ગરમી સામે રક્ષણ મેળવવા માટે ઉતમ રહેશે કાચી કેરીનો બાફલો, નોંધી લો રેસીપી…

કાચી કેરીનો બાફલો

આપણું સૌરાષ્ટ્ર સમૃદ્ધ છે કારણકે એમાં વર્ષોથી મધમીઠા લોકો વસે છે. આ પ્રજાને પૂર્વજો પાસેથી પાકકળા વારસામાં મળી છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. ઓછી વસ્તુઓ વાપરીને પણ શ્રેષ્ઠ વાનગીઓ બની શકે એ તમે સૌરાષ્ટ્રના ગામડા તરફ ગાડી વાળો તો આપોઆપ ખ્યાલ આવી જ જાય.

અહીં ઠેર ઠેર પાણીની પરબો તો છે જ.. સાથે સાથે તડકામાં કામ કરતા અનેક લોકોને ઉનાળામાં પ્રેમથી છાશ વિતરણ કરવામાં આવે છે.

આ દયાળુ અને કર્મનિષ્ઠ પ્રજા આ ઋતુમાં “કેરીનો બાફલો” પણ બનાવે છે.. તો ચાલો, એમનું આ સમર સ્પેશિયલ હેલ્ધી ડ્રિન્ક શીખી લઈએ.

સામગ્રી:

  • 500 ગ્રામ કેરી,
  • 250 ગ્રામ ખાંડ,
  • 20- 25 ફુદીનાના પાન,
  • સ્વાદાનુસાર મીઠું,
  • 1 tbsp મરી પાઉડર,
  • 1 tbsp જીરું પાઉડર,
  • 1 tbsp સંચળ પાઉડર,
  • 2 નાના ગ્લાસ પાણી.

રીત:

– સૌથી પહેલા કાચી કેરીને ધોઈને એના મોટા ટુકડા કરો. પછી એમાં પાણી ઉમેરીને મધ્યમ તાપ પર 15 થી 20 મિનિટ માટે બાફી લો.– મિશ્રણ બફાઈ જાય એટલે ઠંડુ થવા દો. – હવે એમાં ખાંડ ઉમેરો.  અને પછી મરી પાઉડર, જીરું પાઉડર, મીઠું ,સંચળ પાઉડર અને ફુદીનાના પાન ઉમેરીબધું બરાબર બ્લેન્ડ કરો.

– કાચી કેરીનો બાફલો તૈયાર છે. બાફલાને ફ્રિજમાં સ્ટોર કરો. મહેમાન આવે ત્યારે એમાં જરૂર મુજબ ઠંડુ પાણી ઉમેરીને સર્વ કરો.બનાવો ત્યારે તમારો પ્રેમ ઉમેરવાનું ભૂલતા નહીં. Happy Summer!! 🙂

ફૂડ ફેક્ટ:

કેરી તો રાજાઓને પણ ખૂબ પ્રિય હતી અને બાબર નામનો શાસક કેરીઓ કુરિયર કરાવતો.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી