જલ્સા કરોને જેંતીલાલ

કેટરિના કૈફનો જન્મદિવસ સ્પેશિયલ રહ્યો, મિત્રો અને પરિવાર સાથે કરી મેસ્કિકોમાં ડેસ્ટીનેશન પાર્ટી…

સફેદ રંગના સુંદર બીચવેર ડ્રેસમાં કેટરિનાએ ફેન્સ માટે ગ્લેમરસ ફોટો શેર કર્યો, સલમાન ખાન સહિત બોલિવૂડ સેલિબ્રિટીઝએ અલગ અંદાઝમાં કર્યું છે બર્થ ડે વીશ… કેટરિના કૈફનો જન્મદિવસ સ્પેશિયલ રહ્યો, મિત્રો અને પરિવાર સાથે કરી મેસ્કિકોમાં ડેસ્ટીનેશન પાર્ટી…

બોલિવૂડની સુંદર અભિનેત્રીમાંથી એક કેટરિના કેફનો તારીખ ૧૬મી જુલાઈના જન્મદિવસ છે. તે તેનો ૩૬મા જન્મદિનની ઉજવણી પોતાના જન્મદિવસની નજીક છે મિત્રો અને લોકો સાથે મેક્સીકોમાં સેલીબ્રેટ કરી રહ્યા છે. સન ૧૯૮૩માં હોંગકોંગમાં જન્મેલ અને તેમના માતાએ એક બ્રિટિશ બિઝનેસમેન સાથે લગ્ન કરેલાં. તેમને સાત સિબલિંગસ છે.પોતાના અભિનયના દમ પર ફિલ્મ ઉદ્યોગમાં લોકોના દિલ પર રાજ કરનારા કેટરિના કેફની જન્મદિવસ પર તેમના ફેન્સે તેમના ફેવરિટ એક્ક્ટ્રેસને શુભકામનાઓ આપી હતી. ફેન્સ ઉપરાંત બી-ટાઉન સિલેબ્સ પણ કટિરીના કેફને જન્મદિનની અલગ અલગ શૈલીમાં આપી છે.

જેમાં ખાર કરીને સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટરિના કેફ સાથે સાથે ફોટો શેર કરી જન્મદિનની ભેંટ આપી છે. તેમાં તે બંને એક સફેદ અને પીળાં રંગના સ્કુટર ઉપર બેસીને રસ્તામાં જઈ રહ્યાં છે. આ જોડી એકબીજા સાથે ખૂબ ખુશ લાગી રહ્યાં છે. સલમાને તેની આ પોસ્ટ બીનહ્યુમન પ્રોફાઈલ પરથી શેર કરી છે. આ ફોટોમાં તેઓ સામાન્ય મધ્યમ વર્ગના પતિ પત્ની જેવાં લાગી રહ્યાં છે.

સલમાન ખાન સિવાય અનુષ્કા શર્મા અને અર્જૂન કપૂરે પણ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ સ્ટોરીઝમાં કેટરિના કેફ સાથે સાથે શેર કરી અને જન્મદિનની શુભેચ્છાઓ આપી છે. અર્જૂને કરેલી પોસ્ટમાં તે જાણે તેને માફી માગીને મનાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેણે લખ્યું છે, આઈ પ્રોમિસ ટૂ બી નાઈસ ફોર સમ પોઈન્ટ વીથ યુ ધીસ યર… જ્યારે અનુષ્કા અને કેટરિનાની ખૂબ જ સુંદર તસ્વીર સાથે શુભેચ્છા સંદેશમાં લખાયું છે કે હેપ્પી બર્થ ડે બ્યુટી ફૂલ, વીશ યુ ઓન્લી હેપ્પીનેશ એન્ડ ગુડ થીંગ્સ ઇન લાઈફ…

આલિયા ભટ્ટે પણ તેને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે કાયમ હસતી અને નાચતી રહે. સાથે આલિયાએ એ પણ કહ્યું કે તું કાયમ અને બોડી ગોલ આપી રહી છે. એટલે આલિયા કેટરિનાના શરીરની કાળજી રાખવાની ટેવની પણ આ રીતે પ્રસંશા કરી હતી.

મિત્રોની સુંદર શુભેચ્છાઓ સાથે કેટરિનાએ પોતે પણ તેના ફેન્સનો આભાર માનતી તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં એક પોસ્ટ મૂકી છે. જેમાં તેણે એક સુંદર સફેદ રંગનો બીચવેર ડ્રેસ પહેર્યો છે. સાંજના સમયે મેક્સીકોના સુંદર બીચ પર પાડેલો આ ફોટો તેના ફેન્સ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં આ ફોટોને લાખો લાઈક્સ અને જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. આ ફોટો જોઈને લાગી રહ્યું છે કે તે તેના બર્થ ડેને ખૂબ જ એન્જોય કરી રહી છે. તેણે કેકના સિંબોલ સાથે મેક્સિકો લખીને સાથે હાર્ટ સિમ્બોલ સાથે આ ફોટો પોસ્ટ કર્યો છે.

કેટરિનાની કારકિર્દી વિશે વાત કરીએ તો ટરીનાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં લંડનમાં મોડલિંગ કર્યું હતું. લંડનમાં એક ફેશન શો દરમિયાન, ફિલ્મમેકર કેઝાદની નજર તેઓ પર પડી અને તેમને વર્ષ ૨૦૦૩માં આવેલ ફિલ્મ ‘બૂમ’ માટે તેની પસંદગી કરાઈ. શરૂઆતના સમયમાં તેની બ્રિટિશ ભાષાનો લહેકો અને વધુ પડતું અક્કડ અંદાજ દર્શકોને પસંદ નહોતું પડતું પરંતુ આજે હિન્દી ફિલ્મમાં તેઓએ પોતાની એક અલગ જગ્યા બનાવવી અને આજે સૌથી વધુ વેતન મેળવનારા સ્ટાર્સની યાદીમાં જોડાઈ છે.

તેમની હાલની ફિલ્મની વાત કરીએ તો કટરીના કેફ અલી અબ્બાસની ફિલ્મ ‘ભારત’ માં સલમાન ખાનની ઑપોઝિટ દેખાઈ. આ ફિલ્મમાં સુનીલ ગ્રોવર અને દિશા પટની પણ દેખાયા હતા. આ ફિલ્મ ૧૦૦કરોડની કમાણીની ક્લબમાં એન્ટ્રી હાલમાં જ કરી હતી. તે શાહરૂખ ખાનની ઝીરો અને જબ તક હૈ જાન ફિલ્મમાં ખૂબ સારી કેમેસ્ટ્રી ધરાવતી હતી. તેની આગામી ફિલ્મ છે સૂર્યવંશી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version