કાળી ચૌદસ કહો કે રૂપ ચૌદસ કે પછી કહો નરક ચતૂર્દશી… આ દિવસ સાથે જોડાયેલી છે અનેક પૌરાણિક કથાઓ…

કાળી ચૌદસ કહો કે રૂપ ચૌદસ કે પછી કહો નરક ચતૂર્દશી… આ દિવસ સાથે જોડાયેલી છે અનેક પૌરાણિક કથાઓ…

નરક ચતૂર્દશી શબ્દ સાંભળીને જ આપણને એમ થઈ જાય છે કે આ વળી કેવો તહેવાર હશે, જેમાં નરકની વાત આવે છે. પરંતુ આ તહેવાર પણ એટલો જ મંગળકારી અને શુભ સંકેતો દર્શાવતો તેમજ લાભદાયક તહેવાર છે. લોકો આ દિવસને પણ દિવાળીના અન્ય દિવસોની જેમ જ હર્ષ અને ઉલ્હાસથી ઉજવે છે. આવો જાણીએ શું છે મહત્વ આ દિવસનું અને સાથે જાણીએ કેવી કથાઓ અને પ્રથાઓ જોડાયેલી છે નરક ચતૂર્દશીના દિવસની ઉજવણી સાથે…

image source

આ દિવસને બૂરાઈ ઉપર અચ્છાઈની જીત તરીકે ઉજવવામાં આવે છે. નકારાત્મક શક્તિઓનો નાશ કરીને જીવનમાં સકારાત્મક વિચારો અને કાર્યો કરવાની વાતને મહત્વ અપાયું છે. દિવાળીના પંચાંગ અનુસાર દિવાળીના આગલા દિવસને આપણે ઉજવીએ છીએ. તેને છોટી દિવાળી કે નાની દિવાળી પણ કહેવાય છે. આ દિવસે સવારે સ્નાનાદિ ક્રિયાઓ પતાવીને યમની પૂજા કરવાનું મહત્વ છે. તેને યમ તર્પણ કહેવાય છે. વધુમાં સાંજે સંધ્યાકાળે દીવડાઓ પ્રગટાવીને અન્ય મિત્રો અને પરિવારને પણ દીવડાઓ ભેટમાં આપવાની પ્રથા છે. કહેવાય છે દીવડાઓ પ્રગટાવવાથી અને ભેંટમાં આપવાનું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે, જે વ્યક્તિ પૂજા કરે છે અને દીવડા પ્રગટાવે છે, તેમને તમામ પ્રકારની મુશ્કેલીઓ અને પાપોથી મુક્તિ મળે છે. આ દિવસે દાનપૂણ્ય કરવાનું પણ ખૂબ જ મહત્વ હોય છે.

નરકાસુર રાક્ષસને હણ્યો હતો…

image source

પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. હકીકતે નરકાસુરે સોળ હજાર કન્યાઓને પોતાના બંધનમાં રાખી હતી. તેમને બંધન મુક્ત કરવા માટે શ્રી કૃષ્ણે તે રાક્ષસનો વધ કર્યો હતો. આ દિવસને કાળી ચૌદસ એટલા માટે પણ કહેવાય છે કે તે રાક્ષસનો વધ કરવા ભગવાને મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બંધનમાંથી મુક્ત થઈને આ સોળ હજાર કન્યાઓએ ભગવાનને તેમને દર્શન આપ્યા ત્યારે આ કન્યાઓએ તેમનો આભાર માન્યો અને તેમને વિનંતી કરી કે હવે અમને સમાજમાં કોણ સ્વીકારશે? અમારું હવે કોણ? અમને કોણ વરશે? જેવા પ્રશ્નોથી ચિંતિત કન્યાઓને ભગવાને ચિંતા મુક્ત કરી અને તે તમામને પોતાની ધર્મ પત્ની તરીકે સ્વીકારીને સત્યભામાની મદદ લઈને શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા હતા.

image source

સોળ હજાર બંધી થયેલી કન્યાઓને ભગવાને નરક જેવા જીવનમાંથી મુક્ત કરી જેથી આ દિવસને નરક ચતૂર્દશીના નામે ઉજવાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નરકાસુર રાક્ષસનો વધ કરીને વિજય મેળવ્યો અને સોળ હજાર કન્યાઓને મુક્ત કરી એની ખુશહાલીમાં દીવડાઓ પ્રગટાવાય છે અને એકબીજાને આપવાનો પણ રીવાજ પડેલો છે. આ દિવસે સ્નાન કરીને સવારે યમ પૂજા / યમ તર્પણ કરવાથી કહેવાય છે કે અકાળ મૃત્યુનો ભય ટળે છે અને દિર્ઘાયુષ્યનું વરદાન પણ પ્રાપ્ત થાય છે.

કાળી ચૌદસનું બીજું નામ છે, રૂપ ચૌદસ, આવો જાણીએ તેની પાછળનું રહસ્ય?

image source

પૌરાણિક કાળમાં હિરણ્યગત નામના રાજ્યમાં એક સાધુ રહેતા હતા. તેમને પ્રભુને પામવાની અને તેમના દર્શન કરવાની તિવ્ર ઇચ્છા થઈ હતી. આ માટે તેઓ તપ કરવા લાગ્યા હતા. તે યોગીએ સમાધી ધારણ કરવાનો પ્રયાસ કર્યો અને તેમણે આકરી તપશ્ચર્યા આદરી. આ તપસ્યા દરમિયાન તેમને અનેક કષ્ટનો સામનો કરવાનો વારો આવ્યો. જેને કારણે તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. પોતાની આવી વકરેલી દશાને લીધે તેઓ ખૂબ દુખી અને ઉદાસ રહેવા લાગ્યા. એકવાર તેમની સમાધીના સ્થાન પાસેથી વિચરણ કરતા કરતા નારદ મુનિ પ્રગટ થયા. ભ્રમણ કરાત અચાનક આવેલા નારદ મુનિને જોઈને યોગીરાજે તેમને પ્રણામ કર્યા અને નારદ મુનિએ તેમનો ઉતરેલો ચહેરો જોઈને તેમના દુઃખનું કારણ પૂછ્યું.

image source

યોગીરાજે તેમને પોતાની વ્યથા જણાવી, તેમણે કહ્યું કે હું પ્રભુ ભક્તિમાં સતત લીન રહ્યો અને એમાંને એમાં મારું શરીર ક્ષીણ થતું ગયું. આવું કેમ થયું મારી સાથે? નારદ મુનિએ એમને ઉત્તર આપતાં કહ્યું કે હે યોગીરાજ તમે પ્રભુ ભક્તિનો મારગ તો સાચો અપનાવ્યો પરંતુ તમે દેહ આચરણનું પાલન નથી કરી શક્યા. નારદ મુનિએ તેમને આસો મહિનાની ચતુર્દશીના દિવસે વ્રત કરીને ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવાનું કહ્યું હતું. તેમણે આવું એટલા માટે કહ્યું કે આ દિવસે વ્રત કરવાથી તેમનું શરીર પહેલાં જેવું જ રૂપવાન થઈ જશે. નારદ મુનિના કથન મુજબ આ વ્રત કરવાથી યોગીરાજને વ્રત ફળ્યું અને તેમનું શરીર પહેલાં જેવું સુંદર અને સ્વસ્થ થઈ ગયું. આ દિવસે ભગવાનની આરાધના કરવાથી જ ભગવાની કૃપા વરસે છે.

રાજા રંતીની કથા

image source

આ દિવસને લગતી એક વધુ દંતકથા પ્રચલિત છે. પૌરાણિક યુગમાં બીજી એક માન્યતા મુજબ રંતી દેવ નામનો રાજા હતો. જ્યારે રાજાની મૃત્યુનો સમય નજીક આવી ગયો ત્યારે તે યમ તેમના દરવાજા પર આવી ગયો. યમદૂતને જોઈને રાજા રંતીએ કહ્યું કે મેં મારા આખા જીવનમાં કદી પણ કોઈ પાપ કર્યું નથી. જેથી મને નર્કના સ્થાનને બદલે સ્વર્ગ જ મળવું જોઈએ. તમે શા માટે મને નરકના દ્વારે લઈ જવા માગો છો? તે સાંભળીને યમે તેમને કહ્યું કે એક વખત તમારા દરવાજા ઉપર આવેલા બ્રાહ્મણને તમે ભૂખ્યા અને ખાલી હાથ પાછા જવા દીધો હતો. તમને તેજ પાપનું ફળ ભોગવવાનો વારો આવ્યો છે.

image source

આ તેનું જ પરિણામ છે કે તમે મૃત્યુ બાદ નરકના દરવાજા ઉપર ઊભા છો. ત્યારબાદ રાજાએ પોતાના પાપોના પ્રાયશ્ચિત કરવા માટેની પ્રાર્થના કરી. યમે તેમને એક વર્ષનો સમયગાળો આપ્યો. તેઓએ પૃથ્વીલોકમાં પાછા ફરીને ઋષિ – મુનિઓને તેમના આ પાપને દૂર કરવાનો ઉપાય પૂછ્યો. સંતોએ તેમને જણાવ્યું કે હિન્દુ પંચાંગ મુજબ કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીનું વ્રત કરો અને બ્રહ્મણોને ભોજન કરાવવાનો ઉપાય જણાવ્યો. તે પછી રાજા રંતીને તેમના મૃત્યુના સમયે ફરી યમ લેવાય આવ્યા અનેવિષ્ણુ લોક વૈંકુંઠમાં તેમણે સ્થાન મેળવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ