જલ્સા કરોને જેંતીલાલ

કાગવડ ખોડલધામ મંદિરના આગેવાન નરેશ પટેલે કરી જાહેરાત સુરતવાસી મિત્રો માટે આનંદના સમાચાર…

સૌરાષ્ટ્રમાં આસ્થાનું પ્રતીક બની રહેલું કાગવડ જેવું જ ખોડલધામ હવે દક્ષિણ ગુજરાતના ધબકતા શહેર સુરતમાં પણ બનશે, મંદિર નિર્માતાએ કરી અગત્યની જાહેરાત… અદભૂત કારીગરી સાથે બનાવાયેલું રાજકોટ – ગોંડલ રોડ પાસે આવેલું છે તેવું જ ભવ્ય મંદિર ખોડલધામ હવે બનશે સુરતમાં, આગેવાન નરેશ પટેલે કર્યું જાહેર…


સમસ્ત લેઉવા પટેલ સમાજના કુળદેવી મા ખોડિયાર બીરાજેલાં છે. તે મંદિર એટલું તો ભવ્ય અને સુંદર બન્યું છે કે ત્યાં દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં દરવર્ષે લોકો આવે છે. મંદિરના બાંધકામથી લઈને ત્યાંની જમવાની અને આસપાસ ફરવાની સુવિધાઓ પણ ચર્ચામાં છે. મંદિરમાં અન્ય દેવીદેવતાઓની સેંકડો મૂર્તિઓ છે અને તે જગ્યા એટલી તો પ્રભાવશાળી છે કે ત્યાં આવનાર દરેક દર્શનાર્થિઓને ખૂબ જ આનંદ મળે છે. આવું જ અનન્ય મંદિર જો ગુજરાતમાં વધુ એક જગ્યાએ બને તો? એવા જ એક વિચારથી ખોડલધામ મંદિરના આગેવાર શ્રી નરેશ પટેલે એક મહત્વની જાહેરાત કરી છે.


ખોડલધામ હવે માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં સુરત શહેરમાં પણ બનશે, થઈ અગત્યની જાહેરાત…

સૌરાષ્ટ્રના ખોડલધામના નિર્માતા પ્રમુખ તેમજ મેનેજમેન્ટ ગુરુ શ્રી નરેશ પટેલે એક અગત્યની જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે માત્ર પટેલ સમાજ જ નહીં બલ્કે દરેક સમાજના આગેવાનો સાથે મળીને એક એવો નિર્ણય કરાયો છે જેમાં વધુ એક આવું જ ભવ્ય ખોડલધામ મંદિર દક્ષિણ ગુજરાતના સૌથી મહત્વના ઔદ્યોગિક શહેર સુરતમાં પણ બનાવવાનું નક્કી કરાયું છે. આ મંદિરના નિર્માણમાં એવી જ ચિવટ અને ભવ્યતાની જોગવાઈ કરવામાં આવશે.


શ્રી નરેશ પટેલ અને તેમની ટીમ જ્યારે સુરત પહોંચી ત્યારે એમણે આ સમાચાર સૌને વહેતા મૂક્યા હતા. તેમના જણ્યાવ્યા અનુસાર આ મંદિર નિર્માણ કાર્યમાં જુદા જુદા સમાજના આગેવાનો તેમજ સામાજિક સેવાકિય સંસ્થાઓ પણ સાથ સહકાર આપશે. વિવિધ ક્ષેત્રના તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સાથે મીટિંગ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે આ બધી જ સંસ્થાઓના સહકારથી બની રહેલા મંદિરમાં વિદ્યાર્થીઓના લાભાર્થે બનાવવામાં આવશે. આવું નિવેદન તેમણે હાલમાં થોડા સમય પહેલાં જ થયેલ તક્ષશીલા અગ્નીકાંડમાં મૃત્યુ પામેલા બાળકો વિશેની ઘટનાને અનુસંધાને કહી હતી. એમણે કહ્યું અમે તે મૃતક બાળકોના માતાપિતાને ન્યાય મળે એવી સરકાર શ્રીને નિવેદન પણ કરીશું. બાળકોના પરિવાર અને પરિજનોને માટે કંઈપણ ઘટતું કરવા આ સંસ્થા પ્રયત્નો કરશે.


કેવું છે સૌરાષ્ટ્રનું ભવ્યાતિભવ્ય મંદિર ખોડલધામ જાણો છો?

આ ભવ્ય મંદિર સૌરાષ્ટ્રના ગોંડલ રોડ પાસે આવેલ કાગવડ નામના ગામ પાસેના સ્થાને રૂપિયા ૬૦ કરોદના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેમાં ૨૦૧૭ની જાન્યુઆરી ૧૭થી ૨૧ તારીખ સુધી પાંચ દિવસનો મહોત્સવ યોજાયો હતો. આ મંદિરમાં મા ખોડલ સહિત મા અંબા, વેરાઈ મા, મા ગાત્રાળ, મા અન્નપૂર્ણા, મા મહાકાળી, રાંદલ, માતા બુટભવાની, બ્રહ્માણી માતા, મોમાઇ માતા, મા ચામુંડા, મા ગેલ તેમજ મા શિહોરીની ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરાયેલી છે. મંદિરનું બાંધકામ શિલ્પશાસ્ત્ર મુજબ રાજસ્થાની કારીગરો દ્વારા ગુંબ્બજ, પિલર અને છત્તરની કોતરણી સાથેનું બાંધકામ થયેલું છે.

મંદિરની બહારના પરિસરમાં ૬૫૦ અન્ય કલાકૃતિ સભર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરી રહેલ મૂર્તિઓ છે જે ઓરિસ્સાના કુશળ કારિગરોએ બનાવેલ છે. મંદિરના નિર્માણમાં ઉપયોગમાં આવવેલ ગુલાબી પત્થરો ખાસ રાજસ્થાનથી મંગાવેલ છે. જેમાં અજગર, હાથી, સિંહ અને ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ સિવાય રામાયણ – મહાભારતના પૌરાણિક પાત્રો પણ કંડારાયેલા છે. સોનાથી મઢેલ ધ્વજ દંડ પર મંદિરના શિખર ઉપર ૫૨ ગજની ધ્વજા ફરકી રહી છે.


મંદિરના વિશાળ પ્રાંગણમાં ફરી શકવા વૃદ્ધ અને અપંગ જરૂરિયાત મંદ યાત્રીઓને તકલીફ ન પડે એ માટે મોટરાઇસ્ડ રિક્ષાની વ્યવસ્થા છે તેમજ શ્રદ્ધાળુઓને બહુ ઓછા ખર્ચે નિરાંતે જમી શકાય તેવી પણ ત્યાં સગવડો કરાયેલી છે. આ મંદિર સવારે ૭થી સાંજે ૭ વાગ્યા સુધી દર્શનાર્થિઓ માટે ખુલ્લુ જ રહે છે જેથી બહારગામથી આવેલ શ્રદ્ધાળુ અહીં આખો દિવસ પસાર કરી શકે છે.


આવું જ ભવ્ય અને સમૃદ્ધ મંદિર હવે બહુ જ જલ્દી સુરત શહેરમાં પણ બનશે તો તેને પણ અનેક શ્રદ્ધાળુને દર્શનનો લાભ જરૂર મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version