જલ્સા કરોને જેંતીલાલ

કાજલ અગ્રવાલે ફેન પ્રત્યે દેખાડી દરિયાદિલી, ફી ભરવા 83000 રૂપિયાની મદદ માગી તો 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા

ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક સ્ટાર્સ માત્ર તેમનાં પડદા પર મનોરંજન આપવાના કામ સિવાય લોકો માટે ઘણાં સારા કામો કરતા હોય છે. પડદા પર માત્ર અભિનય દ્વારા લાખો દર્શકોને પ્રભાવિત કરવાનાં સાથે કેટલીક વાર તેઓ વાસ્તવિકતામાં કેટલાક એવાં કામ કરતાં હોય છે કે જે લાખો લોકોના હૃદયને સ્પર્શી જતું હોય છે. ત્યારે સિંઘમની અભિનેત્રી કાજલ અગ્રવાલ તેના અભિનય અને ગ્લેમરસ શૈલીને કારણે લોકોના દિલ જીતી રહી છે, પરંતુ આ દિવસોમાં તે બીજાં એક કારણથી ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર કાજલ અગ્રવાલની ઉદારતાની વાતો ખુબ વાયરલ થઈ રહી છે. અભિનેત્રીને તેના સારા કાર્ય માટે ઘણી પ્રશંસાઓ પણ લોકો તરફથી મળી રહી છે.

image socure

દરિયાદીલી બાબતે અભિનેતા અને અભિતેત્રીઓના લિસ્ટમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, સોનુ સૂદ, પલક મુશ્ચલ જેવી ઘણી હસ્તીઓ આર્થિક રીતે નબળા અને અનાથ લોકોને મદદ કરે છે તેવું જાણવા મળતું હોય છે. હવે આવા દરિયાદિલ હસ્તીઓની યાદીમાં વધુ એક સેલિબ્રિટીનું નામ શામેલ થઈ ગયું છે અને તે છે કાજલ અગ્રવાલ.’સિંઘમ’ મુવીનું નામ આવે એટલે તરત જ કાજલ અગ્રવાલનો ચહેરો સામે આવી જાય છે. કાજલે દક્ષિણ ભારતની ફિલ્મોથી બોલિવૂડ સુધીની સફરમાં પોતાની શાનદાર એકટિંગ થી લોકોનાં દિલમાં પોતાની જગ્યા બનાવી છે.

image socure

કાજલ અગ્રવાલે તાજેતરમાં જ તેના એક ફેનની મદદ કરીને દરિયાદિલી બતાવી છે. મળતી માહિતી મુજબ આ અભિનેત્રીએ હૈદરાબાદની યુવતીની કોલેજ ફી ભરી આપી છે. અભિનેત્રીએ શનિવારે સુમા નામની એક છોકરી જે કોલેજમાં અભ્યાસ કરી રહી હતી તેની મદદ કરી છે.

image soucre

જાણવા મળી રહ્યું છે કે સુમા ફાર્મસીની વિદ્યાર્થીની છે પરંતુ તેની પાસે ફી ભરવા માટે પૈસા હતાં નહીં જેથી તેણે ટ્વિટર દ્વારા કાજલ પાસે મદદ માંગી હતી. વિદ્યાર્થીનીએ અભિનેત્રીને ટેગ કરી અને તેના એકાઉન્ટની વિગતો શેર કરી અને મદદ કરવાની અપીલ કરી હતી. કાજલે જ્યારે આ ટ્વીટને જોયું કે તરત જ તેણે પૈસા વિદ્યાર્થીનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ વિદ્યાર્થીનીએ 83000 રૂપિયા ઘટી રહ્યાં છે તેવું જણાવ્યું હતું. પરંતુ કાજલે મોટું મન રાખતાં આ વિદ્યાર્થીના ખાતામાં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં.

image soucre

કાજલની આ મદદ પછી સુમાએ તેને ટેગ કરી અને પોસ્ટમાં ઉમેર્યું હતું કે, “મારી નોકરી થોડા દિવસો પહેલા જ છૂટી ગઈ છે જેના કારણે હું મારા આગળના અભ્યાસ માટે આર્થિક સંકડામણમાં હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે મારે એમ.ફોર્મની ફી માટે પૈસા ભેગી કરી શકી નથી તો મારી બાકી રહેલી ફી ચૂકવવામાં મને મદદ કરો.” વિદ્યાર્થીનું આ ટ્વીટ આ કાજલના રિપ્રેશન્ટટેટીવે જોયું હતું અને સુમાની આ પોસ્ટ વિશે જાણ્યું. ત્યારબાદ તેણે આ બધી વાત કાજલને કરી હતી અને કાજલ દ્વારા આ માટે તરત જ તેની મદદ કરવામાં આવી હતી.

image soucre

જાણવા મળી રહ્યું છે કે કાજલે તેના ખાતામાં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે કે જેથી તે વિદ્યાર્થીની પોતાની બાકી રહેલી ફી ભરી શકે અને તેનો અભ્યાસ આગળ ચાલુ રાખી શકે. કાજલની આ ઉદારતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેની આ મદદ પછી તેની એક્ટિંગ સાથે હવે તેની દરિયાદિલીની પણ વાહ વાહ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version