કંજુસાઈની દરેક હદ પાર કરી આ માતાએ, દિકરાને બચાવવા પ્રયત્ન પણ ના કર્યો…

સારી જિંદગી વિતાવવાની ચાહત હરકોઈને હોય છે અને તેના માટે પૈસા ખૂબ જરૂરી છે.પૈસાથી વ્યકિત પોતાના બધા શોખ પૂરા કરી શકે છે.જેની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી તે આલિશાન ઘરોમાં રહે છે,મોંઘી ગાડીઓમાં સવારી કરે છે,સારા કપડા પહેરે છે વગેરે. જોકે દુનિયામાં અમુક એવા પણ લોકો છે જે કંજુસ સ્વભાવના ચાલતા પૈસા હોવા છતા કંગાલીમાં જીવે છે.


એક એવી મહિલા વિશે અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેને ઈતિહાસની સૌથી કંજુસ મહિલાનાં ખિતાબથી નવાઝવામાં આવી છે.કરોડોની માલકિન હોવા છતા પણ આ મહિલા પોતાનું જીવન એવી રીતે પસાર કરતી હતી જેના વિશે એક સામાન્ય આવક વાળા વ્યકિત પણ નથી વિચારી શકતા.


અમે અહી અમેરિકામાં રહેનાર હેટ્ટી ગ્રીનની વાત કરી રહ્યા છીએ. તે એક બિઝનેસવુમન અને ફાયનાન્સર હતી.૨૧ નવેમ્બર ૧૮૩૪ ના જન્મેલી હેટ્ટી ગ્રીનને એ જમાનામાં અમેરિકાની સૌથી અમિર મહિલાનાં રૂપમાં જાણવામાં આવતા હતા.અમેરિકાની પહેલી મહિલા બિઝનેસ ટાયકૂનનાં રૂપમાં પણ લોકો તેને જાણતા હતા.


હેટ્ટી ગ્રીન ક્યારેય ન નુક્સાન વેઠવાવાળી નિવેશક હતી.તે શેયર્સને સસ્તા ભાવમાં ખરીદી તેને મોંઘા ભાવમાં વહેંચતી હતી.જોકે આટલા પૈસા હોવાનો કોઈ ફાયદો નહોતો કારણ કે તે બદતર જિંદગી જીવતી હતી.પોતાનું આલિશાન ઘર હોવા છતા પણ તે ભાડાનાં એક નાનકડા મકાનમાં રહેતી હતી અને પોતાના ઘરને તેને ભાડા પર આપી રાખ્યુ હતુ.


તે પોતાના બાળકો માટે તૂટેલા ફૂટેલા કુકીઝ અને ટોસ્ટ ખરીદતી હતી કારણ કે તે સસ્તા મળતા હતા.હેટ્ટીને હમેંશા કાળા કપડામાં જોવામાં આવતી કારણે તે જલ્દી ખરાબ નહોતા થતા અને તેનો લોન્ડ્રીનો ખર્ચો બચી હતો હતો.


એકવાર હેટ્ટી ગ્રીનનો દિકરો એક ઘોડા ગાડીની સામે આવી ગયો અને તેને ઈજા પહોંચી ગઈ.તે પોતાના દિકરાને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાં પૈસા ઓછા લાગે.જ્યારે ત્યાં ડોક્ટરે જ્યારે ઓપરેશન કરવાની વાત કહી તો હેટ્ટી તેને ઘરે લઈને ચાલી આવી.


સાચો ઈલાજ ન મળવાના કારણે હેટ્ટીનાં દિકરાનો પગ કાપવો પડ્યો અને તે અપંગ થઈ ગયો.હેટ્ટી ચાહે તો કોઈ મોટી હોસ્પિટલમાં દિકરાનો ઈલાજ કરાવી શકતી હતી,પણ પૈસા બચાવવાની લાલચમાં તેને એવું કાઇ જ ના કર્યું.


વર્ષ ૧૯૧૬ માં હેટ્ટી ગ્રીનનું અવસાન થયું. તે સમયે તેની પાસે ૧૦ કરોડ ડોલરની સંપતિ હતી.આજનાં સમયમાં આ રકમ ૧.૭ અરબ ડોલર એટલે કે ૧૧,૦૦૦ કરોડની આસપાસ થાય.