આ તારીખથી શરુ થઈ રહ્યા છે કમુર્તા, કોઇની સલાહથી પણ ના કરતા આ કાર્યો નહિં તો ફસાઇ જશો તમે

આ તારીખથી શરુ થઈ રહ્યા છે કમુર્તા, માંગલિક કાર્યો પર લાગશે બ્રેક

હિન્દુ શાસ્ત્રો પ્રમાણે દર વર્ષે સર્જાતા ગ્રહ, નક્ષત્ર અને તિથિના શુભ સંયોગોમાં લગ્ન, હવન, યજ્ઞોપવિત સહિતના શુભ કાર્યો કરવામાં આવે છે. આ સાથે જ વર્ષ દરમિયાન એવા દિવસો પણ આવે છે કે જેમાં શુભ કાર્યો કરવા વર્જીત હોય છે. આવો જ સમય છે મલમાસ કે કમુર્તા.

image source

ચાતુર્માસ કે ચૌમાસામાં ભગવાન વિષ્ણુ ચાર માસની નિંદ્રામાં હોય છે. આ દરમિયાન કોઈપણ શુભ કાર્યો થતા નથી. માનવામાં આવે છે કે દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ આ નિંદ્રામાંથી જાગે છે અને ત્યારબાદ જ બધા જ માંગલિક પ્રસંગો શરૂ થાય છે. ચાતુર્માસ ઉપરાંત મલમાસમાં પણ કોઈ શુભ કાર્યો થતા નથી. મલમાસને મલિન માસ અથવા કમુર્તા પણ કહે છે. ડિસેમ્બરમાં શરૂ થતા મલમાસના કારણે એક માસ સુધી તમામ શુભ કાર્યો પર રોક લાગી જાય છે. એક માન્યતા એવી પણ છે કે આ માસ દરમિયાન જ મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું.

કમુર્તાની તિથિ

image source

આ વર્ષે કમુર્તા 16 ડિસેમ્બર 2019થી શરૂ થશે જે 14 જાન્યુઆરી 2020 સુધી ચાલશે. એક મહિના માટે તમામ માંગલિક કાર્યો અટકી જશે. મકર સંક્રાંતિની સાથે આ માસ પૂર્ણ થશે. જ્યારે સૂર્ય મકર રાશિમાં જાય છે ત્યારબાદ જ ફરીથી શુભ કાર્યો શરૂ થાય છે.

કમુર્તામાં કયા કયા કામ કરવાથી બચવું

image source

આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. આ દિવસોમાં સગાઈ, લગ્ન, મકાનનું નિર્માણ શરુ કરવું, ગૃહપ્રવેશ કરવો, બાળકોનું મુંડન, નવા વેપારની શરૂઆત કરવા જેવા કામ કરવામાં આવતા નથી. કોઈપણ સારા કે અને શુભ કાર્ય કરવા માટે ગુરુનું મજબૂત હોવું જરૂરી માનવામાં આવે છે. બૃહસ્પતિ દેવને વિવાહિત જીવનમાં સુખ અને સંતાન પક્ષથી પ્રસન્નતા પ્રાપ્તિ માટે મહત્વનું પરિબળ માનવામાં આવે છે.

image source

જ્યારે સૂર્ય મીન અથવા ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુની સ્થિતિ નબળી પડે છે. આ જ કારણ છે કે એક મહિના માટે તમામ શુભ કાર્યો પર રોક હોય છે. આ મહિના દરમિયાન શુભ કાર્યો ભલે ન કરો પરંતુ આ માસ દરમિયાન દાન, ધર્મ, ધ્યાન કરવું જોઈએ. આ સમય દરમિયાન કરેલા જપ, તપ, તીર્થ યાત્રાનું વિશેષ મહત્વ હોય છે. આ માસ દરમિયાન ભાગવત કથા વાંચવી અથવા સાંભળવી જોઈએ અને શક્ય તેટલું દાન અને પુણ્ય કામ કરવું જોઈએ. તેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

શું છે મળમાસ ?

image source

મળમાસને લઈ એક પૌરાણિક માન્યતા છે. આ માન્યતા અનુસાર દરેક રાશિ, નક્ષત્ર અને તમામ 12 મહિનાના કોઈને કોઈ સ્વામી હોય છે પરંતુ મલમાલનો કોઈ સ્વામી નથી. આ મહિનાનો કોઈ સ્વામી ન હોવાના કારણે આ માસને કમુર્તા કહે છે. આ કારણે મલમાસમાં દેવ કાર્ય અને પિતૃ કાર્ય કરવાની મનાઈ હોય છે. માન્યતા છે કે કમુર્તાનો કોઈ સ્વામી ન હોવાના કારણે આ માસની જવાબદારી ભગવાન વિષ્ણુને આપવામાં આવી અને એટલા માટે જ આ માસમાં વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ