રામાયણમાં કૈકઇથી ફેમસ થયેલ પદ્મા ખન્ના હાલમાં જીવે છે કંઇક આવી જીંદગી, જોઇ લો તસવીરોમાં

રામાયણમાં પ્રખ્યાત થયેલી “કૈકઈ” ભારતમાં નથી રહેતી ,પણ તે રહે છે આ દેશમાં જ. તેમની દશા કાંઇક આવી થઇ ગઇ છે!

image source

પતિના મ્રુત્યુ પછી આ પરિસ્થિતિમાં જીવે છે ‘કૈકઈ’, એક સગો પુત્ર ને બીજી સાવકી દીકરી સાથે.

રામાનંદ સાગરની ‘રામાયણ’માં કૈકઈનું પાત્ર ભજવીને લોકોની નજરમાં આવેલી પદ્મા ખન્નાએ માર્ચમાં પોતાનો ૭૧મો જન્મદિવસ ઉજવ્યો હતો. પદ્માએ રામાયણમાં કૈકઈનું પાત્ર એટલું સુંદર ભજવ્યું હતુ કે લોકો તેને વાસ્તવિક જીવનમાં પણ કૈકઈનાં નામથી જ ઓળખતા હતા. ઘણાં સમયથી અભિનયથી દૂર રહેલી પદ્મા ભારતમાં રહેતી નથી. વર્ષો પહેલાં જ તેણે અમેરિકા સ્થળાંતર કરી લીધું હતું.

image source

૩૩ વર્ષ પહેલાં શરૂ થયેલી રામાયણમાં કૈકઈનું પાત્ર ભજવનારી પદ્મા ખન્ના હવે આવા દેખાય છે. પદ્માએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, લગ્ન બાદ પતિની સાથે તેને અમેરિકા જવું પડ્યુ હતું. ત્યારબાદ બાળકોના ભણતર માટે ત્યાંથી તે ભારત આવી શકી ન હતી. પદ્માને એક પુત્ર છે, જેનું નામ અક્ષર છે, આ ઉપરાંત તેના પતિનાં પહેલાં લગ્નથી એક પુત્રી છે. જેનું નામ નેહા છે.

image source

તે લગ્ન પછી અમેરિકા જતી રહી હતી અને અમેરિકામાં પદ્માએ ‘ઈન્ડિયાનિકા’ નામની ડાન્સ એકેડેમી ખોલી હતી, જેમાં તે બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને ક્લાસિકલ ડાન્સ શીખવાડતી હતી. પદ્માએ ડાંસ એકેડમી પોતાના પતિની સાથે મળીને ખોલી હતી. પરંતુ થોડા વર્ષો પહેલાં તેના પતિનું અવસાન થયું હતું. આ સંજોગોમાં ડાન્સ એકેડેમી અને ઘર બંને જવાબદારી તેની ઉપર આવી ગઈ હતી.

image source

હાલમાં પદ્મા પુત્ર અને પુત્રીની સાથે મળીને ડાન્સ એકેડેમી ચલાવી રહી છે. હાલમાં આ જ એકેડેમી તેમની આવકનો સ્ત્રોત પણ છે. પદ્મા એક કેળવાયેલી ડાન્સર છે. ફક્ત ૭ વર્ષની ઉંમરમાં જ પંડિત બિરજુ મહારાજ પાસેથી કથકની કેળવણી લેવાનું શરૂ કરી દીધું હતું અને ૧૨ વર્ષે તો સ્ટેજ પર્ફોર્મન્સ આપવા લાગી હતી.

image source

પદ્માએ આમ તો અભિનયની શરૂઆત ૧૨ વર્ષની ઉંમરમાં ભોજપુરી ફિલ્મ ‘ભૈયા’થી કરી હતી. પરંતુ તેને પોતાની કરિયરનો પહેલો બ્રેક ૧૯૭૦માં મળ્યો હતો. તે વર્ષે તેને ફિલ્મ ‘જૉની મેરા નામ’માં એક ડાન્સ કરવાની તક મળી હતી. ફિલ્મ ‘પાકીઝા’માં પદ્માને મીનાકુમારીની બોડી ડબલ કરવાનો રોલ મળ્યો હતો.

હકિકતમાં મીના કુમારીના પતિ કમાલ અમરોહી ફિલ્મ ‘પાકિઝા’ બનાવી રહ્યા હતા. તે દરમ્યાન મીના કુમારી બીમાર પડી હતી અને તે શૂટિંગમાં આવી શકી નહોતી. એવામાં જ મીના કુમારીનાં બૉડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મનાં ગીતો ‘ઈન્હી લોગોને’ અને ‘ઠાઢે રહિયો’માં કેમેરાનો એન્ગલ બદલીને પદ્માને જ મીના કુમારી તરીકે બતાવવામાં આવી હતી.

image source

પદ્માએ બોલીવુડનાં ઘણાં પ્રખ્યાત કેબ્રે ડાંસ ફિલ્મી જગતને આપ્યા છે. ‘જોની મેરા નામ’માં તેમની ઉપર ફિલ્માવવામાં આવેલું ‘હુસ્નકે લાખો રંગ’ આજે પણ ફેમસ ડાન્સ નંબર્સમાં ગણાય છે. તેના સિવાય તેણે ‘કશમકશ’ (૧૯૭૩)માં ‘પ્યાર તુજે એસા કરુંગી સનમ’ અને ‘ગરીબી હટાવો’ માં ‘રાત હસી હે પ્યાર જવા હે ‘ જેવાં બીજા ઘણા ડાન્સ તેમણે કર્યા છે.

image source

પદ્મા ‘ગંગા મૈયા તોહે પિયરી ચઢઈબો’, ‘બલમ પરદેસિયા’, ‘ધરતી મૈયા’, ‘દગાબાઝ બલમા’, ‘ભૈયા દૂજ’, ‘હે તુલસી મૈયા’ જેવી ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ૧૯૭૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૌદાગર’માં અમિતાભ બચ્ચનની સાથે પણ એમણે કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ