કમાલ ! 18 સેકંડમાં 2 લિટર સોડા પીવાનો વીડિયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય

ખાણીપીણીના શોખીન તો દરેક વ્યક્તિ હોય છે. પરંતુ આપણી આસપાસ કેટલાક લોકો એવા હોય છે જેમનો આ શોખ ભયંકર હોય છે. એટલે કે તેઓ એકવારમાં મોટા પ્રમાણમાં વસ્તુ ખાઈ કે પી શકતા હોય છે. આવા ખાવા-પીવાના શોખીનોને ફુડી ઉપનામ આપવામાં આવે છે. ખાવાપીવાના આવા શોખીનો તેના કારનામાંથી ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ પણ નોંધાવી લેતા હોય છે.

તાજેતરમાં આવા જ એક ફુડીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વ્યક્તિએ તો એવું જબરું કામ કર્યું છે કે તેણે વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. આપણે સૌ સોડા તો પીતા જ હોય છે. ઘણીવાર એવું પણ બને કે જો તમે એક શ્વાસે બે કે ત્રણ ઘુંટડા સોડાના એકસાથે પી લો તો પછી હાલત ખરાબ થઈ જાય છે. તો પછી વિચાર કરો કે માત્ર ગણતરીની સેકન્ડમાં તમારે 2 લીટર સોડા પીવાની હોય તો ? આ વિચાર કોઈપણ સામાન્ય માણસને હચમચાવી દે તેવી છે. પરંતુ આ વાયરલ વીડિયો એટલા માટે જ તો ચર્ચામાં છે કારણ કે તેમાં જે વ્યક્તિ જોવા મળે છે તે 18 જ સેકન્ડમાં 2 લીટર સોડા ગટગટાવી જાય છે.

રેકોર્ડ બનાવવા માટે કેટલાક લોકો એવા કામ કરે છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ અહીં તો વીડિયો સાક્ષી પુરે છે કે આ વ્યક્તિએ ખરેખર રેકોર્ડ સર્જે તેવું કામ કર્યું છે. આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેનું નામ એરિક છે. તે આંખના પલકારામાં જેટ સ્પીડથી સોડા પી જાય છે. જેટલી ઝડપથી આ વ્યક્તિ 2 લીટર સોડા ગટકાવી જાય છે એટલી ઝડપથી તો આપણે 2 ગ્લાસ પાણી પણ પી શકીએ નહીં. આ વ્યક્તિના નામે રેકોર્ડ છે કે તેણે 18.45 સેકંડમાં 2 લીટર સોડા પી લીધી છે.

એરિક બુકર નામના વ્યક્તિએ 2 લીટર સોડા પીવાનો જે રેકોર્ડ બનાવ્યો છે તેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. સામાન્ય રીતે લોકો કોલ્ડ ડ્રિંક પીવામાં ઘણો સમય લેતા હોય છે પરંતુ આ વ્યક્તિ જેટલી ઝડપથી કોઈ કોલ્ડડ્રીંક પી શકતું થી. આ વીડિયોને ગિનીસ બુક ઓફ રેકોર્ડના ઓફિશિયલ અકાઉંટ પરથી શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong