કમલ હાસનના ફિલ્મી સેટ પર આગ: આસિ. ડિરેકટર સહિત જાણો કેટલી વ્યક્તિના થયા કરુણ મોત

કમલ હાસનની ફિલ્મ ઇન્ડિયન 2ના સેટ પર થયો ગમખ્વાર અકસ્માત , ફિલ્મ સાથે જોડાયેલી મહત્ત્વની વ્યક્તિનું મૃત્યુ

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ ઇન્ડિયન 2ના સેટ પર બની ભયાનક ઘટના. ઇન્ડિયન 2નું શુટિંગ ચેન્નઈ ખાતે આવેલા ઇવીપી સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. આ ફિલ્મ કમલ હાસનની મહાત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક છે.

image source

એક અહેવાલ પ્રમાણે ઇન્ડિયન 2 ફિલ્મના સેટ પર હેવી ડ્યૂટી ક્રેશ જે હેવી લાઇટ્સને લીફ્ટ કરી રહી હતી તે ક્રેશ થઈ ગઈ હતી જેની નીચે ઘણા લોકો આવી ગયા હતા જેમાંથી ત્રણ જણનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અને બીજા દસ લોકો ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે આ અકસ્માત ત્યારે થયો જ્યારે શૂટિંગ માટે વાપરવામાં આવેલી ક્રેન શૂટિંગના સ્થળ પર જ ક્રેશ થઈને પડી ગઈ. સેટ પરના કર્મચારીઓ સેટને ગોઠવવાની તૈયારી કરી રહ્યા હતા તે વખતે ક્રેન પર એક ભારે ભરખમ લાઇટ ચડાવવામાં આવી હતી અને તેનું વજન ક્રેન નહીં ખમી શકતાં ક્રેન ક્રેશ થઈ ગઈ હતી. આ સ્થળે ઘણા બધા લોકો હાજર હતા. કમલ હાસન પણ આ ઘટના સ્થળે હાજર હતા.

image source

ઘટનામાં સ્થળે ત્રણ જણનું મૃત્યુ થયું હતું. જેમાં 34 વર્ષિય આસિસ્ટન્ટ ડીરેક્ટર ક્રિશ્નાનોનો સમાવેશ થાય છે જે ડીરેક્ટર શંકરની ટીમમાં કામ કરતા હતા, આ ઉપરાંત 29 વર્ષિ મધુ અને 60 વર્ષિય ચંદ્રન હતા જે ફિલ્મની કેટરીંગ ટીમનો ભાગ હતા. આ ઘટના 19 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ઘટી હતી.

image source

પોલીસે જણાવ્યા પ્રમાણે કમલ હાસન ઘટના સ્થળે હાજર હતા અને તરત જ ઘવાયેલા લોકોને ખાનગી હોસ્પિટલ લઈ જવા મદદ કરી હતી અને સતત પિડિતોનું ધ્યાન રાખી રહ્યા છે. પોલીસ અધીકારીઓએ વધારામાં જણાવ્યું હતું કે ત્રણ મૃતકોના શરીરને ગવર્નમેન્ટની જનર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામા આવ્યા છે. પોલીસે આ કેસની ફરિયાદ નેંધી લીધી છે અને હાલ અકસ્માત બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું ડીરેક્શન સાઉથના જાણીતા ડીરેક્ટર એસ શંકર કરી રહ્યા છે. થોડા સમય પહેલાં ફિલ્મનું પોસ્ટર પણ રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પણ કમલ હાસન ઇન્ડિયન 2ની પ્રિક્વલ હિન્દુસ્તાનીની જેમ એક વૃદ્ધનું પાત્ર ભજવતો જોવામાં આવશે. કમલ હાસન ઉપરાંત આ ફિલ્મમા કાજલ અગ્રવાલ અને સિદ્ધાર્થની મહત્ત્વની ભુમિકા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ