મતલબી દુનિયા – વધુ પડતી અપેક્ષા આપણને તકલીફ આપે છે, લાગણીસભર પ્રેમકહાની…

“મતલબી આ દુનિયા માં કોઇ ની નથી આજ, રહી જો હોય કોઇ ને પણ કોઇ ની અહીં જો લાજ, તો લાજ ને પણ લજવે

એવાં પહેરે છે લોકો ધમંડ ના તાજ.”

કોઇના હોવાથી જીવન ઘણું સારું લાગે છે પણ જ્યારે કોઇ વ્યક્તિ કોઇના દિલના ખુબ જ નજીક આવી ગયાં પછી જ્યારે એ એ વ્યક્તિ થી દૂર થાય છે ત્યારે એ વેદના ખુબ જ અસહ્ય હોય છે. આ વેદના જાણે ધરતી ફાડી ને આકાશ સુધીની અગન જ્વાળાઓ છોડતી હોય એવો ભાસ કરાવે છે.

જે વેદનાંમાં આંખમાં પાણીનું ઘોડાપુર આવે છે. બાદ જ્યારે આંખમાં પણ પાણી ખૂટી પડે ત્યારે જાણે રણમાં પાણીની શોધ થતી હોય એમ લાગે છે. ખબર હોય છે કે રણમાં પાણી નથી જ મળવાનું છતાં પણ એક આશ સાથે કે ક્યારેક તો રણનો અંત આવશે અને મીઠાં ઝરણાંના નીર મળશે.

એક વાત મને કોઇકે કહી હતી કે દરેક લોકો બસ પોતાનો જ મતલબ જોતાં હોય છે અને મતલબ પુરો થતાં તો બસ દૂર થી જ સલામ કરે છે. અને એ જ બાબત માટે કહીં શકાય કે ,

“ હમ સોચતે રહે

યહાં હમારે હૈ કીતને સારે,

લોગ કહતે ગયે

યહી તો ધોખાં હો રહા હૈ પ્યારે,

યહાં અપના કોઇ નહીં

બસ જીના અકેલાં હૈં યે સમજ લે.”

અહીં તો પ્રેમ ને પણ રુપ અને રુપિયાઓ સાથે તોલવામાં આવે છે. કોઇ એ નથી જોતું કે કોઇનો સ્વભાવ કેવો છે…??? એનું દિલ કેવું છે…??? રુપ ને બાજુ પર મૂકી થોડો પ્રેમ એનાં સ્વભાવથી પણ કરી લે.

એક છોકરો જે એક છોકરી ને પ્રેમ કરતો હતો રોજ એ છોકરી ને મેસેજ કરતો પણ એ છોકરી ક્યારેક જ રિપ્લાય કરે ક્યારેક ના પણ કરે પણ છોકરા ને એમ હતું કે એ છોકરી કામમાં બીઝી રહેતી હશે તો રિપ્લાય ના પણ આપી શકે પણ આજે છોકરા ને થયું કે કોલ કરી ને જોઇ લઉં જો કોલ પર સારી રીતે વાત થઇ જાય તો મન ને પણ શાંતિ થાય અને એ છોકરીનાં દિલની વાત પણ એની વાતો પર થી સમજી શકાય.

છોકરાએ તો સમય નક્કી કર્યો કે આટલાં સમયે કોલ કરીશ અને એ પોતાનાં દરેક કામો પતાવી ને માનસિક રીતે તૈયાર થઇને બેસી ગયો કે હવે સમય થાય એટલે એને કોલ કરું. એનાં વિચાર્યા પ્રમાણેનો સમય થઇ ગયો.

છોકરાએ તો ખુબ જ હિંમત એકઠી કરી ને મોબાઇલનું લોક ખોલ્યું, બાદ છોકરીનો નંબર કોન્ટેક્ટ લિસ્ટમાંથી શોધ્યો પણ એનું મન હજુ પણ માનતું નહોતું કે કેમ કરી ને કોલ કરવો અને ત્યાં જ એણે જે થાય એ એમ વિચારી ને કોલ ડાયલ કરી દીધો.

“કોલની રિંગ વાગી રહી હતી ટ્રીન…ટ્રીન… ટ્રીન… ટ્રીન…” સામેથી કોઇ કોલ ઉપાડી નહોતું રહ્યું હતું આથી છોકરાનું મન ગભરાય રહ્યું હતું. આમ ને આમ કોલની આખી રીંગ પૂર્ણ થઇ ગઇ પણ કોઇ એ કોલ ના ઉપાડ્યો. હજુ પણ છોકરાનાં મનમાં તો એવું જ હતું કે છોકરી એનાં કોઇ કામમાં વ્યસ્ત હશે એટલે કોલ નથી ઉપાડતી. પણ સત્ય તો એ છોકરીને જ ખબર હતું.

છોકરાએ દસ મિનિટ બાદ ફરીથી કોલ કર્યો.“રિંગ વાગી ટ્રીન…ટ્રીન…” બીજી જ રીંગમાં કોલ ઉપડી ગયો.

સામે છેડે થી છોકરીનો અવાજ સંભળાયો “ શું છે તારે …??? કેમ આમ કોલ કરે છે…??? કોલસાની ખાણ છે તું સમજ્યો…??? તારું મોઢું જો એકવખત કાચમાં પછી મને કોલ કર અને હાં આટલાં સમય થી તારી સાથે મેં થોડી વાતો કરી મેસેજોમાં એનો મતલબ એ નથી કે તું મારો થઇ ગયો અને હું તારી… હવે પછી તારો કોલ તો શું મેસેજ પણ મારા પર આવવો ના જોઇએ.” કોલ કટ થઇ ગયો.

છોકરો જ્યાં નો ત્યાં જેમ નો તેમ જ કાન પાસે મોબાઇલ પકડી ને ઊભો ને ઊભો રહી ગયો. થોડીવાર બાદ છોકરાના હાથ માંથી મોબાઇલ જમીન પર જઇ ને પટકાયો અને તૂટી ગયો. પણ આ સમયે માત્ર મોબાઇલ જ નહિં પરંતુ બીજું પણ ઘણું તૂટ્યું હતું.

એ જે તુટ્યું એ છોકરાનું દિલ હતું, એનો વિશ્વાસ, એનું સ્વાભિમાન જે વેર વિખેર થઇ ગયું હતું. હવે એ માત્ર એક લાશ હોય એવો બની ગયો હતો.

એ તૂટેલાં મન સાથે જ્યાં નો ત્યાં જ પગનાં ઘૂંટણો પર બેસી પડ્યો અને એણે આંખોમાં આંસુઓ સાથે એનો એ તૂટેલો મોબાઇલ ઊંચક્યો અને ત્યાંથી માંડ પોતાનાં ભારે પગે હૈયાને ધરપત આપતો પોતાનાં ઘર તરફ જવા રવાના થયો. આંખ માંથી આંસુઓની ગંગા જમુના વહ્યે જતી હતી. આ વહેતી ગંગાનાં કોઇ ને અણસાર પણ ના પડે એમ વિચારી છોકરો પોતાનું મોં ધોંવા માટે એ પાણીની ડોલ પડી હતી એ તરફ ગયો અને મોં ધોંઇને ઘર તરફ ફર્યો.

ઘરે પહોંચી એણે પહેલું એ કામ કર્યું કે એનાં હાથમાં જે મોબાઇલ હતો એ મોબાઇલ ને દિવાલ પર ધા કરી ને તોડી ને ટુકડે ટુકડાં કરી નાંખ્યાં. બાદ મનોમન વિચાર કર્યો કે હવે બસ હું અને મારી ફેમિલી બીજું કોઇ નહિં.

રોજ સવારે જોબ પર જાય રાત્રે ઘરે આવી જાય જોબ જતી વખતે કે ત્યાંથી ઘરે ફરે ત્યાં સુધી ના તો કોઇ પણ વ્યક્તિ સાથે વાતચીત કે કંઇ નહિં બસ પોતાનાં વિચારોમાં જ ખોવાયેલો હોય છે એ અને કંઇ વિચારતો હોય છે.

આ જ વિચારો ના ચાલતાં એ રોજ ઘરે પહોચીં ને પોતાનાં ઘરે મૂકેલાં કોમ્પ્યુટર માં કોઇ ને કોઇ કામ કરતો રહેતો હતો. શું કામ કરતો હતો એ બસ એ જાણતો હતો. એનાં સિવાય બીજા કોઇ પણ વ્યક્તિ ને ખબર નહોતી કે એ શું કરતો હોય છે.

કેમ કે ના તો એ કોઇ વ્યક્તિ સાથે વાતો કરતો કે ના તો એનાં કામ બાબત માં કોઇ ચર્ચા. તો ખબર પણ કેમ કરી પડે કોઇ ને કે એ વ્યક્તિ શું કરે છે…!!! એનું કોમ્પ્યુટર લોક હતું જેનો લોક માત્ર એ છોકરો જ ખોલી શકતો હતો.

સમય વિતતો ગયો અને પેલી જે છોકરી ને કારણે એ વ્યક્તિ માં બદલાવ આવ્યો હતો એ છોકરી કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરી કોઇક અંતરિયાળ ગામડે સેટ થઇ ગઇ હતી. એ છોકરી એ જે છોકરા ને એનાં કદરુપા રુપ ને કારણે ઠોકર મારી હતી એ છોકરા થી પણ વધારે કદરુપો એનો પતિ એને મળ્યો અને એ પણ અભણ અને ગામડિયો.

આ ગામડિયાં સાથે જેમ ની તેમ જીવન ગાળતી એ છોકરી નો ભેંટો એક વખત એક બસ માં પેલાં છોકરા સાથે થયો અને એ પેલાં છોકરા ને જોઇ ને એ રડવા લાગી કે એને દુઃખ આપી પોતે પણ સુખી ના થઇ શકી. બાદ છોકરા નું સ્ટેન્ડ આવતાં એ તો બસ માંથી ઉતરી ને ઘરે જવા રવાનાં થઇ ગયો.

પછી એ રોજ ની માફક આજે પણ પોતાનાં કામે વળગી ગયો. આજે એનું કામ લગભગ પૂર્ણતા ને આરે જ હતું. થોડી જહેમત બાદ એનું કામ પૂર્ણ થઇ ગયું.

એ કામ પૂર્ણ થયા બાદ એ છોકરાએ ફેસબુક અને બીજા જે પણ સોશિયલ મિડીયા હોય એનાં પર એનાં કામ અંગે ની માહિતી અપલોડ કરી દીધી અને રાત્રે નિરાંતે સૂઇ ગયો. સવાર થઇ અને જોયું તો એની પોસ્ટ પર ખુબ જ સારો એવો રિસ્પોન્સ હતો લાખો લોકો એની સાથે કામ કરવાં પડાપડી કરી રહ્યાં હતાં. આ જોઇ એને ખુબ જ ખુશી થઇ અને એણે એ દરેક લોકો સાથે વાતચીત માટે સમય ફાળવ્યો અને મુલાકાત કરી બાદ એક એવાં વ્યક્તિ સાથે એણે કામ કરવાં નું નક્કી કર્યુ કે સમાજ નાં પણ હિત માં હોય.

એમણે એક ચેરીટી સંસ્થા ચાલુ કરી અને લોકો ની સેવા નું પણ કામ ચાલુ કર્યું જેનાથી એ છોકરો નું ખુબ જ નામ થઇ ગયું.

એ છોકરા એ જે કામ આટલાં સમય થી પોતાનાં કોમ્પ્યુટર માં રાત દિવસ એક કરી ને કર્યું હતું એ કામ હતું એ કે એણે પોતાનાં તથા લોકો નાં જીવન પર સંસોધન  કરી ને એમની જરુરિયાતો તથા બીજી વાતો થી એમને મદદરુપ થવા માટે એક પોર્ટફોલિયો બનાવ્યો અને એ ખુબ જ સારી એવી સફળતા નાં શીખરો સર કર્યાં અને લોકો નાં દિલ પર રાજ કર્યું.

આજે જ્યારે આ વાત પેલી છોકરી ને ખબર પડી તો એ પોતાનાં નશીબ ને કોસતી બસ રડતી રહી.

લેખક : કલ્પેશ ચૌહાણ (કાવુ)

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી