બોલિવૂડ સિંગર કનિકા કપૂરનો કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, વાંચી લો શું એરપોર્ટ પર તેને..

બેબી ડોલ ફેમ કનિકા કપૂરને કોરોના વાયરસ, લંડનથી પરત ફર્યા બાદ 100 લોકો સાથે પાર્ટી કરી.

કોરોનાના ખૌફ વચ્ચે એક ખૂબજ મોટા સમાચાર આવ્યા છે, અને આ સમાચારથી કેટલા લોકો નારાજ થયા છે. સમાચાર કઈક એવા છે કે બોલીવુડની ફેમસ સિંગર બેબી ડોલ ફેમ કનિકા કપૂરને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. લંડનથી પરત ફર્યા બાદ કનિકાએ એક ડિનરનું પણ આયોજન કર્યું હતું અને તેમાં 100 જેટલા લોકોને આમંત્રણ પણ આપ્યું હતું.

image source

બોલિવૂડ સિંગર કનિકા કપૂરને કોરોનવાઈરસ થયો છે. ભારતમાં કનિકા કપૂર પહેલી સેલિબ્રિટી છે, જેને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કનિકા કપૂર થોડાં સમય પહેલાં જ લંડનથી પરત ફરી હતી. કનિકાએ લખનઉમાં ડિનર પાર્ટી હોસ્ટ કરી હતી.

image source

કનિકા કપૂર 15 માર્ચે લંડનથી પરત ફરી હતી. જોકે, કનિકાએ આ વાત છુપાવીને રાખી હતી. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કનિકા એરપોર્ટના બાથરૂમમાં છુપાઈ ગઈ હતી અને ત્યારબાદ તે કોઈને પણ કંઈ કહ્યાં વગર ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ હતી.

કનિકા કપૂરને પરિવાર સાથે લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં લઈ જવામાં આવી છે. લખનઉમાં આજે (20 માર્ચ) કોરોનાવાઈરસના ચાર નવા કેસ આવ્યા છે.

બે ભૂલ રિપોર્ટમાં છે.

image source

લખનઉના કિંગ જ્યોર્જ હોસ્પિટલે જે રિપોર્ટ આપ્યો છે, તેમાં ચાર કેસ પોઝિટિવ છે. ચોથનું નામ કનિકા કપૂરનું છે. જોકે, રિપોર્ટમાં તેની ઉંમર 28 વર્ષ લખવામાં આવી છે. જ્યારે વિકીપીડિયા પ્રમાણે, તેની ઉંમર 41 વર્ષની છે. આ ઉપરાંત જેન્ડર કોલમમાં તેના નામ આગળ ફીમેલને બદલે મેલ લખવામાં આવ્યું છે.

સમાચાર કનફર્મ.

રિપોર્ટમાં નામની સામે જેન્ડરમાં મેલ લખ્યું છે અને ઉંમર તેની 28 વર્ષ દર્શાવી છે. આ બે ભૂલ છે રિપોર્ટમાં પણ સમાચાર કનફર્મ છે. કે બીલીવુડ સિંગર કનિકા કપૂરને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

બોલીવુડના પ્રખ્યાત લોકોજો આ રીતે કોરોના પ્રત્યે બેદરકારી રાખશે તો આમ જનતાનું શુ થશે? લંડનથી પાછા ફરીને 100 લોકો સાથે પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. આટલી બેદરકારી રાખવા બદલ તેના ફેન્સમાં ખૂબ ગુસ્સો છે.

કનીકની ફિલ્મ કરિયરની વાત કરીએ તો તે આતીફ સાથે પણ કામ કર્યું છે. રાગીણી mmsમાં પણ પોતાના મધુર કંઠ રેલાવ્યો છે. કનિકાએ શાહરુખ, દીપિકા સાથે પરફોર્મન્સ પણ આપ્યું છે. કનિકા ખૂબ જાણીતી સિંગર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ