ઘોર કળિયુગ: દારૂડિયણ પત્નીને રોજ સૂરજ આથમ્યા પછી જો ના કરે દારૂની પાર્ટી, તો ના પડે ચેન, જાણો શું કરી નાખ્યુ પછી પતિનું?

ઘોર કળિયુગ – દારૂડિયણ પત્નીએ પતિને સ્પિરટ નાખીને સળગાવી નાખ્યો

આવનારા થોડા દિવસોમાં જ વટસાવિત્રીનું વ્રત આવી રહ્યું છે. આ દિવસે ભારત દેશની મોટા ભાગની પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ ઉપવાસ રાખીને બીજા દિવસે પારણા કરે છે. આપણા દેશની સંસ્કૃતિમાં સ્ત્રીને હંમેશા પતિ સામે આવતી મુશ્કેલીઓને આડે આવતી દર્શાવવામાં આવી છે. અને પૌરાણીક ભારતમાં પતિવ્રતા પત્નીની ઘણી બધી એવી કથાઓ પણ સાંભળવામાં આવી છે. અને આજે પણ સમાજમાં એવા ઘણા બધા ઉમદા ઉદાહરણો પુરા પાડતી સ્ત્રીઓ અસ્તિત્ત્વ ધરાવે છે.

image source

પણ આજે અમે તમને જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો કે ખરેખર ઘોર કળિયુગની શરૂઆત થઈ ગઈ છે. વાસ્તવમાં પંજાબના ફિલ્લોર વિસ્તારની આ ઘટના છે. અહીંની એક પુત્રવધુને રાત્રે જ્યારે ઘરના બધા સભ્યો સુઈ જાય ત્યારે દારૂની પાર્ટી કરવાની ખરાબ આદત હતી. અને હદ તો ત્યારે થઈ જ્યારે તેણીએ અરધી રાત્રે ઘસઘસાટ ઉંઘમાં સરી પડેલા પતિ પર સ્પિરિટ ફેંકીને તેને બાળી નાખવાનો પ્રયાસ કર્યો.

image source

પત્નીના આ હિંસાત્મક કૃત્ય વિરુદ્ધ પીડિત પતિ ગુરપ્રીતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં પત્ની, તેમજ તેના સાસુ, સસરા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ કરવાનો ગુના હેઠળ ફરિયાદ નોંધાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા લગભગ બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના કારણે પતિ પોતાની પત્નીને ક્યાંય ફરવા નોહતો લઈ જઈ શકતો તેનાથી કંટાળીને પત્નીએ આ હિંસક કૃત્ય આચર્યું છે. આ ઘટનાથી આખાએ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પીડિત પતિના પિતાની ફરિયાદ

પીડિત પતિને વહુના હૂમલાથી બચાવવા વચ્ચે પડેલા પિતા ત્રિભોચન સિંહનો પણ આ ઘટનામાં પગ ભાંગ્યો છે. તેઓ પોતાની વહુની ફરિયાદ કરતાં જણાવે છે કે. લગ્ન કર્યાના માત્ર બે મહિનાની અંદર જ વહુએ આખાએ ઘરને જાણે દારુનો અડ્ડો બનાવી મુક્યો છે. પુત્રવધુને દારૂનો એટલો ભારે શોખ છે કે તેણી રોજ સાંજ પડ્યે મોટા મોટા અવાજે ગીતો વગાડતી અને દારૂની બોટલ ખોલીને દારૂ પીતી રહેતી.

image source

અને જ્યારે જ્યારે પણ સાસરિયા તરફથી તેણીને અટકાવવામાં આવતી ત્યારે તેણી ઝઘડવા લાગતી અને એટલું ઓછું હોય તેમ ફોન કરીને તેના ભાઈ તેમ માતાના મોઢે ગાળો તેમજ ધમકી અપાવતી અને સાથે સાથે એવી ધમકી પણ આપતી કે તેણી દહેજનો કેસ કરીને અમને બધાને જેલમાં પુરાવી દેશે. પત્નીના પિયરીયાઓ એટલી હદ વટાવી ચૂક્યા હતા કે એક વખત તો તેઓ તેમના ઘરે આવીને ગાળો પણ બોલી ગયા અને ઘરમાંથી તેમને કાઢી પણ મુક્યા હતા.

પતિને જ્યારે સ્પિરિટથી સળગાવી દઈને જ્યારે તેણીએ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી. આ મામલાની તપાસ કરી રહેલા ઇન્સ્પેક્ટર કુલવિંદ્ર સિંહ જણાવે છે કે આ ગુના હેટલર ગુરપ્રીતની પત્ની રમનદીપની, તેમજ તેના પિતા હીત સિંહ ખન્ના વિરુદ્ધ ગુરપ્રીતની હત્યાના પ્રયાસ તેમજ તેની વિરુદ્ધ ષડતંત્ર રચવાની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને આ મામલે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ