરા વિભાગની જીએસટી નોંધણીની તપાસમાં આવા 256 ગરીબ લોકો કરોડપતિ મળી આવ્યા છે. તેઓ પાસેથી ઘણું સોનુ, ચાંદી પણ મળી આવ્યું છે.

અધિકારીઓએ આ બાબતે વાત કરતા જણાવ્યું હતું કે આ સ્ટોલ લગાવીને ચા, સમોસા, ભંગાર જેવી ચીજો વેચનારા લોકો જીએસટી ચૂકવતા નથી. તેઓ આવકવેરા વિભાગને ટેક્સ પણ ચૂકવતા નથી અને છતાં પણ તેઓ કરોડપતિ છે. તપાસ દરમિયાન એક નવાઈની વાત સામે આવી હતી કે આ લોકોની મિલકતો કાનપુરના આર્યનગર, સ્વરૂપ નગર, બિરહાના રોડ, હુલાગંજ, પીરોદ, ગુમતી જેવા પોશ વિસ્તારોમાં મળી આવી છે. તેમની પાસેથી આ અંગેના દસ્તાજેવો પણ મળ્યાં છે. આ સિવાય અનેક જગ્યાએ તેમણે જમીન પણ લઈને રાખી છે જેના દસ્તાવેજો મળી આવ્યા હતા.

આ પછી આ અંગે થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે માલરોડ પર પ્રખ્યાત ક્રિસ્પી વેચનારના ઘણા બીજા પણ હેન્ડકાર્ટ્સ છે. જુદા જુદા સ્થળોએ તેનાં સ્ટોલ લગાવવા માટે તે એક લાખ રૂપિયાથી વધુનું ભાડુ ચૂકવે છે. આ સાથે જાણવા મળ્યું હતું કે અનેક લોકો જે ભંગારનો ધંધો કરી રહ્યાં છે તેઓએ પણ કરોડો રૂપિયાની સંપત્તિ ખરીદી રાખી છે.

તપાસ દરમિયાન જ્યારે આ માહિતી સામે આવી ત્યારે અધિકારીઓના હોશ ઉડી ગયા હતા. ઘણાં આવા લોકો આજે પણ છે જે આ રીતે પોતે ઘણો બિઝનેસ કરી રહ્યા છે પરંતુ સરકારને એક રૂપિયો પણ ટેક્સ ચૂકવી રહ્યાં નથી અને આ રીતે કરોડોની સંપત્તિ બનાવી બેઠાં છે. હવે આ બધાં લોકો પર ટેક્સ ચોરી અંગે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong