આ એક કારણ અને કંગનાને મળી ફિલ્મનું શુટિંગ રોકવાની ધમકી, કોંગેસ નેતાએ ખુલ્લેઆમ કંગનાને કહ્યા આવા શબ્દો

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં ખુલ્લેઆમ ખેડૂત આંદોલનનો વિરોધ કરી રહી છે. તેમણે પોતાના ટ્વીટ્સ અને વીડિયોમાં આ આંદોલનને ખાલિસ્તાની અને બિલનો વિરોધ કરતા ખેડુતોને આતંકવાદી ગણાવ્યા છે. કંગના તેના સ્પષ્ટ શબ્દોના વિરોધને કારણે બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે અને હાલમાં રાજકીય પક્ષ કોંગ્રેસે કંગનાને કહ્યું હતું કે તે ખેડૂતોને જે કહી રહી છે તેના માટે માફી માંગે.

image soucre

સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ મુજબ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના કોંગ્રેસના નેતાએ ધમકી આપી છે કે જો કંગનાએ ખેડુતોને જે કહ્યું તેના માટે માફી નહીં માંગી તો તેમને મધ્યપ્રદેશમાં તેની ફિલ્મ ધકડનું શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અહેવાલ મુજબ ભારતીય જનતા પાર્ટીના ગૃહ રાજ્યમંત્રી નરોત્તમ મિશ્રાએ કંગનાને ખાતરી આપી છે કે શૂટિંગમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.

કોંગ્રેસે ફિલ્મના શૂટિંગથી રોકવાની વાત વહેતી થયાના સમાચાર બાદ કંગનાએ પણ આ સમાચારના ટ્વીટને રીટ્વીટ કરીને આનો જવાબ આપ્યો છે. કંગનાએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, મને નેતાગીરીમાં કોઈ રસ નથી, પરંતુ મને લાગે છે કે કોંગ્રેસ મને નેતા તરીકે બનાવીને જ છોડશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતાઓએ કંગના પર આરોપ લગાવ્યો છે કે તે દેશના ખેડુતોની ખોટી તસવીર બતાવવાનો પ્રયાસ કરી રહી છે.

image soucre

એ વાત જાણીતી છે કે કંગના અને દિલજીત દોસાંઝ ખેડૂતોને લઈને આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આમને સામને છે. પંજાબી-અભિનેતા અને ગાયક દિલજીત સતત ખેડૂતોને ટેકો આપી રહ્યાં છે, ત્યારે કંગના ખુલ્લેઆમ ખેડૂતોને આતંકવાદી કહે છે. કંગના આંતરરાષ્ટ્રીય સ્ટાર રીહાન્ના, પોર્ન સ્ટાર મિયા ખલિફા અને પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગને પણ ખેડૂતોને ટેકો આપવા માટે નિશાન સાધ્યું છે.

image source

આ સિવાય વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે કંગના રનૌત છેલ્લા થોડા દિવસથી લાઇમલાઇટમાં છે ત્યારે ખેડૂત આંદોલનને લઇને કંગનાએ કરેલી ટ્વિટ બાદ વિરોધ વંટોળ ઉઠ્યો છે. કંગનાએ એક વૃદ્ધા પર ટિપ્પણી કરતા દિલજીત દોસાંજ, મિકા સિંહ અને હિમાંશી ખુરાના જેવા બોલિવૂડ સેલેબ્સે કંગનાની ટીકા કરી છે. ત્યારે હવે ભોજપુરી ઇન્ડસ્ટ્રીના નિશાને કંગના આવી ગઇ છે.

image soucre

ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવે કંગના રનૌતના નિવેદન પર નારાજગી જતાવી છે અને એક ટ્વિટ કરી છે. જેમાં તેમણે કંગના પર નિશાનો સાધ્યો છે અને લખ્યું છે, એ ભાઇ, આ કંગનાને કઇ ખબર પડતી નથી અને આગળ ભોજપુરી ભાષામાં તેમણે એક્ટ્રેસની ટિકા કરી છે. ખેસારી લાલે વધુ એક ટ્વિટ કર્યુ અને લખ્યું કે, ખેડૂતોને આપણા સાથની જરૂર છે અને અમે બધા તેમની સાથે ઉભા છીએ. ખેડૂતોની માંગણી યોગ્ય છે અને વિરોધ કરવાની આ રીત પણ યોગ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ