કલંક મુવીના પોસ્ટર થયા રીલીઝ, એક જ ફિલ્મમાં આટલી અદ્ભુત અભિનેત્રીઓ, વાંચો રસપ્રદ માહિતી…

‘કલંક’ મૂવીમાં આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને માધુરી દીક્ષિતનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, કરણ જોહરે લખ્યું ‘મોહક, ગ્રેસફુલ અને ટાઈમલેસ, દિલોની સાચી બેગમ..

કલંક મૂવી એ ધર્મા પ્રોડક્શનની છે તેમાં આલિયા રૂપના કિરદારમાં જોવા મળશે. આ મૂવીમાં સૌથી પહેલો લૂક આલિયાનો રિલિજ કરવામાં આવ્યો છે. એ પછી સોનાક્ષી સિન્હા જે સત્યા ના રોલમાં જોવા મળશે અને છેલ્લે માધુરીનો જે બહાર બેગમના રોલમાં જોવા મળશે.

મહિલા દિવસ ના દિવસે ફિલ્મ કલંક થી અલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહાનું પ્રથમ લુક રજૂ થયો છે. જેમાં આલીયા અત્યંત સુંદર દેખાય છે. તેઓ લાલ રંગના લહેંગા માં જોવા મળ્યા છે.

પહેલો લૂક આલિયાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં આલિયા રૂપ નામની છોકરીના કિરદારમાં જોવા મળશે. ફિલ્મના બીજા પોસ્ટરમાં સોનાક્ષી સિન્હા છે જે ફિલ્મમાં સત્યાં નામની મહિલાનું પાત્ર નિભાવશે.

કરણ જોહરે આલિયાના પોસ્ટર ને રિલિજ કરતાં સમયે લખું કે રૂપનું પ્રેમ કરવું આગને પ્રેમ કરવા બરાબર છે. ફિલ્મમાં વરુણ ધવન ઝફર અને આદિત્ય રાય કપુર દેવ ચૌધરીનાં રોલમાં દેખાશે. ફિલ્મમાં સંજય દત પણ બલરાજ ચોધારીના કિરદારમાં જોવા મળશે. આ કલંક ફિલ્મ અભિષેક વર્મન દ્વારા નિર્દેશિત છે જે આ જ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાણી છે.

સોનાક્ષી સિન્હાએ પોતાના આ લુક પર ટ્વિટર શેર કર્યું છે. ફિલ્મમાં કિરદાર વિશે તેને કહ્યું છે કે, પ્રેમ,અખંડતાતા અને ત્યાગનો અર્થ સત્યા થાય છે.

કરણ જોહરે માધુરીનો લુક રિલીઝ કરતાં લખ્યું છે કે, ‘મોહક, ગ્રેસફુલ અને ટાઈમલેસ, દિલોની સાચી બેગમ, આ છે બહાર.’ આલિયાએ લખ્યું કે’મોહક, રસહસ્યમય અને ગ્રેસફુલ, આ છે બહાર બેગમ.’

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો, તમારા શબ્દો અમારા લખવાના ઉત્સાહમાં વધારો કરે છે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.