અજીબોગરીબ ઘટના: આ નદી કિનારે હજારોની સંખ્યામાં આવ્યું કંઇક એવું કે…વૈજ્ઞાનિકો પણ થઇ ગયા હેરાન

ત્સુનામીને કુદરતી આફતોમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. આપણામાંના ઘણા એવા લોકો હશે કે જેમણે સમુદ્ર કિનારે ત્સુનામી વધતી જોઈ હશે. પરંતુ આજકાલ બ્રાઝિલની નદીમાં એક અલગ પ્રકારનો ત્સુનામી આવી છે. બ્રાઝિલમાં એક નદીના કાંઠે હજારો દક્ષિણ અમેરિકન નદીના કાચબા જોવા મળ્યા છે. ખરેખર, આ કાચબા ત્સુનામીમાં તરંગની જેમ નદીમાંથી બહાર આવી રહ્યા હતા.

image source

આ કાચબાને એમેઝોન નદીની સહાયક પ્યૂર્સ નદીના કાંઠે સંરક્ષિત વિસ્તારમાં એકત્રિત કરવામાં આવ્યા છે.બ્રાઝીલમાં પુરુસ નદીને કિનારે 92 હજારથી વધારે કાચબાઓ જન્મ્યા છે. બ્રાઝીલ વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીએ એક વીડિયો શેર કર્યો છે. સોસાયટીના જણાવ્યા પ્રમાણે, આ એક દુર્લભ ઘટના છે કારણ કે દુનિયામાં અમુક જગ્યાએ જ આવાં દૃશ્યો જોવા મળે છે.

આ વિસ્તારમાં સામાન્ય લોકોની અવર-જવર પર પ્રતિબંધ

image source

આ કાચબાને સામાન્ય ભાષામાં ‘સાઉથ અમેરિકન રિવર ટર્ટલ્સ’ કહેવાય છે. સાઉથ અમેરિકન રિવર ટર્ટલ્સની સંખ્યા માંસ અને ઈંડાંની દાણચોરીને લીધે ઘટી રહી છે. જોકે બ્રાઝીલની વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન સોસાયટીના જણાવ્યા પ્રમાણે, સંરક્ષિત વિસ્તારોમાં આટલી મોટી સંખ્યામાં કાચબાઓનો જન્મ થવો સામાન્ય વાત છે.

image source

આ વિસ્તારમાં સામાન્ય લોકોની અવર-જવર પર પ્રતિબંધ છે. સોસાયટીના મેમ્બર માદા કાચબાનું ધ્યાન રાખે છે. લુપ્તપ્રાય પ્રજાતિઓને બચાવવા માટે અને તેમની દેખભાળ કરવાનું કામ સોસાયટી કરી રહી છે. તેમને સમજવા અનેક રિસર્ચ પણ કરવામાં આવે છે.

ઈંડાંમાંથી બહાર નીકળવા ઘણા મહિનાઓનો ટાઈમ લાગે છે

image source

વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે આ વિસ્તારમાં અમેરિકન રિવર ટર્ટલ્સ પ્રજનન માટે આવે છે. ઈંડાંમાંથી બહાર નીકળવા ઘણા મહિનાઓનો ટાઈમ લાગે છે. ઈંડાંમાંથી બહાર આવ્યા પછી તેઓ નદી તરફ આગળ જાય છે. આવું ઘણા દિવસો સુધી ચાલે છે. રોજ હજારો કાચબાને ઈંડાંમાંથી બહાર નીકળતા દેખાય છે. ટર્ટલ એક્સપર્ટ કેમિલા ફેરારાએ કહ્યું કે, આ વિશાળકાય કાચબાઓની ઈંડાંમાંથી બહાર નીકળવાની અને નદી સુધી પહોંચવાની ક્ષણ યાદગાર હોય છે. કાચબાની આ પ્રજાતિને બચાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે.

કાચબાઓનું વજન 90 કિલો

image source

કાચબાની આ પ્રજાતિ એમેઝોનના જંગલોમાં બીજ ફેલાવીને ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી જંગલને વિકસિત થવામાં મદદ મળે છે. પુખ્ત દક્ષિણ અમેરિકન નદીના કાચબાઓનું વજન 90 કિલો અને લંબાઈ સાડા ત્રણ ફૂટથી વધુની હોઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ