પવિત્ર ગંગા નદીમાંથી અષ્ટધાતુનું શિવલિંગ પ્રગટ થયું, ભક્તોનું મહેરામણ ઉમટ્યું..

તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે, ગંગા નદીના સ્વચ્છતા અભિયાન દરમિયાન કોયલા ઘાટમાં કર્મચારીઓ જેસીબીથી ગંગા નદીમાં ખોદકામ કરી રહ્યા હતા. તે દરમિયાન જેસીબી જમીનમાં ધસવા લાગ્યું અને 25 ફૂટ નીચે જેસીબીનો પાવડો અથડાતા ખટખટ અવાજ આવવા લાગ્યો. આવો અવાજ આવતા અને જેસીબી જમીનમાં ધસી જતાં કર્મચારીઓ સૌ પ્રથમ તો ડરી ગયા. પણ તેમણે ખજાનો મળવા કે અન્ય કોઈ કીમતી વસ્તુ મળવાની આશાએ ખોદકામ ચાલુ રાખ્યું.

થોડી જ ક્ષણોના ખોદકામ બાદ જમીનમાં એક શિવલિંગ જોવા મળ્યું. આ શિવલિંગ પર ભગવાન શિવના ચહેરાની કોતરણી કરવામાં આવી હતી.

સ્થળ પર હાજર કર્મચારીઓ તેમજ અધિકારીઓ આ શિવલિંગ જોઈ ચકીત થઈ ગયા હતા. આ શિવલિંગ ખુબ જ ભારે હતું, તેને ઉઠાવવા માટે પણ પાંચ લોકોની જરૂર પડી હતી. શિવલિંગ પર ભગવાન શિવનો ચહેરો કોતરાયેલો છે. તેને પોતાની આંખે જોનારા રાજેન્દ્ર કુમાર રાજે જણાવે છે કે, શિવલિંગને જોતાં એવું લાગ્યું જાણે તે સાક્ષાત ભગવાન શિવનો જ ચહેરો હતો. જ્યારે સ્થાનિક પરમટ મંદિરના મહંત અજયપુરીજીનું કહેવું છે કે, પ્રથમવાર શિવલિંગ ગંગામાંથી નીકળવું તે કોઈ સામાન્ય વાત નથી આતો ચમત્કાર જ કહેવાય.

આ સમાચાર ફેલાતાં જ સ્થાનીક લોકોના ટોળા શિવલિંગ જોવા માટે ઉમટી આવ્યા હતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક વાતો જાણવા માંગો છો તો લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી