જલ્સા કરોને જેંતીલાલ

રવિવારની મજા બની સજા : કાંકરિયા ડિસ્કવરી રાઈડ તૂટી પડતા 2 વ્યક્તિઓના મૃત્યુ અને અનેક લોકો ઘાયલ..

અમદાવાદી મિત્રો માટે રવિવાર એટલે આનંદ સાથે બહાર ફરવાનો દિવસ, અને આવામાં પહેલી જગ્યા યાદ આવે તો એ છે કાંકરિયા, હા મિત્રો કાંકરિયા એટલે એક એવી જગ્યા જ્યાં અમદાવાદી મિત્રો અને ગુજરાતના મિત્રો તો આવતા જ હોય છે પણ કાંકરિયા એ વિદેશી મિત્રો માટે પણ બહુ આકર્ષણ જગાવતી જગ્યા છે. અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકા પાસે આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ એક ઘટના બની જેમાં ડિસ્કવરી રાઈડ નામની એક રાઈડ કે જેમાં અનેક યુવક અને યુવતીઓ બેઠા હતા એ અચાનક તૂટી પડી.


આની સાથે જ તેમાં બેઠેલ 2 વ્યક્તિઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને અંદાજિત 15થી વધુની આસપાસ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ થયેલ દરેકને તાત્કાલિક એલજી દવાખાન ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ રાઈડ છેલ્લા 4 વર્ષથી લોકો આ રાઈડનો આનંદ માણતા હતા. આ રાઈડમાં 32 લોકો બેસી શકે તેવી ક્ષમતા હતી. આજે પણ દરરોજ કે નોર્મલ દિવસની જેમ જ લોકો ખૂબ જ ઉત્સાહથી એ રાઈડનો આનંદ માણી રહ્યા હતા અને અચાનક જ એ રાઈડ કે જે 50 ફૂટ ઉપર જુલી રહી હતી તે તૂટી પડે છે અને ઘણી ઊંચાઈથી નીચે પટકાય છે.


આ સાથે જ જે લોકો ત્યાં હાજર હતા તેઓ તરત જ ઘાયલ થયેલ લોકોને તૂટેલી રાઈડમાંથી ઉતારવામાં મદદ કરે છે અને બનાવની જાણ થતા તરત જ ફાયરબ્રિગેડ અને અમદાવાદ કોર્પોરેશનના વ્યક્તિઓ ત્યાં દોડી આવે છે અને બધાની મદદ કરીને દવાખાને પહોંચતા કરે છે. ત્યાં જ બીજી તરફ અમદાવાદમાં મેયર બિજલબેન પટેલ પણ બનાવની જાણ થતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલ થયેલ દરેક વ્યક્તિને અને તેમના પરિવારને સહાનુભૂતિ આપી હતી. તેમણે આ બનાવની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે એવી વાત મીડિયાને જણાવી હતી.


મેયર બિજલબેને વધુમાં જણાવ્યું છે કે આવી ઘટનાને કોઈપણ રાજકીય મુદ્દો ના બનાવવો જોઈએ. અત્યારે આ સમય છે જે તે ઘાયલ ને મૃતક વ્યક્તિના પરિવારને સહકાર આપવાની અને અમે આ લેખ દ્વારા તમને પણ એ જ કહેવા માંગીએ છીએ કે આવો સાથે મળીને પ્રાર્થના કરીએ કે જે તે ઘાયલ વ્યક્તિઓ જલ્દી સાજા થાય અને મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે.


તમને વધુ વિગતમાં જણાવી દઈએ કે આ બનાવ બનતા તરત જ આ રાઈડની સાચવણી કરતા વ્યક્તિ સહીત 4ની તાત્કાલિક અટકાયત કરવામાં આવી છે. રાઇડના સંચાલક ઘનશ્યામ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે. મ્યુન્સિપલ કમિશ્નરે જણાવ્યું છે કે આ રાઈડની નિયમિત ચકાસણી થતી હતી કે નહિ, તેની સાથે લગતા વળગતા દરેક વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવશે.

બીજી તરફ એલજી હોસ્પિટલમાં આજે રાજાનો દિવસ હોવા છતાં પણ ત્યાંના દરેક ડોક્ટર અને નર્સની ટીમએ ઘાયલ થયેલ દરેકની સારવાર કરવામાં લાગી ગયા હતા. હવે જોવું રહ્યું કે આ બનાવના અંતર્ગત શું પરિણામ આવે છે અને કોની સામે કેવા પગલાં લેવામાં આવશે. તમને ખાસ વાત જણાવી દઈએ કે વ્રત અને ઉપવાસ અને રવિવાર હોવાથી કાંકરિયામાં ભારે ભીડ હોય છે ત્યારે અત્યારે લોકોની કાંકરિયામાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version