આજનો દિવસ – કાંકોરી કાંડ : શું તમે જાણો છો ?

? સ્થળ કાકોરી ગામનું રેલ્વે સ્ટેશન,લખનઉ

? સમય રાત્રે 2:42 વાગ્યે !

? દિવસ 9 ઓગષ્ટ,1925

? રેલ્વે રેલવે નં-8,લખનઉ થી શાહજહાંપૂર(મુસાફરી માટેની ટ્રેન)

? કેટલી રકમની લૂંટ થઇ? ₹ 8422

? અંગ્રેજોએ કેસ માટે કરેલો ખર્ચો ₹ 13,05,921

? કઇ રીતે વિચાર આવેલો ?

રામપ્રસાદ બિસ્મિલજી શાહજહાંપૂર થી લખનઉ 8 નંબરની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં. ત્યારે તેમણે જોયું કે દરેક સ્ટેશને ટ્રેન ઉભી રહે છે ત્યારે ગાર્ડ નવી પૈસાની પોટલીઓ લઇને ટ્રેનમાં એક ખાસ સુરક્ષિત કોચમાં મૂકે છે. ત્યારે તેમને વિચાર આવેલો. તેમણે તેમનો આ વિચાર આ વાત તેમનાં મિત્રો ને કહ્યો. તેમના આ વિચારથી બધા મિત્રોએ બિરદાવ્યો.

? કોણ – કોણ સાથે હતા ?

પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, પંડિત ચંદ્રશેખર આઝાદ, ઠાકુર રોશન સિંઘ, સચિન્દ્ર બક્ષી, જોગેશચંદ્ર ચેટરજી, પ્રેમ ક્રિષ્ના ખન્ના, મુકુન્દી લાલ, કેશવ ચક્રવર્તી,રાજેન્દ્ર લાહિડ઼ી, વિષ્ણુ સરન દુબલીસ, મન્નાલાલ ગુપ્ત, સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય, રામક્રિષ્ન ખત્રી, રાજકુમાર સિંહા, સચિન્દ્રનાથ સાન્યાલ, રામ રત્ન શુક્લ, રામદત્ત શુક્લ,મદન લાલ, ઇન્દ્રભૂષણ મિત્રા, લાલા હર ગોવિંદ, બંસરી લાલ, બાંવરી લાલ, વીરભદ્ર તિવારી, સચિન્દ્રનાથ વિશ્વાસ, ગોપી મોહન, રામ દુલારે ત્રિવેદી, ભૈરોં સિંઘ, બાબુરામ વર્મા,કાલિદાસ બોઝ,ઇન્દ્ર વિક્રમ સિંઘ, રામ નાથ પાંડે, દામોદર સ્વરૂપ શેઠ,ફણીનેન્દ્રનાથ બેજારજી,મનમનાથ ગુપ્તા, પ્રણવેશ કુમાર ચેટરજી, ચંદ્ર ધાર લોહરી,ચંદ્ર ભાલ લોહરી,શીતલા સહાઈ,જ્યોતિ શંકર દીક્ષિત,ભુપેન્દ્રનાથ સાન્યાલ, અન્યો.

? ફાંસી

કાકોરી કાંડ.. દેશ ની આઝાદી ની લડત ના સુવર્ણ ઈતિહાસ નું એક પુષ્ઠ આજે લખાયું હતું.. કાકોરી કાંડ માં ૪ યુવા ક્રાંતિકારીઓ ને ફાંસી ની સજા મળી હતી.

૧) રામ પ્રસાદ બિસ્મિલ – ઉમર 30
૨) અસફાક ઉલ્લા ખાન -ઉમર 27
૩)રાજેન્દ્ર નાથ લાહિરી -ઉમર 24
૪) રોશન સિઘ -ઉમર- 35

? થોડુ વધારે પણ અગત્યનુ

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા આઝાદીના આંદોલનને ગતિમાન કરવાને માટે ધનની તત્કાલ વ્યવસ્થાની જરુરિયાતને ધ્યાનમાં રાખી શાહજહાંપુરમાં મળેલી બેઠકમાં રાજેન્દ્રનાથજીએ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના બનાવી. આ યોજનાને અંજામ આપવા માટે રાજેન્દ્રનાથજીએ ૯મી ઓગસ્ટ, ૧૯૨૫ના દિવસે લખનૌ વિસ્તારમાં કાકોરીથી ઉપડેલી આઠ ડાઉન ટ્રેન પર ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન અને ઠાકુર રોશન સિંહે તેમના ૧૯ અન્ય સહયોગીઓની મદદ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ અંગ્રેજી હુકૂમત દ્વારા બધા ૨૩ ક્રાંતિકારીઓ પર કાકોરી કાંડ નામથી સશસ્ત્ર યુદ્ધ છેડવાનો તથા ખજાનો લૂંટવા માટેનો મુકદમો ચલાવવામાં આવ્યો હતો. આ મુકદમામાં રાજેન્દ્રનાથ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન તથા રોશન સિંહ એમ ચાર જણને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

ઉતર પ્રદેશના ગોરખપુરમાં જે કાકોરી-કાંડ (એટલે કે જે ટ્રેન લુંટાઇ કાકોરી પાસે)થયો તેની સજારૂપે રામપ્રસાદ્ ‘બિસ્મિલ’ ને ફાંસી જાહેર થયેલ.

મુકરર કરેલ દિવસ એટલે કે ૧૯મી ડીસેમ્બર-વાર સોમવાર હતો. સજાના અમલનો સમય સવારના 06.30 નો હતો. અમર ક્રાંતીકારી હસતા-હસતા…’વંદે માત્તરમ’ ને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીને ઉઠયો હતો. ફાંસીઘર પહોંચતા પહેલા એણે કહેલુ :

જો કુછ હૈ ફિદા કર દે.. ‘રામપ્રસાદ્ ‘બિસ્મિલ’

” માલીક, તેરી રજા રહે ઔર તૂ હિ તૂ રહે,
બાકી ન મૈ રહુ, ન મેરી આરઝુ રહે…
જબ તક કિ તન મે જાન, રગો મે લહુ રહે,
તેરા હો જીક્ર યા તેરી હી જુસ્તજુ રહે…”

ને ફાંસીઘરના દરવાજે પહોંચતા જે શબ્દો એમના મોંમાથી નીકળ્યા એ હતા :
‘I wish down-fall of the British Empire’ .. ‘હુ બ્રિટિશ સામ્રાજયનો વિનાશ ઇચ્છુ છુ’
ફાંસીના તખ્તા પર ઉભા રહિને પ્રાર્થના કરી :
‘ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ…’
ને ગોરખપુર જેલના ફાંસીના ફંદા પર ને નર કેશરી લટકિ ગયો.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :— Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍


Thanks & Regards
Chirag Kaneriya
WE WILL
(“JUKTI HE DUNIYA, JUKANE VALA CHAHIE”)

ટીપ્પણી