જલ્સા કરોને જેંતીલાલ

કમળાબેને સ્વમૃત્યુ વિશે કરેલી આગાહી સાચી પડતાં બધા ધ્રુજી ઉઠ્યાં

ઘણા લોકોની આગાહી સાચી પડતી હોય છે. એવામાં હાલમાં એક કિસ્સો સામે આવ્યો એમા એક બહેનની પોતાના જ મોત વિશે કરેલી આગાહી સાચી પડતાં ચારેકોર ચર્ચા થવા લાગી હતી. તો આવો જાણીએ કે આખરે આ ઘટના શું હતી અને કઈ રીતે બની હતી. નખત્રાણા તાલુકાના વરમસેડાના પ્રજ્ઞાચક્ષુ કમળાબેને ‘ચાર દિવસ બાદ હું મારા શરીરનો ત્યાગ કરીશ’ તેવા પ્રકારની કરેલી આગાહી અંતે રવિવારે સાચી ઠરી હતી અને આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

image source

કમળાબેન વિશે જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો બાલ્યાવસ્થામાં જ આંખની રોશની ગુમાવનારા 75 વર્ષીય કમળાબેન માયા જેપારનું જીવન અનેક ધુપછાંવ વચ્ચે ઘેરાયેલું રહ્યું હતું. ખીમજી લધા જેપારે કમળાબેન અને સમગ્ર કેસ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેમના ફઇ અને રાણપુર ગુરુદ્વારા વાળા જીવણ સાહેબના શિષ્યા કમળાબેને તેમના ભાઇ લધારામને કહ્યું હતું કે, ચાર દિવસ બાદ હું તમારા વચ્ચે નહીં રહું અને હકીકતમાં તેમ બનીને જ રહ્યું, ઠીક ચાર દિવસ બાદ એટલે કે, તા.3-1 અને રવિવારના સવારે 9 વાગ્યા બાદ તેમનું નિધન થયું. જો કે મોતના આગલા દિવસે શનિવારની જો વાત કરીએ તો એ દિવસે રાત્રિએ ખીર, ખીચડી જમ્યા બાદ સગા-સંબંધીઓ સાથે વાતો પણ કરી હતી ત્યારે રવિવારે તેઓઓ આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

image source

જો કે આ પહેલાં એક આવો કેસ આવ્યો હતો પણ એમાં દાવો પોકળ નીકળ્યો હતો. એ વાત જામનગરની હતી. ત્યાં 77 વર્ષીય વૃદ્ધ હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ આગાહી કરી હતી કે, 24મી એપ્રિલે પાંચ વાગ્યે મને ભગવાન શ્રીકૃષ્ણ લેવા આવી રહ્યા છે. આ વાત પછી મોટી સંખ્યામાં આસપાસના ગામથી લોકો દોડી આવ્યા હતા. જો કે, તેમની આગાહી સાચી પડી નહોતી.

image source

હરિબાપાએ 5 વાગ્યાથી આંખો બંધ કરી દીધી હતી. પરંતુ અંતે 7 વાગે તેને એકાએક આંખો ખોલી નાંખી હતી. આ સમયે હરિબાપા બોલ્યા કે હરિએ મને પરમધામ દેખાડ્યું , જ્યાં સુર્ય-ચંદ્ર જેવું કંઇ છે જ નહીં. તેમણે ભાનમાં આવ્યા પછી જણાવ્યું હતું કે, મને એટેક આવી ગયો ને મને હરિ લેવા નથી આવ્યા. હવે આપણે ખોટા પડી ગયા બીજું શું. બીજું શું કઉં. હરિબાપાની આ આગાહી પછી હરિને બદલે પોલીસ લેવા આવી. મેડિકલની ટીમે ચેકઅપ કર્યું તેઓ સ્વસ્થ હતા. ત્યારબાદ તેમને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version