આ આર્ટિકલ જેને વાંચી લીધો તેને કામ કરતા મળે છે ચાર ગણું વધુ પરિણામ, વાંચો તમે પણ જલદી

શું તમે સમયસર કામ નથી પતાવી શકતા? શું એકના એક કામથી કંટાળી જાઓ છો? કામ કરવા છતાં ધાર્યું પરિણામ નથી મેળવી શકતા! તો આ આર્ટીકલ જરૂર વાંચજો. કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના કેટલાક રસ્તાઓ જે તમારી પ્રોડકટીવીટી વધારી શકે છે.

image source

તમારા ધાર્યા પ્રમાણે કામ કરવા માટે એકદમ વ્યવસ્થિત પ્લાનિંગની સાથે સાથે દરરોજ કામ પ્રત્યે ફોકસ અને મોટીવેશનની પણ જરૂર પડે છે. તમારા એક દિવસનું જે તે નક્કી કરેલું કામ, પૂરું થઇ જાય પછી જે આરામનો અનુભવ થાય… એ ફીલિંગ જ અલગ છે. પરંતુ ઘણા લોકો અશક્ય અથવા ખુબ જ અઘરા કામનો ટાર્ગેટ તૈયાર કરી તો દેશે પણ પૂરો ન કરી શકે ત્યારે હાર માની લે છે. જે ખરેખરમાં ખોટું છે.

આ જ કારણે અમે એવા કેટલાક રસ્તાઓ લાવ્યા છીએ જે તમારી પ્રોડકટીવીટી વધારવા મદદ કરી શકે છે.

૧. દરેક દિવસનો એક ગોલ નક્કી કરો.

image source

તમારા દિવસને વિવિધ કામોમાં વિભાજીત કરી દરરોજનું એક સમયપત્રક બનાવો જેમાં તમારા મહત્વપૂર્ણ કામને આગળ રાખો. આ રીતે સમયપત્રક અથવા ટુ-ડુ લીસ્ટ બનાવી કામ કરવાથી તમારી પ્રોડકટીવીટી વધશે જ. બસ, તો હવે રાહ શેની જુઓ છો. એક પેન અને પેપર લઇ લ્યો અને તમારા દરરોજના ટાર્ગેટ સેટ કરી દો.

૨. કોઈ પણ કામની મહત્વતા નક્કી કરો.

image source

તમારા સમયપત્રકમાં લખેલી દરેક વસ્તુ અર્જન્ટ નથી હોતી. થોડો સમય કાઢીને દરેક કામની મહત્વતા નક્કી કરો જે કદાચ સૌથી અઘરું કામ હોઈ શકે છે. અને તે પ્રમાણે તમારી એનર્જી, સમય અને રૂપિયા વાપરો. સૌથી મહત્વનું કામ પહેલા પૂરું થઇ જવાથી તમારો દિવસ સફળ રહેશે.

૩. થઈ શકે એટલા જ કામ કરવા.

image source

ઘણી વાર વધારે કામ પતાવવાના ચક્કરમાં આપણે સમયપત્રક એટલું બધું ભરચક બનાવી દઈએ છીએ કે તેને મેનેજ કરવું મુશ્કીલ બની જાય છે. એમ પણ આખા દિવસનું ખાવાનું એક સાથે થોડી કોઈ ખાઈ શકવાનું…એજ રીતે કોઈ પણ વ્યક્તિ એક સાથે એક જ કામમાં ધ્યાન આપી શકે. નહિતર એ વારંવાર દિશાથી ભટકી જાય.

૪. તમારા મગજને કામની અંદર ઉતરી જવાનો આદેશ આપો.

image source

મગજની શક્તિ ત્યારે જ વાપરી શકશો જયારે તમે કોઈ પણ વિષય ઉપર ઊંડાણમાં કામ કરશો. આ બોલવામાં અને વાંચવામાં ખુબ જ સહેલું લાગે છે પણ આ કામ ઘણું અઘરું છે. સમયપત્રકમાં આ પ્રકારના કામ માટે એવો સમય જરૂર આપવો જે દરમિયાન કોઈ પણ જાતના અવરોધો વગર તમે ફક્ત ધ્યાન આપી શકો.

૫. મોનોટાસ્ક

image source

અત્યાર સુધીના અનુભવ ઓઅછી લોકોને એટલી તો ખબર પડી ગઈ હશે કે મલ્ટીટાસ્કીંગ એટલે કે એક સમયે એક કરતા વધારે કામ કરવામાં ફક્ત નુકસાન જ છે. આથી, એ રીતનું કામ અવોઇડ કરો.

૬. મેડીટેશન

image source

મેડીટેશન આપણી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધારે છે તેમજ આપણી યાદશક્તિ અને શીખવાની વૃતિ ઉપર પણ સારી અસર બતાવે છે. એક રીસર્ચમાં એવું સાબિત પણ થયું છે કે મેડીટેશન કરવાથી ઉમર સાથે ઘટતી યાદશક્તિની સમસ્યા પણ ઓછી થાય છે. આવી જ એક ૭ વર્ષની સ્ટડીમાં સાબિત થયું છે કે મેડીટેશન એકગ્રતા અને ધ્યાનમાં સુધારો લાવે છે. આટલું જ નહિ, એ સ્ટડીમાં ભાગ લીધેલા લોકોની લાગણીઓ તેમજ પરફોર્મન્સમાં મોટી માત્રામાં સુધારો આવ્યો હતો.

૭. તમારી શરીરના પ્રોડકટીવ કલાક શોધો.

image source

દરેક વ્યક્તિ કોઈક સમય ઉપર ધાર્યા કરતા વધારે કામ આપી શકે છે જેને શરીરના પ્રોડકટીવ કલાક કહી શકાય. ઉદાહરણ તરીકે કેટલાક લોકો વહેલી સવારે ૫ થી ૮ માં આખા દિવસનું કામ પૂરું કરે છે જયારે કેટલાક રાત્રે ૧૨ વાગ્યા પછી. આથી સમયપત્રક બનાવતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે તમારા પ્રોડકટીવ કલાક અને મહત્વનું કામ બંને જોડે થવા જોઈએ.

૮. થોડા સમય માટે મગજને આરામ આપો.

image source

આ રીતનો એક બ્રેક મગજને રીફ્રેશ કરી શકે છે. તમારા કામથી દુર જઈ થોડો સમય મગજને આરામ આપવાથી લોકોએ આપેલા મોટીવેશન રિસ્ટોર કરી શકાય છે. ઉદાહરણ તરીકે તમે થોડો ટાઈમ ચાલવા જાવો અથવા નાની મોટી રમત રમો.

૯. વ્યાયામ કરો.

image source

અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હશે કે વ્યાયામ કરવો એ આપણા શરીર માટે ફાયદાકારક છે પણ એ ફક્ત આપણા શરીર જ નહિ પણ મગજ માટે પણ એટલું જ ફાયદાકારક છે. વ્યાયામ શીખવાની વૃતિ, એકાગ્રતા, યાદશક્તિ, મુડમાં સુધારો કરવાની સાથે સાથે શરીરનો બધો થાક પણ દુર કરે છે.

૧૦. કામ કરવાની જગ્યા ચોખ્ખી રાખો.

image source

એક રીસર્ચ પ્રમાણે તમારી કામ કરવાની જગ્યા ઉપર ઘણા બધા કાગળ અથવા કોઈ નકામી વસ્તુઓ પડી હોય તો તે તમારી પ્રોડકટીવીટી ઘટાડી દે છે. કારણ કે જે તે વ્યક્તિ પોતાના કામ ઉપર ફોકસ નથી કરી શકતો. આથી કામ કરવાની જગ્યા એકદમ ચોખ્ખી રાખો જેથી મગજને વિચારવાની જગ્યા મળે.

૧૧. કંટાળો ન આવવા દો.

image source

જો તમે કોઈ મહત્વનું કામ ખુબ જ ધ્યાનપૂર્વક કરી રહ્યા છો પણ થોડા સમય પછી એ કામથી કંટાળી જાઓ, તો તમને ચીડ આવી જશે. અને અંતે તમારી પ્રોડકટીવીટી ઘટી જશે. પણ આમ ન થાય એ માટે બીજો એક રસ્તો અપનાવો. જો તમને લાગે કે આ કામમાં કંટાળો આવે છે તો થોડા સમય માટે બીજું કોઈ કામ પકડી લો. એ કામ પૂરું કરો. આમ કરવાથી મગજની એકાગ્રતા પણ વધશે અને એક સાથે બે કામ પણ પુરા થશે.

લેખન સંકલન: યશ મોદી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ