કડક લસણીયા બટેટા – વરિયાળી અને લસણનાં સ્વાદ સાથે કડક રોસ્ટ કરેલા લસણીયા બટેટા ખૂબ જ ટેસ્ટી છે…..

કડક લસણીયા બટેટા

એક એવું સ્ટાર્ટર /નાસ્તો જે આપ કોથમીર ફુદીના ની ચટણી કે સોસ સાથે પીરસી શકો. આ સ્ટાર્ટર દહીં સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વરિયાળી અને લસણ નો સ્વાદ , કડક રોસ્ટ કરેલા બટેટા અને ચટપટો મસાલો બધું ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનાવશે ...

સામગ્રી ::

 • 15-17 નાની બટેટી,
 • 1 મોટી ચમચી વરિયાળી,
 • 10-11 લસણ ની કળી,
 • 4 થી 5 લાલ સૂકા મરચા,
 • 4 ચમચી રાઇ નું તેલ,
 • 1/2 ચમચી હિંગ,
 • 1/2 ચમચી હળદર,
 • 1/4 ચમચી લાલ મરચું,
 • મીઠું,
 • 1/2 ચમચી ધાણાજીરું,
 • 1/2ચમચી આમચૂર,
 • લીમડા ના થોડા પાન.

નોંધ ::
• આ નાસ્તા માટે મસાલા ચડિયાતા કરવા ..
• આમચૂર ના બદલે આપ આમલી નો પલ્પ પણ લઇ શકો છો.

રીત ::

સૌ પ્રથમ નાની બટેટી ને પ્રોપર 2 થી 3 પાણી એ ધોઈ લો. કુકર માં આ નાની બટેટી , પાણી અને 1 ચમચી મીઠું ઉમેરો.. કુકર બંધ કરી મધ્યમ આંચ પર 2 થી 3 સીટી વગાડો…કુકર ઠર્યા બાદ , બટેટાને બહાર કાઢી છાલ ઉતારી લો .. બટેટાને સંપૂર્ણ ઠરવા દો.મિકસરની નાની જારમાં લસણ , વરિયાળી અને લાલ સૂકા મરચા લો.. pulse રીત થી વાટી લો. લસણ અને લાલ મરચાંનું પ્રમાણ આપ સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો છો.કડાય માં તેલ ગરમ કરો. ગરમ તેલ માં 1 ચમચી જીરું ઉમેરો. જીરું બ્રાઉન થવા નું શરૂ થાય એટલે તેલ માં લીમડો અને વાટેલા લસણ વરિયાળી ની પેસ્ટ ઉમેરો. આ પેસ્ટ ને એકાદ મિનિટ માટે સાંતળો. હવે હળદર અને લાલ મરચુુ ઉમેરો.સરસ મિક્સ કરી, બાફેલા બટેટા ઉમેરૉ. અને મધ્યમ આંચ પર કડક થવા દો.ત્યારબાદ આમચૂર અને ધાણાજીરું ઉમેરો અને સરસ મિક્સ કરો..ગરમ ગરમ પીરસો..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી