મુંબઈની આવી ખરાબ સ્થિતિ વચ્ચે પણ કંગના માસ્ક વગર આંટા મારતી જોવા મળી, યુઝર્સે બોલવામાં લડી જ લીધું

અભિનેત્રી કંગનાનો બેબાક અંદાજ દરેક લોકો જાણે છે. કંગના ઘણીવાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા બયાનબાજી કરે છે. પરંતુ હવે કંગના ટ્રોલના નિશાના હેઠળ આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ કંગનાની ભૂલ પર તેને જોરદાર ટ્રોલ કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રી કંગના રનૌત માસ્ક વિના જ જોવા મળી રહી છે. કંગના ડબિંગ સ્ટુડિયો જઈ રહી છે અને તે માસ્ક વગર કારમાંથી ઉતરી ગઈ. આ સાથે, માસ્ક તેના હાથમાં પણ દેખાતું નથી. લોકોએ આ વીડિયો જોઈને તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

image soucre

કંગનાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેની પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. એક વપરાશકર્તાએ લખ્યું, ‘તમારું માસ્ક ક્યાં છે, તમે હંમેશાં બીજાને જ્ઞાન આપો છો.’ તો બીજા યુઝરે લખ્યું, ‘આ ઓવરસ્માર્ટનેસની એકમાત્ર દુકાન છે જેણે ક્યારેય માસ્ક પહેર્યું જ નથી.’ એક યુઝરે કહ્યું, ‘માસ્ક નહીં પહેરવા બદલ તેઓને દંડ થવો જોઈએ, શું તે સામાન્ય નાગરિકોથી અલગ છે?’

image socure

આ સાથે જ એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘શું મગજની સાથે તેણે પોતાનો માસ્ક પણ ખોઈ નાખ્યો છે.’ અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘માસ્ક ના પહેર્યો તો તેને દંડ કરો. શું તે બીજા નાગરિક કરતાં અલગ છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘માસ્ક ક્યા છે જ્ઞાનની દેવી. બીજાને માત્ર સલાહ જ આપવાની.’ અન્ય યુઝરે કહ્યું હતું, ‘લાગે છે કે ભાજપે ગેરકાયદેસર રીતે વેક્સિન આપી દીધી લાગે છે. તેને Y+ સિક્યોરિટી આપી રાખી છે, કારણ કે કોઈ આટલું બેજવાબદાર કેવી રીતે હોઈ શકે કે મીડિયાની સામે પણ માસ્ક ના પહેરે.’

image socure

માસ્ક ન પહેરવા બદલ કંગનાસોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરી રહી છે. મુંબઈમાં કોરોનાની ઝડપથી વધી રહેલી બીજી તરંગને ધ્યાનમાં રાખીને કંગનાએ માસ્ક પહેર્યો હોવો જોઈએ. છેલ્લા બે દિવસમાં, ઘણા સેલેબ્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં અક્ષય કુમાર, ગોવિંદા, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ, શુભંગી અત્રે અને અન્ય સ્ટાર્સ શામેલ છે. કંગનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેની ફિલ્મ ‘થલાવી’ 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને ફિલ્મ ‘ચલી ચલી’ નું પહેલું સોંગ પણ રિલીઝ થયું છે. આ સિવાય કંગના પાસે ‘તેજસ’, ‘ધકડ’ જેવી ફિલ્મ્સના પ્રોજેક્ટ્સ છે.

image socure

કોરોનાવાઈરસના વધતા કેસને કારણે મહારાષ્ટ્ર સરકારે 30 એપ્રિલ સુધી વીકેન્ડ લૉકાઉડન તથા વીકડેઝમાં નાઈટ કર્ફ્યૂ (રાતના 8થી સવારના 7 સુધી)ની જાહેરાત કરી હતી. આ મિની લૉકડાઉનને કારણે પ્રાઈવેટ ઓફિસ તથા સલૂન સહિત થિયેટર પણ બંધ રહેશે. આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ એક્ઝિબિટર્સની સાથે મીટિંગ કરી હતી. થિયેટર બંધ કરવા પર કંગનાએ ઠાકરેને આડેહાથ લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!