કંગનાના હોર્મોન પિલ્સ લેવા પાછળનુ કારણ છે કંઇક ‘આવુ’, શું છે પૂરી વાત જાણવા કરો ક્લિક

જયલલિતાનું પાત્ર નિભાવવા માટે કંગનાએ પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મુક્યું!

image source

‘થલાઇવી’ ફિલ્મમાં જયલલિતા જેવા લૂક માટે કંગનાએ લીધી હતી હોર્મોન્સની ગોળીઓ !

બોલીવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી કંગના રનૌત હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહ્યા કરે છે, ક્યારેક તેના ઉત્તમ અભિનય માટે તો ક્યારેક તેના સાથી કલાકારો પર આક્ષેપો કરવા માટે તો ક્યારેક તેની બહેન રંગોલીના વિવિદાસ્પદ નિવેદનો માટે.

image source

આજકાલ પણ કંગના ખુબ જ ચર્ચામાં છે જો કે આ વખતે કોઈબીજાના કારણે નહીં પણ તેની આગામી ફિલ્મ ‘થલાઈવી’ના જયલલિતાના પાત્ર માટે.

તમને જણાવી દઈએ કે તમિલમાં આ ફિલ્મનું નામ ‘થલાઈવી’અને હીન્દીમાં ‘જયા’ રાખવામાં આવ્યું છે. તેને એ.એસ વિજય નિર્દેશીત કરી રહ્યા છે.

image source

કંગનાની આ આગામી ફિલ્મ ‘થલાઈવી’ તામિલનાડુની સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. જેના માટે કંગના ખુબ મહેનત કરી રહી છે. આ ફિલ્મમાં કંગનાનો લૂક અદલ જયલલીતા જેવો જ બતાવવામાં આવ્યો છે જેને તાજેતરમાં જ રિવીલ કરવામાં આવ્યો હતો.

કંગનાના લૂકની સાથે સાથે ફિલ્મનું ટીઝર અને પોસ્ટર પણ રિલિઝ કરવામાં આવ્યું હતું. આ પાત્ર માટે કંગનાએ ઘણી મોટી ફી પણ વસુલી છે.

image source

જો કે કેટલાકને કંગનાનો આ લૂક પસંદ આવ્યો છે તો કેટલાકને આ લૂક પસંદ નથી આવ્યો. વાસ્તવમાં આ લૂકમાં કંગનાને ઓળખવી પણ ઘણી મુશ્કેલ થઈ રહી છે. જોકે તેના આ લૂક માટે તેણીને સોશિયલ મિડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી છે.

કેટલાકનું કહેવું છે કે કંગનાનો ચહેરો કોઈ એનિમેટેડ ઢીંગલી જેવો લાગી રહ્યો છે અને જય લલિતાની સરખામણીએ તેનું શરીર પણ કંઈક વધારે પડતું જ બેડોળ બતાવવામાં આવ્યું છે.

image source

લોકોના આ રીતે તીખા-મોળા પ્રતિસાદ કંગનાના જય લલિતાના લૂકને લઈને આવ્યા છે પણ તેણીએ હાલમાં જ પોતાના જયલલિતાની બાયોપિક માટેના રોલ માટે જે ટ્ન્સફોર્મેશનમાંથી પસાર થવું પડ્યું તે વિષે ઇન્ટર્વ્યુમાં વાત કરી હતી.

તેણીએ આ ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે તેણે કેવી રીતે પોતાની બોડી ટ્રાન્સફોર્મ કરી અને તેના માટે તેણે કઈ કઈ રીતો અપનાવી.

image source

તેણી જણાવે છે, ‘જ્યારે સિનેમામાં કોઈ જાણેતી વાસ્તવિક વ્યક્તિને પરદા પર બતાવવામાં આવે છે તો કલાકારો ખાસ કરીને પોતાના પહેરવેશ તેમજ દેખાવને ધ્યાનમાં રાખીને જ પોતાનામાં પરિવર્તન લાવે છે. તેઓ પોતાના શરીરમાં તો ભાગ્યે જ કોઈ ટ્રાન્સફોર્મેશન કરતા હોય છે.’

ફિલ્મના ડીરેક્ટર વિજય ઇચ્છતા હતા કે કંગના બને તેટલી જય લલિતાજેવી દેખાય. કારણ કે જયલલિતાના પોતાનામાં પણ ઘણા બદલાવો આવ્યા હતા. તેણી એક ઉત્તમ ભરતનાટ્મ નૃત્યાંગના હતા તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું તેમનું ફીઝીક પણ સુંદર હતું.

image source

પણ ત્યાર બાદ તેમણે ફિલ્મો છોડીને રાજનીતીમાં પ્રવેશ કર્યો અને એક દુર્ઘટનાએ તેમને સ્ટેરોઇડ લેવા મજબૂર કર્યા અને ત્યાર બાદ તેમના શરીરમાં કેટલાક અસમાન્ય ફેરફાર થયા.

કંગના જણાવે છે કે મારા જયલલિતાના લૂકમાં અમે ત્રણ પ્રકારે મારા લૂકમાં ફેરફાર લાવ્યા છે. કંગના ઘણી પાતળી હોવાથી અને જયલલિતાનું વજન પણ ફિલ્મો છોડ્યા બાદ ઘણું વધી ગયું હોવાથી તેમજ બન્નેના ચહેરાનો આકાર પણ અલગ હોવાથી, જેમ કે કંગનાનો ચહેરો વિ શેપ છે જ્યારે જયલલિતાનો ચહેરો ગોળાકાર હોવાથી ઘણા બધા ફેરફારની જરૂર હતી.

image source

અને આ બધા જ ફેરફાર લાવવા માટે કંગનાએ કેટલીક હોર્મોન્સની ગોળી પણ લેવી પડી હતી.

ડોક્ટર્સનું કહેવું છે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાથી વજન વધે છે. તેમાં ઓછી માત્રામાં પ્રેગેસ્ટ્રોને અને ઇસ્ટ્રોડિઓલ હોય છે જે મહિલાઓએના વજનને વધારે છે.

image source

આ ઉપરાંત તેણીએ પોતાના શરીરનું વજન વધારવા માટે પોતાના ડાયેટમાં પણ ખુબ ફેરફાર કર્યો. તેણે ચરબીવાળો ખોરાક ખુબ ખાધો છે. તેણીએ આ ફિલ્મ માટે છ કિલો વજન પણ વધાર્યું છે. તેમજ કંગનાએ આ રોલ માટે ભરતનાટ્યમ શીખવાનું પણ શરૂ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કંગના માટે જે મેકઅપ આર્ટિસ્ટ છે તેમનું નામ છે જેસન કોલિંસ જેણે હોલીવૂડની મોટી મોટી ફિલ્મોમાં પોતાની કલાકારી દર્શાવી છે. તેમણે કેપ્ટન માર્વેલ અને બ્લેડ રનર 2049માં પણ કામ કર્યું છે.

image source

કંગનાની છેલ્લી બે ફિલ્મો મણિકર્ણીકા અને જજમેન્ટલ હૈ ક્યા આવી ગઈ જને કંગનાની અન્ય ફિલ્મો જેટલી સફળતા નહોતી મળી શકી અને તે ફિલ્મની સ્ટોરી કે પર્ફોમન્સ કરતાં અન્ય વિવાદોના કારણે વધારે ચર્ચામાં રહી હતી.

હવે તમને પ્રશ્ન એ થતો હશે કે શું કંગનાએ લીધેલી આ હોર્મોન્સ પીલ સુરક્ષીત છે ખરી ?

image source

આ દવાઓ નિયમિત રીતે ઉપયોગમાં લઈ શકાય છે પણ કેટલીક મેડિકલ સ્થિતિઓમાં તે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માટે ડોક્ટરની સલાહથી જ તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમને તેની આડઅસરો વિષે પણ ખ્યાલ રહે.

જો કે ડોક્ટર્સ ભાગ્યે જ આવી હોર્મોનની પીલ લેવાની સલાહ આપે છે, કારણ કે ડોક્ટરની પોતાના પેશન્ટને સૌથી પહેલી સલાહ તો તેમનું ડાયેટ સુધારવાની જ હોય છે.

image source

વજન વધારવા માટે કેલરી તો લેવી જ પડે છે પણ તેની સાથે સાથે પ્રોટીન પણ લેવું પડે છે. જે તમને કઠોળ, ઇઁડા. દૂધના ઉત્પાદનો તેમજ માસાહારી હોવ તો માછલી, ચિકન વિગેરેમાંથી પણ મળી રહે છે.

આ રીતે તમે તમારું વજન સ્વસ્થ રીતે વધારી શકો છો આ ઉપરાંત તમે કેટલાક યોગાસનો પણ ટ્રાઈ કરી શકો છો.

પણ તમારે વજન વધારતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પોતાની જાતને એ પ્રશ્ન ખાસ પુછવો જોઈએ કે તમારે વજન વધારવાની જરૂર છે કે નહીં ?

image source

તેના માટે તમારે તમારા બોડી માસ ઇન્ડેક્સને તપાસવું જોઈએ જો તે 18.5થી નીચે હોય તો જ તમારે વજન વધારવાની જરૂર પડે છે.

જ્યારે 25 થી વધારે બોડી માસ ઇન્ડેક્સ ધરાવતી વ્યક્તિને મેદસ્વી માનવામાં આવે છે અને તેમને પાતળા થવાની જરૂર હોય છે. માટે અકુદરતી રીતે વજન વધારવું કે ઘટાડવું સ્વાસ્થ્ય માટે હાનીકારક જ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ