કચોરી ભેળ: ક્યારેક અચાનક મહેમાન આવે ત્યારે બનાવવા કામ આવશે, તો શીખી લો …..

કચોરી ભેળ:

તમારા ત્યાં કોઈ ગેસ્ટ આવ્યુ છે અને શું બનાવવુ સુઝતુ નથી તો કચોરી ભેલ નાસ્તા માં સર્વ કરી શકાય એવી રેસીપી છે.બનાવવામાં અને સર્વ કરવા માં એકદમ સરળ.તીખી, ટેંગી રેસીપી જે નાના મોટા બધા ને ભાવે એવી તદ્દન સરળ રેસીપી.આજે જ બનાવો કચોરી ભેળ.

સામગ્રી :

 • 4-5 સુકી કચોરી (બજાર માં રેડી મળે છે),
 • 1થી 1.5 કપ મમરા,
 • 1 મીડીયમ બટેટુ (બાફી ને બારીક સમારેલ,
 • 2 થી 3 લીલા મરચાં (બારીક સમારેલુ),
 • 1 મિડીયમ કાંદો (બારીક સમારેલો),
 • 2 મિડીયમ ટમેટા (બારીક સમારેલા),
 • 2 ચમચી લીલી ચટણી,
 • 2 ચમચી લીબુનો રસ,
 • ચપટી લાલ મરચુ અને સંચળ પાવડર(બંન્ને મિક્સ કરી લેવું),
 • મીઠુ સ્વાદ મુજબ,
 • 1 ચમચી લીલી કોથમીર,
 • નાયલોન સેવ.

રીત:

1. એક ડીશ માં કાંદા ટમેટા બારીક સમારી રેડી કરી લો.અને બટેકા ને પણ બારીક કાપી લો.2. હવે એક બાઊલ માં મમરા લો અને બારીક સમારેલ બટેકા નાંખો.3. હવે તેમાં બારીક સમારેલા કાંદા ટમેટા નાંખો અને સાથે તેમા બારીક સમારેલ લીલા મરચાં નાંખો.4. હવે 2 બધી વસ્તુ નાંખ્યા બાદ એક સાથે મિક્સ કરી બરાબર હલાવી લો.
5. એક ડીશ માં બજાર માં રેડી મળતી સુકી કચોરી કાપી લો અને સાઈડ પર મુકો.6. બધુ મિક્સ થઈગયા બાદ તેમાં સૂકી કચોરી,મીઠુ અને લાલ મરચું નાંખી મિક્સ કરી લો.7. હવે કચોરી ને બધુ નાખ્યા બાદ લીલી ચટણી,લીંબુ,કોથમીર નાંખી હલાવી લો. પછી જો ટેસ્ટ કરતા ખાટુ તીખુ ઓછુ લાગે તો તમારા ટેસ્ટ મુજબ એડ કરી લેવું8. તેમાં કોથમીર અને સેવ સ્પ્રીંકલ કરી ગાર્નીશ કરી લો. તો રેડી છે કચોરી ભેળ.નાના મોટા બધા ને ભાવે એવી ચટપટી કચોરી ભેળ.તો આજે જ ઘરે બનાવો કચોરી ભેળ.

નોંધ:

1. અહીં બજારમાં રેડી મળે છે એજ લીધી છે. આ ભેળ માં ઉપર થી ચીઝ નાંખી ચીઝ કચોરી ભેળ બનાવી શકાય.
2. આ ભેળ માં મેં મરચું અને સંચળ બન્ને મીક્સ કરી નાખ્યા છે. તેમજ આ ભેળ માં મીઠી ચટણી નથી નાખી જેમણે નાખવી હોય એ નાખી શકે છે.પણ આ ભેળ તીખી ખાટી ટેસ્ટ માં સારી લાગે છે.

રસોઈની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી