જલ્સા કરોને જેંતીલાલ

કલ્કિ કોચલીન બની માતા, જાણો કોણ છે તેનો BF

ફિલ્મ એક્ટ્રેસ કલ્કિ કેકલાએ દીકરીને જન્મ આપ્યો છે.

image source

કલ્કિ આયે દિવસ પોતાના બેબીબમ્પ સાથેની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહી હટી. એનાથી ખબર પડે છે કે તે પોતાના પહેલા બાળક માટે ખૂબ ઉત્સાહિત હતી.

ફિલ્મ એક્ટ્રેસ કલ્કિ કેકલા(લોકપ્રિય તરીકે કલ્કિ કોચલિન)ને શુક્રવાર એટલે કે ૭ ફેબ્રુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો છે. કલ્કિ કેટલાક સમયથી પોતાના બેબીબંપ સાથેના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરી રહી હતી.

આ પરથી કહી શકાય કે કલ્કિ પોતાના પહેલા બાળક માટે ઘણી ઉત્સાહિત જોવા મળી રહી હતી. કલ્કિ પોતાના બોયફ્રેન્ડ ગાય હર્શ બર્ગના બાળકની મા બની છે. કલ્કિના માં બનવાની જાણકારી સોશિયલ મીડિયા થી જ સામે આવી છે.

image source

કલ્કિ પહેલીવાર માં બની છે. કલ્કિ લાંબા સમયથી બોયફ્રેન્ડ ગાય હર્શ બર્ગને ડેટ કરી રહી છે. બંનેએ હજી સુધી મેરેજ નથી કર્યા. પોતાની પ્રેગ્નેસીને લઈને કલ્કિ ખૂબ ઉત્સાહિત હતી. કેટલાક દિવસ પહેલા ખબર આવી હતી કે અભિનેત્રી પોતાના બાળકનો જન્મ હાલની કોઈ આધુનિક હોસ્પિટલ કે દવાખાને થી ઓપરેશન કે કોઈ સરળ વિધિનો સહારો નહિ લે.

ઉપરાંત તેના પૂર્વજોની વારસાગત પ્રથા મુજબ પ્રાકૃતિક રીતે એટલે કે વોટર બર્થ દ્વારા બાળકને જન્મ આપવાની યોજના બનાવી છે. જો જરૂર લાગશે તો ડૉક્ટરની સલાહ લઈને દવા જરૂર લેશે. કલ્કિએ પોતાના બાળકને જન્મ વોટર બર્થ દ્વારા જ જન્મ આપ્યો છે.

તેમજ વર્ષના અંતમાં તે ગોવા જશે અને ત્યાંજ બાળકને જન્મ આપશે. કલ્કિએ કહ્યું હતું કે તેમનો જન્મ પણ ગોવામાં પાણીની અંદર જ થયો હતો.

વિતેલા દિવસો કલ્કિએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે પોતાના પરિવારને જણાવ્યું કે તે મેરેજ પહેલા માં બનવાની તો તેમનું શું રીએક્શન હતું. કલ્કિએ કહ્યું હતું કે તેમણે ‘આ વાતની ખુશી છે કે તેમના અને ગાય હર્શબર્ગના પરિવારવાળા ખૂબ અપરંપરાગત છે. તેઓ મેરેજ અને બાકીની વસ્તુઓને લઈને ઘણી પરંપરાગત વિચાર નથી રાખતા.

image source

મારી મમ્મીએ મને કહ્યું કે જો, આગલી વખત જ્યારે તું મેરેજ કરે તો પૂરી રીતે સુનિશ્ચિત થઈ જજે, આ તારી જિંદગી છે.’ કલ્કિએ જણાવ્યું હતું કે તેમની માં એ આવું એટલા માટે કહ્યું ‘કેમકે મારા એકવાર પહેલા જ તલાક થઈ ચૂક્યા છે. એટલા માટે તેમને મેરેજની વધારે જલ્દી નથી.’

પહેલા માં બનવાની વિરુધ્ધ હતી કલ્કિ:

image source

જણાવીએ કે કલ્કિ કેકલાએ જણાવ્યું હતું કે તેમણે અને તેમના બોયફ્રેન્ડે બાળકનું નામ પણ વિચારી લીધું છે જે દીકરા કે દીકરી બંને પર સૂટ કરે. જણાવીએ કે ૬ વર્ષ પહેલા કલ્કિ જ્યારે અનુરાગ કશ્યપની પત્ની હતી તો તે માં બનવાની વિરુધ્ધ હતી પરંતુ હવે તેમને પરિવારની જરૂરિયાત મેહસુસ થઈ રહી હતી.

વધારે દિવસ ના ચાલ્યા કલ્કિ અને અનુરાગના મેરેજ

image source

કલ્કિ કેકલા અને ફિલ્મમેકર અનુરાગ કશ્યપના મેરેજ વર્ષ ૨૦૧૧ માં થયા અને બંને વર્ષ ૨૦૧૫ માં અલગ થઈ ગયા હતા. જો કે બંને સારા મિત્રો છે અને કલ્કિની પ્રેગ્નેસીની જાણકારી મળ્યા પછી અનુરાગે પેરેન્ટ્સ ક્લબમાં કલ્કિનું સ્વાગત કર્યું હતું.

image source

એક્ટ્રેસ કલ્કિ કોચલીને ઇન્સ્ટાગ્રામ પર આ વખતે બે ફોટા શેર કર્યા છે. પહેલા ફોટામાં તે બેઠેલી છે. ટેબલના ટેકે ગાલ પર હાથ રાખીને પોઝ આપી રહી છે. બેબી બમ્પની સાથે પોઝ આપતી કલ્કિ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version