કાજુ પનીર કડાઈ – આજે બનાવીશું હોટલ સ્ટાઈલમાં આ પંજાબી સબ્જી…

હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવાડીશ એક hotel style પંજાબી શાક જેનું નામ છે “કાજુ પનીર કડાઈ “નાના મોટા દરેકને હોટલ ના શાક ખૂબ જ ભાવતા હોય છે ખાસ કરીને બાળકોને તો હોટેલ જેવા શાક ખૂબ જ ભાવે છે. એમાય પનીર એટલે સૌથી મનપસંદ શાક પછી તેની હોટલ જેવી ગ્રેવી બનાવો એટલે બાળકો ખુશીખુશી ખાઈ લે છે. પનીર કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે એટલે બાળકોને અને દરેક વ્યક્તિએ તેનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ, અને કાજુ પણ ખૂબ જ હેલ્ધી હોય છે એટલે આપણે તે ખાવા જ જોઈએ.

આજ આપણે આ બન્નેનું કોમ્બિનેશન કરીને કાંદાની brown ગ્રેવીમાં આ શાક બનાવીશું. હોટેલ મા ચાર પ્રકારની ગ્રેવી વાળા શાક આપણે ખાતા હોય છે, રેડ ગ્રેવી, વ્હાઈટ ગ્રેવી, ગ્રીન ગ્રેવી, અને બ્રાઉન ગ્રેવી. જનરલી આપણે પંજાબી શાકમાં ટામેટાની રેડ ગ્રેવી બનાવીએ છીએ પરંતુ આજે હું આ શાક બ્રાઉન ગ્રેવી મા કેવી રીતે બનશે તે શીખવાડીશ આ શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે,અને તે બનાવવુ ખૂબ જ સરળ છે. તો ચાલો આ શાક બનાવવા માટેની સામગ્રી નોંધી લઈએ.

સામગ્રી


○3 નંગ મિડીયમ સાઈઝ કાંદા લગભગ ૨૦૦ ગ્રામ જેટલા

○ 2 મિડીયમ સાઈઝ ના ટમેટાની પ્યુરી

○ 250 ગ્રામ તાજુ પનીર

○50 ગ્રામ તળેલા કાજુ

○ 1 ટીસ્પૂન ખસખસ (દૂધ અથવા પાણીમાં પલાળેલી)

○ 2 થી 3 નંગ લવિંગ

○ 2 થી 3 નંગ તજ

○ ૨ નંગ એલચી

○ 8થી 10 ટેબલસ્પૂન તેલ

○ 1 ચમચી બટર

○ રીત —


○સૌપ્રથમ કાંદા ની બ્રાઉન ગ્રેવી કેવી રીતે બનાવશો તે નોંધી લો –કાંદા ને લાંબા સમારી લો, ટામેટાં ને પણ મોટા ટુકડા કરી લો.

○1– એક કડાઈમાં .3-4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ અને એલચી નાખો ત્યાર બાદ 8-10 નંગ કાજુ નાખો અને સાથે જ લાંબા કાપેલા કાંદા પણ ઉમેરો અને તેને થોડી વાર સુધી મિડિયમ ફ્લેમ પર સાંતળો અને ત્યારબાદ તે બ્રાઉન થાય ત્યાં સુધી ફાસ્ટ ફ્લેમ પર તેને સાંતળી લો.કાંદા ડાર્ક બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો.


○2–ત્યારબાદ ઠંડા થયેલા કાંદા ની અંદર પલાળેલી ખસખસ ઉમેરી તેને મિક્સર ના જાર મા લઇ તેને પીસી ને તેની સ્મૂધ ગ્રેવી બનાવી લો .આવી જ રીતે ટમેટાની પણ અલગ ગ્રેવી તૈયાર કરી લો.


○3–ત્યારબાદ એક કડાઈમાં 3-4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી કાંદા ની ગ્રેવી ઉમેરો અને તેને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો ત્યારબાદ તેમા ધાણાજીરૂ, લાલ મરચું, ગરમ મસાલો ,અને ધાણાજીરું નાખીને મિક્સ કરીલો. અને બેથી ત્રણ મિનિટ ફરી વખત સાંતળો તેમાં સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરો તેમા સાથે જ ટામેટાની ગ્રેવી નાખો અને બટર પણ ઉમેરી દો, અને ફરીથી ૨ થી ૩ મિનીટ માટે સાંતળી લો અડધો ગ્લાસ પાણી ઉમેરી દો. ગ્રેવી સરસ રીતે ઊકળી જાય એટલે તેની અંદર પનીરના ટુકડા નાખો અને તેને બેથી ત્રણ મિનિટ માટે ફરીથી સાંતળો હવે તેની અંદર તળેલા કાજુ ઉમેરો તેને બરાબર મિક્સ કરી લો. અને ગેસ બંધ કરી દો અને તેને કસૂરી મેથી અને બારીક સમારેલી કોથમીર થી ગાર્નિશ કરો. તૈયાર છે તમારું ગરમાગરમ “કાજુ પનીર કડાઈ “તેને ગરમા ગરમ પરોઠા નાન કે રોટી સાથે પીરસો.

○Tips—

○મેં આ શાકમાં પનીર અને કાજુ નાખ્યા છે તમે તેના બદલે મીક્સ વેજીટેબલ પણ નાખી શકો છો જેવા કે ગાજર,વટાણા, ફણસી, કેપ્સિકમ ,ફ્લાવર વગેરે

○પનીર ને ઉપયોગમાં લેતા પહેલા દસ મિનિટ હુફાળા પાણીમાં પલાળી રાખવાથી પનીર ખૂબ જ સોફ્ટ થઈ જશે.

○ મસાલા નો ઉપયોગ તમારા સ્વાદ અનુસાર ઓછા વધતા કરી શકો છો.

○ધ્યાન માં રાખવાની બાબત —

○આપણે આ શાક કાંદા ની બ્રાઉન ગ્રેવી માં બનાવીએ છીએ તેથી કાંદાને સાંતળતી વખતે તે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાંતળવું જરૂરી છે નહીં તો આ શાકનો કલર અને સ્વાદ બંને બરાબર નહીં આવે.તો ચાલો આજ તમે બનાવો આ સ્વાદિષ્ટ કાજુ પનીર કડાઈ અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં. ફરી એકવાર બીજી રેસીપી લાવુ ત્યાં સુધી બાય…

રસોઈની રાણી : અલ્કા જોષી