આજકાલ મહિલાઓ હોય કે પુરુષ બંનેમાં સ્મોકિંગની આદત જોવા મળે છે. પરંતુ સાથે જ આપણે સૌ જાણીએ છીએ કે સ્મોકિંગની હેલ્થ પર ખરાબ અસર થાય છે. સૌથી પહેલા તે તમારા હોઠની રંગત ખરાબ કરે છે. સ્મોકિંગ કરવાથી તમારા હોઠ કાળા થઈ જાય છે. જો તમે કેટલાક નાના ઉપાયો કરી લો છો તો તે ફરીથી ગુલાબી થઈ શકે છે.

સિગરેટ, બીડી હેલ્થને નુકસાન કરે છે પણ સાથે જો તમને તેની આદત છે તો તમે તેનાથી દૂર રહી શકતા નથી. સ્મોકિંગની અસર હોઠ પર થાય છે. આજે એવી કેટલીક નાની ટિપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમે સ્મોકિંગના કારણે કાળા થયેલા હોઠની રંગત પાછી લાવી શકો છો.
ખાઓ બીટ

બીટ ખાવાથી શરીરમાં લોહીની ખામી હોય તે તો દૂર થાય છે આ સાથે જ તમારી સ્કીનની ચમક પાછી આવે છે. તે તમારા હોઠને ગુલાબી બનાવી શકે છે. આ માટે તમે બીટને ઘસીને તેની પેટ્રોલિયમ જેલી બનાવીને હોઠ પર લગાવો. એક જ અઠવાડિયામાં તમારા હોઠ ગુલાબી થશે અને કાળાશ દૂર થઈ જશે.
હળદર અને દૂધ

તમારા કાળા થઈ ગયેલા હોઠને ફરીથી ગુલાબી બનાવી લેવા માટે હળદર અને દૂધની પેસ્ટ બનાવી લો. તે તમારા માટે સારો ઉપાય છે. આ માટે તમારે દૂધની મલાઈ લઈને તેમાં હળદર મિક્સ કરવાની છે. આ પેસ્ટ લિપ્સ પર રહેવા દઈને થોડી વાર બાદ તેને ધોઈ લો. થોડા દિવસમાં તમને ફરક દેખાશે.
લીંબુ

શરીરની સફાઈ માટે લીંબુ અનેક રીતે ઉપયોગી છે. વાળમાં ડેન્ડ્રફની સમસ્યા છે તો તમે લીંબુ લગાવીને તેનો ફાયદો મેળવી શકો છો. સ્કીન કાળી થઈ છે તો તમે તેને લીંબુના છોતરાથી ઘસીને સાફ કરી શકો છો. આવું જ લિપ્સ સાથે પણ છે. તેની પર લીંબુ ઘસવાથી તેની સફાઈ થઈ જશે. આ માટે તમે એક ચમચી ખાંડ અને એક લીંબુના રસને મિક્સ કરી લો. આ પેસ્ટને હોઠ પર લગાવો અને થોડા સમય બાદ ઘસીને હોઠ સાફ કરી લો. તેનાથી હોઠ સૂકાઈ ગયા હોય તેવું લાગે તો તમે તેની પર સાદી પેટ્રોલિયમ જેલી કે ઘીની આંગળી ફેરવી શકો છો. ઘી લગાવવાથી પણ હોઠ ગુલાબી રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત