“કાજુ મેથી બાઇટ્સ” – હવે બનાવો ટેસ્ટી કાજુ તમારા રસોડે..

“કાજુ મેથી બાઇટ્સ”

* સામગ્રી :―

* એક કપ મેદો,
* ૩ ટે. સ્પૂન તેલ,
* મીઠુ સ્વાદ મુજબ,
* ૧/૪ કપ પાણી,
* તળવા માટે તેલ,

* કાજૂ પર કોટીગ ના મસાલા માટે

* ૨ ટે. સ્પૂન કસૂરી મેથી,
* ૧ ટી સ્પૂન આમચુર પાવડર,
* ૧/૨ ટી.સ્પૂન લાલ મરચુ,
* ૧/૪ ટી.સ્પૂન મીઠુ,
* નાની બોટલ નુ ઢાકણ,

* રીત:

– એક બાઉલ મા મેદો. ,મીઠુ અને તેલ નુ મોણ નાખી મિકસ કરો .હવે પાણી થી શકકર પારા જેવો લોટ બાધી ૧૦ મિનિટ ઢાકી ને રહેવા દો.
– ૧૦ મિનિટ પછી લોટ ને થોડુ તેલ લઇ કેળવી લો અને તેના સરખા લુઆ કરી લો.
– હવે લુઆ માથી મોટો રોટલો વણી લો .રોટલો મિડયમ જાડો રાખવો .હવે આ રોટલા માથી બોટલ ની કેપ ( ઢાકણ ) વડે કાજુ ના શેપ જેવુ કટ કરી લો .
– આમ બધા રોટલા માથી કાજુ તૈયાર કરી લો. હવે તેલ મા મધ્યમ તાપે કાજુ ને આછા બ્રાઉન રંગ ના તળી લો.
– હવે એક નોનસ્ટિક પેન મા એક ચમચી તેલ લો. (તેલ બહુ ગરમ ના થવુ જોઇએ નહી તો મેથી બળી જશેએટલે) તેમા કસુરી મેથી નાખવી એ હલાવી તેમા મરચુ ,મીઠુ અને આમચુર પાવડર નાખી ગેસ બંધ કરી તેમા કાજુ નાખી હલાવી દો.
– તૈયાર છે ચટપટા કાજુ મેથી બ્રાઈટસ
– આ કાજુ ૧૫ થી ૨૦ દિવસ સુધી રહે છે.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી