કાજૂ કોપરાના લાડું – હોળી ધૂળેટી પર કઈક નવીન મીઠાઈ બનાવવા માંગો છો? આ જરૂર ટ્રાય કરજો…

મિત્રો, કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા થાય અથવા તો અચાનક ગેસ્ટ આવ્યા હોય સ્વીટ બનાવવા માટે વધુ ટાઈમ ના હોય,તો આજે હું ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી હેલ્ધી રેસિપી શેર કરવા જઈ રહી છું. જે છે કાજુ કોપરાના લાડું, જે ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે. તો ચાલો બતાવી દઉં કઈ રીતે ફટાફટ બનાવી શકાય આ સ્વાદિષ્ટ કાજૂ-કોપરાના લાડું.

સામગ્રી :

Ø 1/2 કપ સૂકું કોપરાનું ખમણ

Ø 1/2 કપ કાજૂ

Ø 4 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

Ø 2 ટેબલ સ્પૂન રવો (સુજી)

Ø 70 મિલી દૂધ

Ø ચપટી એલચી પાવડર

રીત :

1) કાજૂ-કોપરાના લાડું બનાવવા માટે સૌ પ્રથમ નાના મિક્સર જારમાં કાજૂને ક્રશ કરી લેવા, કાજૂને ક્રશ કરી ફાઈન પાવડર બનાવી લેવો.2) જાડા તળિયાવાળી કડાઈમાં એક ટેબલ સ્પૂન ઘી લો, સાથે જ તેમાં બે ટેબલ સ્પૂન સુજી ઉમેરો. સ્ટવની ફ્લેમ સ્લૉ રાખીને સતત હલાવતા રહીને શેકો.3) સુજીમાંથી સરસ સુગંધ આવે અને સૂજીનો કલર સહેજ બદલે ત્યાં સુધી સૂજીને શેકવાની છે. લગભગ ત્રણેક મિનિટમાં સુજી સરસ શેકાઈ જાય છે.4) હવે તેમાં સૂકા કોપરાનું ખમણ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને એકાદ મિનિટ શેકો.5) એકાદ મિનિટ પછી તેમાં કાજૂનો પાવડર ઉમેરો, બરાબર મિક્સ કરી એક ટેબલ સ્પૂન ઘી ઉમેરો. ઘી નાખ્યા બાદ પણ સ્ટવની ફ્લેમ સ્લો રાખીને બે મિનિટ સુધી શેકી લો.6) બે મિનિટ શેક્યા બાદ ખુબ જ સરસ સુગંધ આવે છે, બે મિનિટ પછી તેમાં દળેલી ખાંડ ઉમેરો. ફરી બધું મિક્સ કરીને દૂધ ઉમેરો.7) સહેજ હલાવીને ચપટી એલચી પાવડર નાખીને મિક્સ કરી લો. એલચી પાવડર એ ઓપ્શનલ છે. સ્લો ફ્લેમ રાખીને સતત હલાવતા રહો.8) આપણે ઉમેરેલ બધું જ દૂધ બળી જાય અને ઘી છૂટું પડી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. જયારે ઘી છૂટું પડીને શાઈની ટેક્ચર દેખાવા લાગે ત્યારે સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને આ મિશ્રણને સ્ટીલની પ્લેટમાં લઈ સહેજ ઠંડુ પડવા દો.9) મિશ્રણ સહેજ ઠંડુ પડે એટલે તેમાંથી નાના-નાના લાડું વાળી લો. આજકાલ માર્કેટમાં લાડું બનાવવા માટેના અલગ અલગ શેઈપના મોલ્ડ મળે છે. મોલ્ડ યુઝ કરીને પણ લાડું બનાવી શકાય. મોલ્ડ યુઝ કરવાથી લાડું એકસરખા બને છે અને વળી આકર્ષક દેખાય છે જેને જોતા જ મોં માં પાણી જાય તેમજ ફટાફટ બને છે, જેથી ટાઈમ પણ બચે છે. જો મોલ્ડથી લાડું તૈયાર કરવા હોય તો મોલ્ડને પહેલા ઘી થી ગ્રીસિંગ કરી લો અને તેમાં મિશ્રણ ભરી, મોલ્ડને બંધ કરી સાઈડમાંથી વધારાનું મિશ્રણ દૂર કરી અનમોલ્ડ કરો.10) મિત્રો, તૈયાર છે કાજૂ-કોપરાના લાડું જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે, સાથે હેલ્થી પણ છે. જેને વાર-તહેવાર પર પ્રસાદ તરીકે પણ બનાવી શકાય.

તહેવારો તો આવતા જતા હોય છે તો એકવાર બનાવીને ટ્રાય કરજો, ખાજો, ખવડાવજો બધાને ખુબ જ પસંદ પડશે મારા આ ” કાજૂ – કોપરાના લાડું “આ રેસિપીનો વીડિયો જોવા અહીં ક્લિક કરો :
રસોઈની રાણી : અલ્કા સોરઠીયા