બોયફ્રેન્ડને છોડીને કાજોલે કરી લીધા હતા અજય દેવગન સાથે લગ્ન, જાણો કેટલા દિવસ સુધી નારાજ રહ્યા હતા કાજોલના પિતા

અજય દેવગન સાથે લગ્નના નિર્ણયથી કાજોલના પિતા થઈ ગયા હતા નારાજ

જેમ કાજોલની જોડી શાહ રુખ ખાન સાથે જામે છે તેવી જ રીતે તેના પતિ સાથે પણ તેની જોડી ખૂબ જામે છે. આ બન્નેની જોડો બીલીવૂડની સુપરહીટ જોડીઓમાંની એક છે. હજુ ગયા મહિને જ કાજોલ અને અજયે ફિલ્મ તાનાજીમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવીને ફરી એકવાર પોતાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીનો જાદૂ વિખેર્યો હતો. આ ફિલ્મમાં કાજોલે 11 વર્ષ બાદ અજય સાથે કામ કર્યું છે. કાજોલ અને અજયે ઘણી બધી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું, જેમાં હલચલ, ઇશ્ક, રાજુ ચાચા, દિલ ક્યા કરે વિગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે.

આજે આ જોડી સુખી લગ્ન જીવન ભોગવી રહી છે. કાજોલે જ્યારે પોતાની કેરીયરની ઉંચાઈ પર પહોંચીને અચાનક જ જ્યારે અજય સાથે લગ્ન કરીને કેરિયરમાંથી બ્રેક લીધો હતો ત્યારે તેના ફેન્સ નિરાશ થઈ ગયા હતા. તેમના લગ્નને લગતી ઘણી બધી જાણી અજાણી વાતો સમયે સમયે બહાર આવતી રહે છે. પણ થોડા સમય પહેલાં કાજોલે પણ પોતાના લગ્ન વિષેની એક અજાણી વાત ફેન્સને જણાવી હતી. અને આ રહસ્ય જાણીને તમને પોતાને પણ આશ્ચર્ય થશે.

image source

કાજોલે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે 25 વર્ષ પહેલાં ફિલ્મ હલચલના સેટ પર તેની મુલાકાત અજય સાથે થઈ હતી. તે વખતે તેણે અજય સાથે સેટ પર વાતચીત શરૂ કરી હતી અને ધીમે ધીમે તે બન્ને મિત્રો બની ગયા. જો કે તે વખતે અમે બન્ને બીજા કોઈને ડેટ કરી રહ્યા હતા. મેં મારા બોયફ્રેન્ડ વિષે ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

image source

કાજોલ પોતાના અજય સાથેના ડેટીંગ વિષે જણાવે છે છે કે તે બન્નેએ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને ત્યાર બાદ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. પણ મારા પિતા આ નિર્ણયથી ખુશ નહોતા અને તેના કારણે તેમણે તેણી સાથે ચાર દિવસસુધી વાત નહોતી કરી. કારણ કે તેઓ ઇચ્છતા હતા કે કાજોલ પોતાની કેરિયર પર ફોકસ કરે. પણ મેં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો.

image source

જો કે લગ્ન બાદ કાજોલની કેરિયરમાં કોઈ જ ફરક ન પડ્યો. તેને પહેલાંની જેમ જ કામ મળતા હતા અને તેની ફિલ્મો પહેલાની જેમ જ હીટ થતી હતી. ફિલ્મ કભી ખુશી કભી ગમ કાજોલના લગ્ન બાદની ફિલ્મ હતી અને તે દરમિયાન તેણી પ્રેગ્નન્ટ પણ હતી પણ તે દરમિયાન તેણીનું મિસકેરેજ થઈ ગયું હતું. અને તેનાથી તેણી ખૂબ દુઃખી થઈ ગઈ હતી. અને ત્યાર બાદ તેણીએ નિસા અને યુગને જન્મ આપ્યો. કાજોલે એ પણ સ્વિકાર્યું કે હું અને અજય વધારે રોમેન્ટિક નથી પણ એકબીજાનું ખૂબ ધ્યાન રાખીએ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ