કણકીની સેવ બનાવાવની એકદમ સરળ રીત આજે નોંધી લો ને આ સિઝનમાં એકવાર જરૂર ટ્રાય કરો !!!!

કણકીની સેવ

આજે આપણે બનાવીશું આખી કણકીની સેવ ,આ સેવ બનાવવી એકદમ સરળ છે અને આને તમે બનાઈને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો આ સેવ સરસ ક્રિસ્પી અને ખાવામાં પોચી બને છે તો ચાલો એને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ.

સામગ્રી  : 

  • 1) ૫૦૦ ગ્રામ કણકી (૧ તપેલી),
  • 2) ૧-૧/૨ તપેલી પાણી ,
  • 3) ૭-૮ વાટેલા લીલા મરચા ,
  • 4) ૨ નાની ચમચી જીરું ,
  • 5) મીઠું.

રીત : 

1) કણકીને ધોઈને અડધો કલાક પલાળીને રાખો 2) એક મોટા કુકરમાં કણકી ,પાણી ,મીઠું અને વાટેલા મરચા અને વાટેલું જીરું એડ કરી દો 3) મીડીયમ ગેસ પર ૩ સીટી કરી લો કણકી આવી સરસ બફાઈ જવી જોઈએ 4) એને એકવાર મિક્ષ કરી લો પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠરવા દો 5) સેવ બનાવવાનો સંચો લો અને તેમાં જે સ્ટારની જાળી આવે છે એ લેવાની છે અને તેને તેલ લગાવી ઠંડુ થયેલું કણકીનું મિશ્રણ તેમાં ભરી દો 6) આ રીતે કોટનના કપડા પર સેવ બનાવી દો(જલેબી જેવી બનાવવી હોય તો પણ બનાવી શકાય)
તેને તાપમાં કે જો તાપ ના આવતો હોય તો ઘરમાં સૂકવી દો 7) ૨ થી ૩ દિવસમાં આ રીતે સેવ સરસ સુકાઈ જશે 8) તેલ એકદમ સરસ ગરમ થાય એટલે સેવ ને તળી લો 9) હવે આપણી આખી કણકીની સેવ સર્વિંગ માટે તૈયાર છે નોંધ – કણકી ને જે તપેલીમાં માપ માટે ભરીએ એ જ તપેલી થી પાણીનું માપ લેવાનું છે ,તેલ સરસ ગરમ થાય પછી જ આ સેવ તળવી તો એ સરસ પોચી લાગશે ખાવામાં, જો તેલ બરાબર ના થયું હોય અને તળશો તો એ ખાવામાં કડક લાગશે ,કાચી સેવ ને ડબ્બામાં ભરી આખું વર્ષ સ્ટોર કરી શકો છો .

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી